________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષ, રમણલાલ નાગરજી મહેતા
આ માચી વિસ્તારમાં અંબાએ તેયાર કરેલ કુવો છે તથા અન્ય તળાવે છે. તેનું વર્ણન નથી, પરંતુ અહીં ગંગદાસના મહેલને ઉલેખ છે જે માચી પરના મહલનું વર્ણન હવાને સંભવ ગણાય. તેની દક્ષિણે અશ્વશાળ પણ આજે નથી, પરંતુ અગ્નિખૂણાનું મહાકાલીનું મંદિર ભદ્રકાલી શિખર દર્શાવે છે, એમ ગણવું પડે. જે મહાકાલીનું મંદિર અગ્નિખૂણું પર છે તે મહાકાલીનું શિખર હોય તે ગંગદાસ મહેલ આજના નવલખા કાઠારવાળી મલિયાની જગ્યા ગણાય, પરંતુ તેની નીચે કરેશ્વર મહાદેવની જગ્યા છે, તે ઝરેશ્વર એ સંભવતઃ આજના ખૂણેશ્વર મહાદેવ હોય તો આ વર્ણન માર્ચના મહેલનું ગણવું પડે. દિશા જોતાં આ અર્થઘટનનું બળ પણું છે.
અહીં યુદ્ધનું વર્ણન કરતાં પત્રો નથી. તેથી પાવાગઢનું વધુ વર્ણન શક્ય નથી. પરંતુ સુલતાન હાથી પરથી ઉતરીને નાસે છે અને મકરન્ટ પરથી પડેલા પથ્થર હાથીને છેવ સાથે છુંદી કાઢે છે એ વન બુઢયા દરવાજાની નીચેની પરિસ્થિતિ સૂચવે છે, તથા આડમાં અંકમાં એ સૂચન દઢ થાય છે.
પાવાગઢના વર્ણનમાં ચંપકનગરનું સ્થાન માત્ર મૌલિયા :થા માસીના વિસ્તારમાં હતું તેને પડધે આઠમા અંકમાં પડે છે. તેમાં વિરમે કપટબુદ્ધિથી વિષવલ્લી પાસેના શિખર પર આક્રમણ કર્યું તે હકીકત હાલન માળ તરફથી આવતા માની છે. આ માર્ગ અધરે છે. તેના પરથી, હુમાયુએ આક્રમણ કર્યું હતું તે માર્ગ માચી વિસ્તારમાં તથા તારાગઢ દરવાજા તરફ લઈ જાય છે, તેની માહિતી મળે છે.
આમ ચાંપાનેરના તારાગઢના માર્ગ ઉપરાંત ભદ્રકાલીની ખાણ તરફથી પણ આક્રમણ થયું હવાને સંભવ માચી તરફને છે. દુર્ગબહારની પરખા અને ઘેડેસવારોની દેડધામમાં કાવ્યતત્ત્વ વિશેષ છે. પરંતુ તેની સાથે માંડુના ખલજી સુલત નની ચઢાઇની માહિતી પણ યુદ્ધનીતિના અંશે રજૂ કરે છે.
ગંગદાસપ્રતાપવિલાસના વર્ણનના આધારે ચંપકનગર માચી અને મૌલિયા પર હતું એમ જણાય છે. આ ચંપકનગર એ વનરાજના મંત્રી ચાંપા વાણિયાએ વસાવાની કથા તત્કાલીન પરિસ્થિતિને લીધે અસ્વીકાર્ય છે, તેમ ચંપાભીલની કથાનો પણ ઐતિહાસિક આધાર નથી. ચંપકનગર પાવાગઢના ચંપકવણું લાઈટ પથ્થરથી તૈયાર થયેલા તથા દૂરથી ખડચંપાને અનુરૂપ રંગ ધરાવતા પ્રદેશનું નગર હોવાનું સ્થળતપાસથી સિદ્ધ થાય છે. તદુપરાંત ઈ. સ. ૧૪૮૪ પછી મેહમદ બેગડાએ જે કિલ્લાઓ, મેડી તળાવને વિસ્તાર અને નીચને વિસ્તાર વસાવ્યો તેની પુરાવસ્તુકીય માહિતીને ગંગદાસપ્રતાપવિલાસનાક પુષ્ટ કરે છે, અને ગુજરાતમાં પ્રચલિત મા પાવાગઢથી ઉતર્યા મા કાલી રે, વસાવ્યું ચાંપાનેર પાવાવાળી રે જેવી ગરબાની ઉકિત સાથે હોવાનું દર્શાવે છે. તદુપરાંત સુલતાને પલ્લીદેશ, ઝરડી, મુલવાડ ટેંબુર જેવા ચાંપાનેરના પ્રદેશનાં ગામે પર હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો, તેમાં તે પલ્લીદેશ બારિયા, ટાઉદેપુર વડોદરાને પાલ વિસ્તાર છે. ઝરડી એ કાલેલ કે જાંબુડાનું ઝરક કે ઝરવા, મલિવાડ દેવગઢબારિયાનું મેલ તથા ટેંબુર સંતરામપુર વિસ્તાર દર્શાવતું લાગે છે.
For Private and Personal Use Only