SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ વિજય પંડયા “છાયાનાટક' શબ્દ જ સંસ્કૃત નાટકના ઉદ્દભવ સાથે સંકળાયેલા તીવ્ર વિવાદની યાદ અપાવે છે. “છોવાનાટક 'ના વિચારના પ્રવર્તક પિશેલ સૌ પ્રથમ હતા. પણ “છાયાનાટક 'ના આ વિચારને પૂર્ણ સ્વરૂપ છે. ભૂડસે આપ્યું. તેમના મત પ્રમાણે સંસ્કૃત નાટકના વિકાસમાં છાયાનાટક એક આવશ્યક તત્વ હતું. યૂડર્સના આ વિચારને છે. કેનએ પણ અનુમોદન આપ્યું. મહાભાષ્યના ખંડમાં ઉલલેખ પામેલા સૌભકો અભિનેતાઓ હતા જે પ્રેક્ષકોને છાયાકૃતિએ કે મૂંગા અભિનેતાઓ દ્વારા પ્રસ્તુત થતી વાતને સમજાવતા. યૂડર્સના મત પ્રમાણે ભારતમાં પ્રાચીનકાળમાં છાયા-નાટકનું અસ્તિત્વ હતું અને અભિનેતાઓ તેમને પ્રસ્તુત કરતાં. છાયા-નાટક”ને સંસ્કૃત નાટકના ઉગમ સાથે કંઈ સંબંધ નથી, એ વિચારને કોઈ સમર્થન નથી. છતાં, કેટલાંક નાટકોને લાગેલી છાયા-નાટક સંજ્ઞા સમજવાની રહે છે. દૂતાલ્ગદ કદાચ પ્રાચીનતમ ઉપલબ્ધ રૂપક છે જેને “ છીયા-નાટક' સંજ્ઞા લાગુ પડી છે. * છાયા –નાટક 'ના અર્થ વિશે સંદિગ્ધતા પ્રવર્તતી હોવાથી, વિદ્વાનોએ ભિન્નભિન્ન રીતે આ સંજ્ઞા સમજાવી છે. પિત્રા આ સંજ્ઞાને “Outline of a drama or entr'acte' રૂપે સમજાવે છે. લેવી છાયાની અવસ્થામાં રહેલું નાટક ' તરીકે અર્થ ધરાવે છે તે, ગ્રે “જે ફક્ત છાયા છે તેવું નાટક કે છાયામાં રજૂ થતું નાટક કે “miniature play' રૂપે સમજાવે છે. કે આ સંજ્ઞાને આ રીતે સમજાવે છે, “એક જ વિષય પરના પહેલાના નાટકોનું સંકલન પણ છાયાનાટકને અર્થ હોઇ શકે. છાયા એટલે adaptation. એક કૃતિમાંથી ઉછીનું લીધું હોય અથવા સાહિત્યિક અપહરણ હોય તો બે કૃતિઓ ક કવિઓ વચ્ચેના સામ્યને દર્શાવવા પણ * છાયા' શબ્દ વપરાય છે. તેથી જે કવિ અપહર્તા હોય તે “છાપાવત ' કહેવાય છે." ડે પ્રમાણે છાયા-નાટક એ કોઈ જુદે રૂપકપ્રકાર નથી અને નાટ્યશાસ્ત્રના ગ્રંથોને આવો કોઈ પ્રકાર વિદિત નથી. તેથી, ડે ના મંતવ્ય પ્રમાણે છાયા-નાટકને સિદ્ધાંત તદ્દન બિનજરૂરી પાયા વગરનો છે. અને દૂતાગદમાં એવું કોઈપણ અંગ નથી જે એને “અન્ય” નિયમિત પ્રકારના નાટકોથી જુદુ પાડે. વધુમાં ડે નું નિરીક્ષણ છે કે છાયા-નાટકમાં છાયા-ચિત્રો દર્શાવવામાં આવતાં એવું પણ કયાંય નથી. નાટકમાં સંદિગ્ધ સંજ્ઞા છાયા-નાટક સિવાય અન્ય કશું નથી. આ રીતે દૂતાગદ નાટક ડે એ ઉડે અભ્યાસ કર્યો છે અને છતાં છાયા-નાટક સંજ્ઞા સમજાવવામાં તેઓ નિષ્ફળ નિવમા છે. દૂતાલ્ગદ નાટકને સંબંધ છે ત્યાં સુધી, સૌથી વધુ સંભાળ્યું અર્થઘટન ડો. રામજી ઉપાધ્યાયે પિતાના મધ્યકાલીન સંસ્કૃત નાટક 'માં આપ્યું છે. ૩ કીથ એ બી., દષ્ટચ, પૃ. ૫૩–૫૪. ૪ “છાયા 'ના ભિન્ન-ભિન્ન અર્થો માટે જુઓ ડો. રશ્મિ મહેતાને ગુજરાતીમાં લેખ, સ્વાધ્યાય મે-૧૯૭૯, ૫ ડે, એસ. કે., ઈનડીયન હીસ્ટેરીકલ કવાર્ટલી VII, ૧૯૩૧, પૃ. ૫૪૩. ૬ એજન, ૫, ૫૪૩. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy