SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra નિર્ભયભીમવ્યાયેગ: એક અધ્યયન નલિની દેસાઈ* નાટયશાસ્ત્રના ગ્રંથમાં “ નૃત્ત’ તાલલયાશ્રય ગણાયું છે; “ નૃત્ય” ભાવાશ્રય અને “નાટય’ સાશ્રય”—ડોલરરાય માંકડ'. ગુજરાતમાં રચાયેલાં સંસ્કૃત નાટકોમાં સૌથી વિપુલ પ્રદાન પ્રસિદ્ધ જૈન દાર્શનિક હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરનું છે. નિર્ભયભીમવ્યાગની પ્રસ્તાવનામાં “શ્રીનકાવાર્થ. શ્રીમદ્રસ્થ શિસ્થ ઘવજરાતમં: રામવI’- કથન દ્વારા શ્રી રામચંદર ગૌરવપૂર્વક પિતાને હેમચંદ્રાચાર્યના શિષ્ય અને એ પ્રબશ્વના કર્તા જણાવે છે. રામચંદ્રસૂરિનું જન્મસ્થાન, પિતાનું નામ વગેરે માહિતી ઉપલબ્ધ નથી એટલે એમની કતઓ દ્વારા જ એમના વ્યક્તિત્વને પરિચય મળે છે. ઈ. સ. ૧૨૭૭ માં પ્રમચંદ્રસૂરિ રચિત પ્રભાવક ચરિતમાં રામચંદ્રસૂરિ હમચંદ્રસૂરિના પટ્ટશિષ્ય ઘોવિત થયાને ઉલ્લેખ મળે છે.? એમના સમય અંગે ૨. છે. પરખને મત ઉચિત જણાય છે. “ ઈ. સ. ૧૧૩માં હેમચંદ્રાચાર્યને જયંસંહ દેવ સાથે પરિચય થયે ત્યારે તેઓ તેમના શિષ્યમંડળમાં હતા. હેમચંદ્રાચાર્ય જે આ સમયે ૪૬ વર્ષની આજુબાજુ હોય તો તેમના પટ્ટશિષ્ય તેમનાથી ૧૦-૧૨ વર્ષ નાના ક૯પીએ તે ૩૬ કે ૩૪ વર્ષના હોઈ શકે. આમ એમને જન્મ સમય ઈ. સ. ૧૧૦૦ની આસપાસનો માની શકાય. કુમારપાલના ઉત્તરાધિકારીના નિર્ણયમાં તેમને સારો ફાળો હોવાનું મનાય છે. તેથી અજયપાલ રાજા થયા પછી ભાલચંદ્રના કહ્યા પ્રમાણે, તેને રામચંદ્ર પ્રત્યે સ્વાભાવિક દૈવભાવ હોવાથી મૃત્યુદંડ આપ્યો હતો. રામચંદ્રનું મૃત્યુ ઇ. સ. ૧૧૭૩ની આસપાસ હોઈ શકે. આમ રામચંદ્રસૂરિને સમય ઇ. સ. ૧૧૦૦ થી ઈ. સ. ૧૧૭૩ હોવાનું મનાય છે. એમનું મૃત્યુ અત્યંત કરુણ પરિસ્થિતિમાં થયું હોવાનું મનાય છે. જયસિહદેવે રામચંદ્રસૂરિને કવિ કટ્ટારમલનું બિરુદ આપ્યું હતું. એમની એક આંખ દષ્ટિવિહીન થઈ ગઈ હતી જેથી જૈન સિદ્ધાંત અનુસાર એ એક નેત્રથી સમગ્ર પ્રાણીમાત્ર પ્રતિ સમદષ્ટિ રાખતા, * વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬. ગસ્ટ ૧૯૯૭, પૃ. ૯૩-૧૦૪. * પ્રાયવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. ૧ દેસાઈ કરંગી, “ગુજરાતીમાં સંસ્કૃત નાટક', નવભારત સાહિત્યમંદિર, અમદાવાદ, ૧૯૮૧, પૃ. 3. ૨ રામચંદ્રસૂરિ, ‘નિર્ભયભીમભાગ', સં. હરવિંદદાસ બેચરદાસ, ચોવિજય જન ગ્રન્થમાલા, ૧૯૧૧ (વિરસંવત ૨૪૩૭ ), પૃ૧, 2 નિ. બી. વ્યા, પ્રસ્તાવના, પૃ. ૨. ૪ નાની તપસ્વી, સંસ્કૃત નાટકોને પરિચય ', યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬, પૃ. ૩૮૭. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy