SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્રુવિલાસ-એક સમીક્ષા છઠ્ઠા અંકના આરંભે ચંદ્રરાશિ જાંબુવાનને પોતાની લંકાની મુલાકાતની વાત કરતાં રાવણને દશ મસ્તક હોવાનું જણાવે છે. ગોમુખ રાવણની શક્તિથી લક્ષમણ ઘાયલ થયે હેવાના સમાચાર લઈ આવે છે અને લક્ષ્મણ રામ અને સુગ્રીવના ટેકે સહારે લઈ પ્રવેશે છે. વિભીષણ. અંગ, અંગદ, હનુમાન, પવનંજય, ચંદ્રરાશિ, કુંદ, કુમુદ ગવય વગેરેને જાંબુવાન સૈન્યને ચૂહાત્મક રીતે ગોઠવવા આજ્ઞા કરે છે. જેથી રાવણ આ પરિસ્થિતિને કોઈ જ ગેરલાભ ન ઉઠાવી શકે. ધાયલ થયેલા પ્રિય ભાઈ લક્ષમણને જોઈ રામના વિલાપનું નાટયકારે અહીં સુંદર, વર્ણન કર્યું છે. લમણે હનુમાનને સૂર્યહાસને ધનુષ્ય આપવા અને વિભીષણને પોતાના બે હાથની અંજલિ આપવા વિનવે છે, સૂર્યાસ્ત થતાં કવિ કહે છે કે પોતાના વંશના કુલદીપકને જીવનદાન આપવા શક્તિની પીડાને હરવા સમર્થ એવી ઔષધિની શોધમાં સૂર્ય પોતે જાય છે. અહીં કવિ “ પ્રતિમા' નાટકમાં રામ–ભર ના વક્ષસ્થળને કપાટપુટપ્રમાણ ગણાવે છે, તેમ લમણુના વિશાળ વક્ષઃસ્થળને ઓળખાવે છે.૧૧ જાંબુવાન શમનિમિત્તની નોંધ લઈ બધાને વિશ્રાંતિ લેવા કહે છે. આ અંકમાં કરુણરસ હૃદયસ્પર્શી છે. રામને લક્ષ્મણ પ્રતિ પ્રેમ અને લક્ષ્મણની રામભક્તિ, ભ્રાતૃભાવ અને સેવાપરાયણતા નોંધપાત્ર છે. આ અંકનું કથાનક વાલમીકિની રામકથાથી ભાગ્યે જ જુદુ પડે છે. કવિએ નવા ઘણાં પાત્રો કપ્યાં છે. અહીં હનુમાન દિવ્ય ઔષધિની શિધ માટે જતાં નથી. અહીં સુષેણુને બોલાવાયો નથી. કવિએ આ સમગ્ર ઘટના પિતાની રીતે ઘડી છે. અહીં રાવણે શક્તિને પ્રયોગ કર્યો છે. સાતમા અંકમાં ચંદ્રરાશિ રામને જણાવે છે કે લક્ષ્મણ વિશલ્યકરિણી ઔષધિથી મૃત્યુમાંથી બચી ગયેલ છે. મય રાવણને નગરમાં થઈ રહેલી લોકનિંદા વિષે જણાવે છે પરંતુ તે ગણકારતો નથી. અહીં પ્રયોજાયેલ “જૂરી” શબ્દ ગુજરાતી ભાષાને છે. ૨ રાક્ષસકુળ અને કીર્તિના નાશનું કારણ એવી સીતાને પાછી સોંપી દેવા જણાવવા છતાં મહાઅહંકારી રાવણ તેમ કરતું નથી. ક રચનાને વિભિન્ન પ્રયોગ રાવણના વિભિન્ન ભાવને વ્યકત કરે છે. દેવો આ સ્થિતિને લાભ લઈ કેદ કરેલા દેવોને છોડાવી જાય છે. કુંભકર્ણ અને ઈન્દ્રજીતની કેદ, રાવણનું યુદ્ધપ્રસ્થાન વીરરસની પોષક ઘટનાઓ છે. રાવણના વિભિન્ન ભાવોની અભિવ્યકિતમાં અંતે મૃત્યુ સૂચિત થયેલું છે. કુંભકર્ણ—ઇન્દ્રજીત વાલમીકિના રામાયણમાં કદ થતા નથી. ૨ ટેa: શ્રી રઘુવતિ સરિતા નાનાવવાનુષઃ | शल्योद्धारविधायिनी मृगयितुं स्फूर्जप्रभामौषधि कामप्यञ्चति पश्चिमाचलवनक्षोणि प्रभाणां पतिः ।। (रधु. वि. ६/१७) સરખાવો દરમ્ જેવું વક્ષઃ કક્ષા પરિપુટમામ પ્રતિમાય નમ:માતમિત્તનg १२ खण्डय न्यायतेजोभिः शौर! कोलीनदुर्दिनम् । નાસિબૂમો રિત વરાછૂઝનારામ (. ૭/૧૨ ) For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy