SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . છ વદિયા આડ અંકવાળા આ રઘુવલાસ નાટકમાં નાન્દી લેકમાં રિને વંદન કરવામાં આવ્યા છે.૪ અહીં વીર શબ્દથી રામ અને મહાવીર બંને અભિલક્ષિત છે. આ કલેકમાં પ્રસિદ્ધ રામકથાનું સુચન પણ કર્યું છે. સીતાહરણ, રામના વીરાયત પરાક્રમ અને રસીતાની મુક્તિ એ નાટકથાનાં પ્રધાન કથાસૂત્રો છે. આ નાટયને પ્રધાન ઉદ્દેશ વાચક-દર્શકને મેહમાંથી મુક્તિ પમાડવાનો છે, જેનદર્શનનુસાર કર્મબંધનમાંથી મુક્તિ પામવા મેહ ઉપર વિજય મેળવવો અનિવાર્ય છે. રામચંદ્રના મતે રામકથા એ કથારનેનું કોઇ ન છે." રામકથાના નાયકના નામ સાથે કર્તાના પિતાના નામનું સાદૃશ્ય પણ તેમના આકર્ષણનું કારણ હોઈ શકે. કવિને પિતાની વિદ્વત્તા અને પોતાની મધુર પ્રાસાદિક વાણીનું ગૌરવ છે. તેઓ લેપથી પોતાના અને ગામના નામ સાથે શાદિક રમન પણ કરે છે.* અભજ્ઞાનશાકુન્તલની માફક અડી સૂત્રધાર વસંતઋતુ સંબંધિત ગીત ગાવાને વરતાવ મૂકે છે. પ્રથમ અંકનો આરંભ ભાસના ‘પ્રભિાનાટક ની જેમ વનવાસ પ્રસંગથી થાય છે. રામને વનવાસને કારણે રાજા દશરથ વિલાપ કરતા હોય છે અને નાટકના અંતે રાવણને મારી રામ સીતાને પ્રાપ્ત કરે છે. સ્વાભાવિક રીતે વસ્તુની પસંદગી, નાન્દીપ્લેક અને નાટકનું શીર્ષક બતાવે છે કે આ નાટકના કવિ વાલમીકિ, ભાસ, કાલિદાસ અને ભવભૂતિ આદિથી અભિભૂત છે. રઘુવલાસની કથા અને કથાનાયક પ્રખ્યાત છે. રામકથાના નાયક રામ ધીરાદાત્ત છે. ભાસના અભષેક ક ભવભૂતિના મહાવીરચરિતની જેમ મુખ્યરસ વીર છે. અભિષેકને આરંભ રામને વનવાસ અને અંત લંકામાં રામના અભિષેક સાથે થાય છે, પરંતુ ધ્રુવિલાસમાં રામના વનગમનના કારણે રાજા દશરથના વિલાપથી આરંભ અને રામસીતાના સુખદ મિલન સાથે અંત નિરૂપાયેલ છે. મહાવીરચરિતમાં રામકથાને રામના વીરેચતુ પરાક્રમની સાથે સાંકળવાને પ્રધાન હેતુ સ્વયંસ્પષ્ટ છે. નાટકમાં કેટલાંક નવા પરિવર્તને સિવાય રામચંદ્ર વાલમીકિની રામકથાને જાળવી રાખી છે. રામચંદ્ર બાલકાંડની કથાવસ્તુ છેડી દીધી છે અને રામના વનગમન પાછળ મા દશરથના વિલાપ સાથે નાટકને આરંભ કર્યો છે. અયોધ્યાકાંડમાંથી પણ વનવાસ પછીની કથાવસ્તુ જ સ્વીકારી છે. કેયીની વરવાચના, રામના અટકી ગયેલા અભિષેકની ઘટનાને પૂર્વ ભાગમાં સૂચિત અંશ તરીકે વણી લીધી છે. ४ सतीं यः केवलां दृष्टि हृतामत्युग्रकर्मणा । तीर्वा मोहाब्धिमनैषीद्वीरायास्मै नमो नमः ।। ( रविलास १/१) ५ एतस्मै कविसूक्तिमौक्तिकमणिस्वात्यम्भसे भूर्भुवः । स्वामोहनकारणाय सुकथारनाय तुभ्य नमः ॥ (रधु वि. १/२) रामात्पूर्व मधुरा व्यक्तं वाचो वपुष्मतां नाऽऽसन् । કથકન્યથા મમથુરતા ઘસ: . (૨૬ વિ. ૨/૪). उच्चरणलब्धकीत राजाहितस्य लक्षणयतस्य । रामस्थ वनं शरणं वितपरकलभस्य शरभस्य ।। (रघु वि. १/५) For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy