SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ દર્શનનો અનેકાનાવાદ-એક વિચારવિમર્શ જે કે સિદ્ધાંત સ્વરૂપે અનેકાન્ત અમર જ છે, પરંતુ વ્યવહારમાં પલટાયા બાદ આ અનેકાન્તને જીવંત રાખવા શું કરવું જરૂરી છે તે જોઈએ. એમાં બિમારીઓ ન પ્રવેશે એ જોવું. એને મૃતપ્રાય ન થવા દે હોય તે અન્ય ધમે તથા તેના ગ્રંથોને આવકારવા, તેમાંથી જે સારું લાગે તે ગ્રહણ કરવું. સત્યાસત્યને વિવેક જાળવવો. કોઈ ના સિદ્ધાંત કે નવો વિચાર હોય તે તેને સ્વીકારી તે પચાવવા તૈયાર થવું. ક્રિયાકાંડને બોજો ઓછો કરવો. વિવેકહીન ન બનવું. મિથ્યાભિમાન ત્યજી ઉદારષ્ટિ દાખવવી. પ્રગતિવિરોધક બનવામાં પંડિતાઈ નથી. સર્વધર્મ પ્રતિ સમભાવની વાતને ધૃણાથી નહીં જોતાં તેના તરફ મમભાવ દાખવી અનેકાન્ત દૃષ્ટિને ખંડિત ન થવા દેવી.૩૧ આપણું એટલે કે જૈનધર્મના સંપ્રદાય અને પેટાસંપ્રદાયમાં સમન્વય સાધી શકાય તે માટે ઉદારભાવે ચિતન કરવું. જૈનધર્મ નિયતિવાદી નથી, પણ પુરુષાર્થવાદી છે. મહાવીર સ્વામી પોતે પણ એક ક્રાન્તિકારી સુધારક હતા, તેમને માર્ગ પણ કંટકછા હતા. તેમના અનુયાયીઓ એવા આપણે (જેને) ધર્મના નામે જે અધર્મ આચરાતો હોય તે હિંમતથી તેને સામને કરવા તૈયાર રહેવું જોઈએ. પરંતુ સાચે જિજ્ઞાસુ અને નિષ્પક્ષ વિચારક જ આ કાર્ય કરી શકે. તત્ત્વવિદ્યાના ક્ષેત્રમાં આપણું પૂર્વજોનાં કથનનું મૂલ્યાંકન કરવા માટે દષ્ટિબિન્દુઓનું પૂર્ણ અવલોકન જરૂરી છે. વિચારોની લગભગ બધી જટિલતા અને ભિન્નધર્મના અનુયાયીઓ વચ્ચેની દુશ્મનાવટ તથા ધર્મ પ્ર થ પ્રત્યેની અંધશ્રદ્ધા સ્યાદવાદની કસોટી કરતાં અટકી જાય છે. પરિણામે વિચારીની દઢતા કેળવાય છે. સત્ય કોઈ સાંપ્રદાયિક ધર્મની મર્યાદામાં બંધાતું અટકી જાય છે અને સાધકને તેથી બૌદ્ધિક સહિમણુતાને ગુણ પ્રાપ્ત થાય છે. બુદ્ધિએ દાસત્વ સ્વીકારવું નથી, તેમ અહંકારને પોષવાને પણ નથી; તે જ આત્મશુદ્ધિના માર્ગે આગળ જઈ શકાય. સાધુ એને કહેવાય કે જે સમાજ પાસેથી ઓછામાં ઓછું લઈ વધુમાં વધુ તેને પરત આપે. આવા સાધુના સાચા સેવક બનીએ. નામ નહીં, ગુણની પૂજા કરીએ; પરિવર્તનને પાંગરવા દઈએ તે અનેકાન્ત જીવંત છે અને રહેશે.૩૨ ३० स्यादवादाय नमस्तस्मै यं विना सकलाः क्रियाः । लोकद्वितयभाविन्थो, नैव साङ्गत्यमासते ॥ - ૩૧ ચિરંતન વિચારકોએ કહ્યું છે કે--: श्रोतव्यः सौगतो धर्मः कर्तव्यः पुनराहतः। वैदिको व्यवहतंव्यो ध्यातव्यः परमः शिवः ॥ ૩૨ દર્શાવ્ય સ્વમુખે જિનેન્દ્રવિભુએ, અથે કરી પ્રેમથી, – એ શ્રુતકેવલી ગણુધરે, સૂત્રે ઘણા ભાવથી, સ્થાપે શાન્તિ અપૂર્વ એ જગતમાં, તરવે કરી પૂર્ણ એ, ને છે વંથ સદા અજેય જગમાં, સ્યાદ્વાદ સિદ્ધાંત એ. -પંન્યાસ મહારાજ શ્રી સુશીલવિજયજી ગણિવર્યા, “સ્યાવાદની સર્વોત્કૃષ્ટતા ? પ્ર. શેઠ જે. કે. ટ્રસ્ટ, અમદાવાદ ૧૯૬૧ ૫. ૧૨. સ્વા ૧૦ For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy