SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનદનને અનેકાન્તવાદ-એક વિચારવિમર્શ ૧૭૫ તે અનિત્ય છે.) અમે માત્ર રાગથી સ્વ-એટલે જૈન આગમને આશ્રય કે માત્ર દ્વેષથી જૈનેતર આગને ત્યાગ કરતા નથી, પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી અવલોકન કરી યથોચિત કહીએ છીએ. આ દષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખ્યા વગર માત્ર મૂર્ખ લોકો જ આંશિક તેમજ સાપેક્ષ દૃષ્ટિકોણથી સ્યાદવાદની ટીકા કરે છે ! ઊલટું અજ્ઞાનવાદની ભૂલભૂલામણીમાંથી તે સચેટ માર્ગ બતાવે છે એવું હ. યાકોબીનું કથન વાજબી છે. શ્રી આનંદશંકરભાઈ ધ્રુવના મતે ચાદ્દવાદ તે અનેક સિદ્ધાંત અવલેકીને તેમને સમન્વય કરવા ખાતર પ્રગટ કરવામાં આવ્યું છે. સ્યાદવાદ આપણી સમક્ષ એકીકરણનું ૨૭ દષ્ટિબિંદુ ઉપસ્થિત કરે છે. આથી આ મત ઉપયોગી તેમજ સાર્થક છે. રા. શ્રી ન. દે. મહેતાના મતે પણ સપ્તભંગી નય એ કંઈ સંશયજ્ઞાન નથી, એ તે સત્યનાં જુદાં જુદા સ્વરૂપનું નિદર્શન કરાવતી એક વિચારસરણી છે, સ્યાદ્વાદ તો બધાનાં મનનું સમાધાન કરે છે. વિચારકલહને શમાવી વ્યક્તિગત દૃષ્ટિબ-દુઓનું એકીકરણ, સંજન, સંવાદ અને સંકલન સ્થાપવા ઈચ્છે છે. ૨૮ It is a philosophy of synthesis and reconciliation, જૈનેતર દશાની સ્વાદુવાદી દષ્ટિ : જૈનદર્શન સિવાયનાં અન્ય પાચનદર્શનમાં પણ અનેકાન્ત-સ્થાવાદની દષ્ટિ અપનાવેલી જોઈ શકાય છે. ઉદા. ઋગવેદ (નાસદીય સૂક્ત ની જે પ્રાર્થના છે કે એ સમયે સત પણ ન હતું અને અસત્ પણ ન હતું –એવા બ્રહાના વર્ણનમાં સ્વાદ વાદી દૃષ્ટિ જણાય છે. કઠોપનિષદમાં–‘તે અણુથી ૫ણું નાનું છે અને મહાનથી પણ મહાન છે ' એવા બ્રહ્મના વર્ણનમાં સ્થા વદી દષ્ટિ જોવા મળે છે. ઈશાવાસ્ય ઉપનિષદ પણ એ બ્રહ્મતત્વના સંબંધમાં કહે છે કે તે હાલે છે અને નથી હાલતું, તે દૂર છે અને નજીક પણ છે.' ગીતાના સાધનમાર્ગમાં પણ કહ્યું છે કે સંન્યાસ પણ કલ્યાણકારી છે અને કર્મયોગ પણ કલ્યાણકારી છે. (તથા જ નાસને વિદ્યતે ભાવ 11. 16 ) આ ઉપરાંત પુરાણોમાં પણ્ (ઉદા. બ્રહ્મવૈવર્ત પુરાણ, શ્રીકૃષ્ણખંડ, અધ્યાય ૪૩) બ્રહ્મ એક હોવા છતાં તેના સ્વરૂપભેદે સગુણ અને નિર્ગુણ એવા બે પ્રકારે ગણ્યા છે. પહેલું માયા સહિત છે, અને બીજ માયા રહિત છે. વિષ્ણુસહસ્ત્રનામમાં પણ “ અનેકરૂપવાળું સ્વરૂપ જેનું છે, એવા સમર્થ વિષ્ણુને ' વંદન કરવાની વાત છે. મનુ સ્મૃતિમાં કહ્યું છે કે-આર્ય આચારવાળા અનાર્યને અને અનાર્ય આચારવાળા અને વિચારીને બ્રહ્માએ કહ્યું કે એ બે સમ પણ નથી ને અસમ પણ નથી–મતલબ કે અપેક્ષાભેદથી એ બને સમાન પણ છે અને અસમાન પડ્યું છે, પરંતુ એકાન્તપણાથી તે સમ નથી તેમજ અસમ પણ નથી. (મનુ. અધ્યા. ૧૦, લેક-૩), મહાભારતમાં વ્યાસમુનિ જણાવે છે કે-જે વિદ્વાન ચેતનની સાથે ભેદભેદ અને એકત્વને દેખે છે તે દુખથી મુક્ત થાય છે. ( આવિમેઘિક પર્વ. ૨૭ “આપણે ધમ ' ગ્રંથમાં ' જૈન અને બ્રાહ્મણ' શીર્ષકવાળો લેખ, મકા. આર. આર. શેઠની કું, મુંબઈ, ત્રીજી આવૃતિ, ૮૬૩. RC si E1243201 : History of Indian Philosophy Vol. I, Cambridge Uni. Press, 1922, p. 179. તથા Motilal B. K. : The Central Philosophy of Jainism, L. D. Institute of Indology, Ahmedabad, 1981, p. 24. તથા મતા ન દે. ડિ' તરવજ્ઞાન છે. તે હા સ [વો], ગુY. તો એ સા , અમદ: વાદ, ૧૨૪, ૫. ૨૧-૨૧૯, , , For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy