________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. જે.
અવિચ્છિન્ન છે. આપણે “ વિચાર' આચાર માટે જ હતું અને તે. “ધમ ' એ સંજ્ઞાને અંગ્રેજી Religion કરતાં ઘણું જ વિશાળ અર્થ થાય છે અને તેમાં વ્યકિત અને સમાજના સમમ આચરણને તથા તેને લગતા નીતિ-નિયમોને સમાવેશ થાય છે. આપણે ત્યાં શંકર, રામાનુજ અને આભનવગુપ્ત, નાગાર્જુન, દિલ્મનાગ અને વસુબંધુ સિદ્ધસેન દિવાકર, ઉમાસ્વાતિ અને હરિભદ્રસૂરિ વગેરે જે વિચારતા હતા તે પ્રમાણે જ તે જીવતા હતા. તેમના આચાર-વિચાર વચ્ચે પૂરી એકવાકયતા હતી.
ભારતીય દર્શનમાં જેનદર્શન પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જૈન સાહિત્ય વિશાળ છે. વસ્તુના સ્વરૂપને નિશ્ચય કરવાની તેની પદ્ધતિ બીજાં દર્શનેથી જુદી તરી આવે છે. જૈન દર્શન અનેકાન્તવાદી દશન છે. બીજા એકાન્તવાદી દર્શને “જ' શબ્દને ઉપયોગ કરી, એકાંતિક શૈલીથી વસ્તુનું નિરૂપણ કરે છે. જેનામત સ્વાત' રૂપ છે. સ્યાદવાદ કે અનેકાન્તવાદ વિશ્વને જૈન દર્શનની એક મૌલિક ભેટ છે. જૈન ધર્મ એક અતિ પ્રાચીન ધર્મ છે. ઋષભદેવ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી જેવી વિભૂતિઓએ આ પુણ્યભૂમિની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વૃદ્ધિ કરી છે. જૈન ધર્મના સિદ્ધાંતને સટ કરવા મહાન આચાર્યોએ મહાન ગ્રંથ નિર્માણ કર્યા છે, જેમાં તેઓએ મધ્યસ્થપણે તત્વનિરૂપણ કરતાં પ્રજાના કલ્યાણ તરફ મુખ્ય દષ્ટિ રાખી છે. કોઈપણ દર્શનના સિદ્ધાંતને તેડી પાડવાની સંકુચિત વૃત્તિ તેમના વિશાળ વાલ્મયમાં જણાતી નથી. બો અને ન્ય સિદ્ધાંતોને સમન્વય કરવા તરફ તેમની ઉદાર દૃષ્ટિ જોવા મળે છે
જેનધર્મની કોઈ અસાધારણ વિશેષતા હોય તે મુખ્યત્વે તે અહિસા નથી, કે નથી તપ કે વૈરાગ્ય, પરંતુ તે તે છે તેને અનેકાન્તવાદ. સત્યને સમજવા માટે એકાંગી ન બનવું ૫ણુ સર્વાગી દાષ્ટએ સત્યને પામવા પ્રયત્ન કરવો એ જૈન દર્શનને મુખ્ય સિદ્ધાંત છે. તેના આ મોલિક સિદ્ધાંત વિષે જેટલું લખાય તેટલું ઓછું છે. આ સંબંધમાં આજ સુધીમાં પણ ઘણું લખાયું છે, વિશદ્ ચર્ચાઓ ચાલી છે, ખંડન-મંડન થયાં છે, અને આક્ષેપ અને પરિહારની ઝડીઓ વરસેલી છે. એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, પ્રાચીન, અર્વાચીન ગ્રંથેનું દહન કરી લખાયેલા આ નિબંધમાં તેની સત્કૃષ્ટતા, વ્યાપકતા અને સમન્વયિતા સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. સાથે સાથે તેના અનુમોદનમાં પ્રાચીન–અર્વાચીન અનેક પ્રમાણો-ઉદાહરણો સહિત સુપ્રસિદ્ધ વિદ્વાનોના અભિપ્રાય પણ જણાવ્યા છે.
વિચારમાં અનેકાન્ત અને આચામાં અહિસા :
ધર્મ ની વ્યાખ્યાઓ ધણી થઈ છે. “જે જીવનશુદ્ધિ અને સમૃદ્ધિની સાધના બતાવે તે ધર્મ'. આ વ્યાખ્યા ઉત્તમ જણાય છે. દરેક ધર્મમાં આત્મોદ્ધાર માટેની જે વિગતે છે તે મારફત જ માણસ પોતાની ઉન્નતિ સાધી શકે છે. આ સાધન બે રીતે થાય છે. પોતા પુરત વિચાર કરી આત્મશુદ્ધિથી આમવિજય કરવો અને અંતે મુક્ત થવું. આ પહેલી સાધના. બીજી દિશા એ છે કે તેમાં કેવળ વ્યક્તિને વિચાર ન કરતાં આખા સમાજને વિચાર કરવો. ગાંધીજીના
૨ “ના નિક્ષતે બ્રિજાનક્ષતyતે’– જનિનાથી પ્રતિજ્ઞા
For Private and Personal Use Only