________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય અને રાજય-સંબધ અગે શ્રી અરવિંદ
મહાત્મા ગાંધી પણ રાજ્યને તેના હિંસક આશ્રયને લીધે આત્મા વિનાનું યંત્ર લેખે છે તેમના મતાનુસાર લોકોનું સ્વરાજ કે સાચી લેકશાહી અસત્ય અને હિંસક સાધનો દ્વારા કદી પ્રાપ્ત થઈ શકે નહીં. રાજ્યને અર્થ બળની એકાગ્રતા છે. ગાંધીજી એમ માને છે કે વ્યક્તિની
સ્વતંત્રતા શુદ્ધ આહંસાના શાસન હેઠળ જ પ્રાપ્ત થઈ શકે, “રામરાજ્યમાં દરેક વ્યક્તિ પિતાને ચાલક છે. એ પોતાના પર રાજ્ય કરે છે અને પિતાના પડોશીને કદી વિનકર્તા બનશે નહીં. આવા આદર્શ રાજ્યમાં કોઈ રાજકીય સત્તા હશે નહિ કારણ કે કોઈ રાજ્ય હશે નર્યો. ”૧૫ પરંતુ ગાંધીજીને આદર્શ એ નિસર્ગની માફક સરળ બિનકેળવાયેલ સ્થિતિને પ્રકાશિત કરવાને છે. ત્યારે શ્રી અરવિંદ આધુનિક ઓધોગિક સંસ્કૃતિના ફાયદાઓને જતા કરતા નથી. ગાંધીજીના ચિંતનમાં પાશ્ચાત્ય ઔધોગિક અને યાંત્રિક સંસ્કૃતિ પ્રત્યે વધુ વિરોધ છે, ત્યારે શ્રી અરવિંદના ચિંતનમાં એવું જોવા મળતું નથી. ગાંધીજીના ચિંતનમાં સત્ય અને અહિંસાના નૈતિક ત પર ભાર મુકવામાં આવ્યો છે. શ્રી અરવિંદ વ્યક્તિ અને સમાજના આધ્યાત્મિક રૂપાંતરને વધુ મહત્વનું લેખે છે. ગાંધીજી અને શ્રી અરવિંદ બંને એક બાબતમાં સંમત થાય છે કે આદર્શ રાજ્ય શાંતિચાહક હેવું છે એ. વિજ્ઞાનસ્વરૂપ સમાજના (Gnostic society) ઉદ્દભવમાં એક બાબત સ્પષ્ટ છે કે તેમાં યુદ્ધના પ્રાણલક્ષી અનિષ્ટને સંપૂર્ણપણે દૂર કર્યું હશે. શ્રી અરવિંદ માને છે કે વધુ ઉજજવળ ભવિષ્યની પ્રાથમિક શરત એ છે કે મનુષ્યના આત્મતત્વની સુપ્ત શક્તિને પ્રગટ કરવી.
આદર્શ સમાજનું પ્રેરકબળ આધ્યાત્મિક ભ્રાતૃભાવની ભાવના છે. તેને અર્થ આંતરિક એકતાની ચરિતાર્થતા છે. એ પરિસ્થિતિમાં જ અહંકાર સંપૂર્ણપણે દૂર થશે અને વ્યકિત તેમજ સમાજની પૂર્ણતા પ્રાપ્ત થશે. આવા આધ્યાત્મિક સમાજ માં શ્રી અરવિંદના મતાનુસાર આધ્યાત્મિક વિલીનીકરણ મૂર્તિમંત થશે. બધા મનુષ્ય મુક્ત થશે અને પ્રત્યેક મનુષ્ય ઊદ્ધ દિવ્ય નિયમના પાલનને પ્રગટ કરશે. શ્રી અરવિંદ એમ વિચારે છે કે આવા આધ્યાત્મિક આદશની પ્રાપ્તિ કે આધ્યાત્મિક વિલીનીકરણ એ દૂરને આદર્શ છે એને મૂર્તિમંત કરવો સહેલે નથી પરંતુ ચિંતનાત્મક વિલીનીકરણને ચરિતાર્થ કરવું એ એટલું દૂર નથી. વર્તમાન માનવજાતિની કટોકટી એ સ્વતંત્રતાને આદર્શ અને અત્યાચાર તેમ જ નિયંત્રણ વચ્ચેના ગજગ્રાહમાં ઘેરાયલી છે સમાજવાદના સ્થાપનથી ચિંતનલક્ષી વિલીનીકરણને વેગ મળે એવું બને તેમ છે. આમ છતાં ચિંતનાત્મક વિલીનીકરણને સ્થાપવું એ શ્રી અરવિંદનું ધ્યેય નથી. એ આધ્યાત્મિક વિલીનીકરણ અને આધ્યાત્મિક સમાજને મૂર્તિમંત કરવાના હિમાયતી છે. શ્રી અરવિંદ 'માનવ વિકાસચક'માં કહે છે કે “ આધ્યાત્મિક સ્વરૂપ બનેલો સમાજ તેની આધ્યાત્મિક વ્યક્તિઓની માફક અહંકારમાં નહિ પરંતુ આત્મામાં સ્થિર હશે. તે એક સામુદાયિક અહંકાર રૂપે નહિ પરંતુ સામુદાયિક આત્મારૂપે જીવન ગાળશે. અહમ્ પ્રધાન દષ્ટિમાંથી આ રીતે મુક્ત રહેવું એ આધ્યાત્મિક સમાજનું સૌથી પ્રથમ અને અત્યંત આગળ પડતું લક્ષણ હશે.૧૬
૧૫ ગાંધીજી : યંગ ઈન્ડીઆ : ૨, જુલાઈ ૧૯૩૧, ગ્રંથ ‘મહાત્મા’ વો. ૧, ૧૮૬૯-૧૯૨૦, ડી. જી. તે ડૂલકર, વિઠ્ઠલભાઈ ઝવેરી, ૧૯૫૧, પા. ૩૨૨-૩૨૬,
૧૬ શ્રી અરવિદ : હ્યુમન સાઈકલ , ૯, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન કલેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પાંદિચરી. ૧૯૬૨, પા. ૨૭૭-૭૮.
For Private and Personal Use Only