SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજ્ય-સંબંધ અને શ્રી અરવિંદ દબાવીને એ સત્તા મેળવી શકે છે અને બાહ્ય જગતને પિતાની જરૂરિયાતના નિમ્નવતી સાધન તરીકે જાળવી શકે છે. મનુષ્યની ઉત્ક્રાંતિમાં સામાજિક નિયંત્રણ અને સંગઠ્ઠન દ્વારા જે મહાન સેવા કરવામાં આવી છે તેની નોંધ કી અરવિંદ લીધી છે. મનુષ્યના જે નિગ્નતાર્કિક અને સામાજિક રીતે તેની હિંસક વૃત્તિઓ તેમજ તેના આવેગો રહ્યા છે તેના પર સ્વૈરિછક રીતે અંકુશ રાખવો મુશ્કેલ છે. તેના પર કોઈ બામ ધારાકીય વ્યવસ્થા દ્વારા નિયંત્રણ લાવી શકાય છે. સમાજના પ્રારંભિક તબક્કામાં કોઇ ફરજિયાત અંશોનું આધિપત્ય જરૂરી છે. આધિપત્યના ખ્યાલને દૂર કરવા પ્રાણલક્ષી કે હિંસક વિચારધારા પ્રયોજિત કરવામાં આવી છે શ્રી અરવિંદ એમ માને છે કે આ પ્રાણલક્ષી સ્તરને અને બાવા નિયંત્રણને દૂર કરવું અને તેનાથી આગળ જવું આવશ્યક છે. ' અધ્યાત્મવાદી વિચારક તરીકે એ માને છે કે બાઘ ધારાકીય અને યાંત્રિકત્વની જગ્યાએ ઋણ સ્વીકારને અંતલક્ષી નિયમ અને સ્વ-નિર્મિત સંહિતા સ્થાપિત કરવી જરૂરી છે. માનવવિકાસ ચક્ર માં શ્રી અરવિંદ કહે છે કે “ સામાજિક રાજ્યની પૂર્ણતા એવી છે કે જેમાં સરકારી દબાણ એકદમ નાબુદ થાય અને મુક્ત કબુલાત તેમ જ સહકાર દ્વારા પોતાના ભાઈભાંડ સાથે મનુષ્ય રહી શકે તેનું સ્થાપન થાય.૧૧. બૌદ્ધિક કે તાત્ત્વિક વિલીનીકરણ: - શ્રી અરવિંદના મતાનુસાર બૌદ્ધિક વિલીનીકરણના બે મને વૈજ્ઞાનિક આધારે છે. પ્રથમ, જે માનવચિત પિતાના માટે સ્વતંત્રતાની માગણી કરે છે એ અન્ય માણસોને પણ સરખી જ સ્વતંત્રતા આપવા માટે પ્રેરાય છે. બીજ', મનુષ્યમાં અન્ય મનુષ્ય માટે નૈસર્ગિક સહાનુભૂતિ રહી છે અને સ્વતંત્રતા, સમાનતા તેમજ તુરત જ સહકારને આધારે સામાજિક અને રાજકીય વ્યવસ્થા રચવા માટે એ તેયાર છે. પ્રાણલક્ષી કે હિંસક વિલીનીકરણ કરતાં મનુષ્યના સ્વભાવમાં બોદ્ધિક કે તાત્વિક વિલીનીકરણ રહ્યું છે. એને અહીં સ્વીકાર કરવામાં આવે છે. શ્રી અરવિંદ કહે છે કે “બોદ્ધિક વિલીનીકરણને વિચાર તેનું ધ્યેય અને સૂત્ર, તેની તાકિક પરાકાષ્ઠાએ તેને લઈ જાય છે. અને મનુષ્યના સ્વભાવમાં જે દિવ્યતત્ત્વ રહ્યું છે તેને યથાર્થ સત્યને એ સ્થાપે છે. સામાજિક સિદ્ધાંતના કેટલાક અતિશયોક્તિભર્યા પ્રયોગો થયા છે તેને તે વિરોધ કરે છે. મનુષ્ય દ્વારા મનુષ્ય ઉપરની સરકાર કોઈ ફરજિયાત કાયદે લાદે તેને તે અનિષ્ટ, અત્યાચાર, શુભના સિદ્ધાંતની વકૃતી અને માનવજાતિની પૂર્ણતાને કચડી નાખે એવી શક્તિ તરીકે લેખે છે.૧૧ - " તેમાં રહલે સામાજિક સિદ્ધાંત અગ્ય છે. તેને માનવબુદ્ધિ પડકારે છે. સર્ગિક સ્તર પરથી મનુષ્યની પડતી થાય છે. પરંતુ શ્રી અરવિંદ એમ માને છે કે ભૌતિક વિલીનીકરણને સિદ્ધાંત પણ મનુષ્યની સમસ્યાનું નિરાકરણું લાવી શકે એમ નથી કારણ કે આ સિદ્ધાંતને આધાર તક છે. અને તર્ક એ મધ્યમ કક્ષાનું સાધન છે. પ્રકૃતિની ઉત્ક્રાંતિની એ gયામાં ઉચી શક્તિ નથી. મનુષ્યને આત્મા એ તર્કથી પર છે. તેથી આત્મતત્ત્વ દ્વારા આ વિલીનીકરણ બાદ - * સ્વા 11 ઉપર મુજબ, પા. ૨૬૮-૨૬૮, ૧૨ ઉપર મુજબ, પા. ૨૬૬, ૮ For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy