________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ જેવી
હેગલ તિક જીવનના શાસન હેઠળ સમાજ અને રાજપને વિચારે છે. સમુહના નૈતિક સ્વરૂપમાં વ્યક્તિને નિમ્નવર્સી ખ્યાલ સામેલ છે. પરંતુ શ્રી અરવિંદ સમૂહ કરતાં વ્યક્તિને વધુ મહત્વ આપે છે કારણ કે વ્યક્તિ એ આત્માને આવિર્ભાવ છે એટલું જ નહિ પરંતુ ઉત્ક્રાંતિની ચાવી છે.
શ્રી અરવિંદ કહે છે કે “ આત્મા તરીકે વ્યક્તિ તેની માનવજાતિમાં મર્યાદિત નથી. એ મનુષ્યથી પણ વધુ મહાન બની શકે તેમ છે. મનુષ્ય દ્વારા વિશ્વ અભિવ્યક્ત થાય છે તેમ છતાં મનુષ્ય વિશ્વથી એક ડગલું આગળ જ શકવા શક્તિમાન છે. તે એને ઓળંગી જઈ શકે છે. એ રીતે એ સમુહમાં મર્યાદિત નથી. જો કે તેને પ્રાણુ અને તેનું મન સામૂહિક મન અને પ્રાણુના ભાગ છે, એમાં કંઈક એવું તત્વ છે જે આથી પર જઈ શકે છે. વ્યક્તિ સામૂહિક અસ્તિત્વનો કેવળ જીવકોષ નથી અને સમૂહતમાંથી તેને જ પાડવામાં આવે તો તેનું અસ્તિત્વ મટી જશે નહિ. સમૂહ અને જાત એ સમગ્ર માનવજાતિ કે જગત નથી. વ્યક્તિ પોતાના દ્વારા અસ્તિત્વ ધરાવી શકે છે અને માનવજાતિમાં તેમ જ જગતમાં રહી શકે છે.”૮ સમૂહની પૂર્ણતા વ્યક્તિની પૂર્ણતા દ્વારા જ શકય બને છે. વ્યકિતના આત્માનું આધ્યાત્મિક અને પરાત્પર મૂલ્ય અને એ અંગેને વેદાંતને ખ્યાલ શ્રી અરવિંદના ચિંતનમાં અગ્રિમ ભાગ ભજવે છે. જો કે પાશ્ચાત્ય આદર્શવાદી ચિંતકો અને શ્રી અરવિંદ એ બાબતમાં સંમત થાય છે કે સામૂહિકતા એ કેવળ નામ નથી પરંતુ સેન્દ્રિય એકમ છે તેમ છતાં વ્યક્તિ અને સમૂહતત્વ વચ્ચેના સંબંધના ખ્યાલમાં શ્રી અરવિંદ એ બધાથી જુદા પડે છે.
જેમ શ્રી અરવિંદ રાષ્ટ્રના આત્મા અને રાષ્ટ્રના અહમ વચ્ચે ભેદ પાડે છે એમ સમૂહના આત્મા અને અહમ વચ્ચે પણ ભિન્નતા રહી છે એમ એ દર્શાવે છે. શ્રી અરવિંદ કહે છે કે અહમ એ રૌત્ય પુરુષનું (Psychic Being) બાહ્ય અને જુઠું સ્થાનાપન્ન છે. એ ભેદ ભિન્નતા અને મર્યાદાની શક્તિ છે. એ આત્મચેતના અને આત્મપ્રતીતિના ઉપરછલ્લા સ્વરૂપનું નિમ્નવતી સાધન છે. જયારે અધમનની શક્તિનું અવતરણ થાય છે ત્યારે અહમ તત્ત્વ નાશ પામે છે. પરંતુ જેમ અહમ વ્યક્તિના સ્તર પર ક્રિયાશીલ છે તેમ એ રાષ્ટ્ર અને સમૂહના સ્તર પર પણ ક્રિયાશીલ રહી શકે છે. જે પ્રાણલક્ષી ચેતના આત્મસંતુષ્ટ છે એ સામૂહિક અહમ ને ઊંચે ચડાવે છે અને એ રાષ્ટ્ર કે જાતિને આત્મા હાય એમ બેલે છે. આપણે આ જર્મનીના રાષ્ટ્રવાદમાં અને નોડિક જાતિના સામૂહિક અહમ ના સાંપ્રદાયિક વિચારમાં તેના ઉદાહરણ તરીકે જોઈએ છીએ. એ વિકત રાજકીય વિચારધારા હતી. એ કોઈ સામૂહિક તત્ત્વને આમાં નથી. પરંતુ એ અચેતનમાંથી ઉડતું પ્રાણલક્ષી બળ છે જો બુદ્ધિ તેને માર્ગદર્શન આપવાની ના પાડે તે આસુરી બળ દ્વારા તેને અનુમોદન મળે છે અને એ જાતિ માટે ભયજનક છે. આ વધુ પડતું વિસ્તૃત અહમતત્ત્વ છે. એ આધ્યાત્મિક વિકાસ માટે ખતરનાક છે. આવો અહમ આંતરિક વિગ્રહ અને યુદ્ધ તરફ દેશને દોરી જાય છે. તેને વિકાસ બીનસંવાદિતા, યુદ્ધખોર માનસ તરફ દેશને લઈ જાય છે. એ રાષ્ટ્રીય અહમ જેટલો જ દુષિત છે. તેથી સામૂહિક અહમ ની જગ્યાએ શ્રી અરવિંદ કહે છે કે સામૂહિક આત્માને વિકાસ થવો જોઈએ.
૮ શ્રી અરવિંદ : લાઈફ ડીવાઈન . ૨, પાર્ટ ૨, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશન, શ્રી અરવિંદ આશ્રમ, પદિચેરી, ૧૯૫૫, પા. ૧૦૦૫-૧૯૦૧,
For Private and Personal Use Only