SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય અને રાજ્ય-સંબધ અને શ્રી અરવિંદ ( Organic ) સામ્યતાને ઉપયોગ કરે છે, “ જેમ વ્યક્તિને શરીર અને જીવન આપ્યા છે તેમ રાષ્ટ્ર અને સમાજને નેતિક અને સૌદર્યલક્ષી સ્વભાવ છે. સમાજની વિવિધ શક્તિઓ પાછ વિકાસશીલ મન અને આત્મા છે. ” શ્રી અરવિંદ સમાજના બે ભાગ દર્શાવે છે. એક ભાગમાં નસર્ગક સેન્દ્રિયક્ષુધા અને વાસનાના અંશે રહ્યા છે. બીજી તરફ તાર્કિક અને બૌદ્ધિક માનવસંબંધ રહ્યા છે. સેન્દ્રિય સમાજ, સહજવૃત્તિ કે સામૂહિક જીવનની પ્રેરણા દ્વારા સામાજિક આંતરક્રિયાઓ થયા કરે છે. બૌદ્ધિક રીતે આયોજિત તાર્કિક સંગઠ્ઠન દ્વારા જે કાર્ય માં માં થાય છે એ મર્યાદિત વર્તુળમાં પ્રસાર પામે છે. “ જાતિ ધર્મ' અને ' કુળ ધર્મ' જે ભારતમાં અવશેષ તરીકે રહ્યા છે એ જના નૈસર્ગિક કે સેન્દ્રય સમાજના જીવતા રહેલા પ્રતિનિધિ છે. જૂના પરંપરાગત સમાજમાં લોકોની ચાલચલગત અને જીવનને સંચાલિત કરનાર એ “રાજ્ય ’ નહોતું પરંતુ જૂથ-આત્મા હતું. તેને અમેરિકન સમાજશાસ્ત્રી સુમને લોકાચાર (Folkway) અને ધેર (Mores) કહે છે. તેને પોતાની આત્મસંચાલનની વિકસિત પરિપાટી હોય છે. શાસકો આવા સમાજમાં સર્જકો નહેતા, પરંતુ જૂથ–આત્મા દ્વારા રચાતા રૂઢગત સંસ્થાના કેવળ સાધને હતા. આ સંદર્ભમાં શ્રી અરવિંદ અમુક વિશિષ્ટ સંસ્થાઓને ઉલેખ કરે છે, જેમ કે ભારતીય પંચાયત, એથેન્સની “ જ્યુરી” વ્યવસ્થા અને રામની “ કોમીટીઆસ'-આ દ્વારા નૈસગિક સેન્દ્રિય સમાજ ધારાકીય વહીવટ સંચાલિત કરતે હતો. આ સંસ્થાઓના અસરકારક શાસન દ્વારા વ્યક્તિનું મૂલ્ય ધટી ગયું હતું અને સમાજનું વર્ચસ્વ વધ્યું હતું. એમ જણાય છે કે વ્યક્તિના પ્રાધાન્યને ખ્યાલ પછીથી ધીમે ધીમે ઉભા હતા. સમાજ એ સેન્દ્રિય એક્રમ છે એ ખ્યાલ રવિન્દ્રનાથ ટાગોર અને બિપીનચંદ્ર પાલના સામાજિક લખાણોમાં પણ જોઈ શકાય છે. સમાજ એ સેન્દ્રિય એકમ છે અને તેના ભાગ તરીકે આપણી વ્યક્તિલક્ષી અભિલાષાઓ રહી છે."* પાલ કહે છે કે “ સમાજ એ સેન્દ્રિય સમષ્ટિ છે. તેમાં નિર્બળ અને પ્રબળ, તંદુરસ્ત અને રોગિષ્ઠ, નાની અને અજ્ઞાની, તવંગર અને ગરીબ, સારા અને નરસા એ સામાન્ય સમષ્ટિના સેન્દ્રિય ભાગ છે. સમાજને સેન્દ્રિય ખ્યાલ એ લેટે (૪૨૭ ઈ. સ. પૂર્વે-૩૪૮) અને સંત પિલના લખાણમાં જોઈ શકાય છે. આધુનિક સમયમાં કોટ, સ્પેન્સર, લીલીએનફિલ્ડ અને પેન્ગલરના લખાણમાં જોઈ શકાય છે. શ્રી અરવિંદ તત્ત્વચિંતકની દષ્ટિએ વ્યકિતનું અપાર્થિવ મુય દર્શાવે છે. તેથી આ સેન્દ્રિય ખ્યાલને ઉપયોગ વધુ કરતા નથી. પરંતુ સમાજ એ બિન-યાંત્રિક છે એ દર્શાવવા તેને નિર્દેશ ૨ શ્રી અરવિંદ: સેશ્યલ એન્ડ પોલિટીકલ થેટ . ૧૫, શ્રી અરવિંદ બર્થ સેન્ટીનરી લાઈબ્રેરી ( એસ એ બી એલ ), શ્રી અરવિંદ આશ્રમ, પદિચેરી, પા. ૧૫૯. ૩ શ્રી અરવિંદ: આઈડીઅલ ઓફ હ્યુમન યુનિટી . ૯, શ્રી અરવિંદ ઈન્ટરનેશનલ સેન્ટર અફ એજ્યુકેશન કલેકશન, શ્રી અરવિંદ આશ્રમ, પોંદિયેરી, ૧૯૧૨, પા. ૫૮૧-૫૮૨. ૪ ટાગોર રવિન્દ્રનાથ : “ સાધના', મેકમીલન એન્ડ કું. લિપીયર, કલકત્તા, ઈડીઅન એડીશન, ૧૯૨૦, પા. ૬૩, ૫ પાલ બિપીનચંદ્ર: નેશનાલિટી એન્ડ એમ્પાયર, ગ્રંથ વંદેમાતરમ્ એન્ડ ઈન્ડીઅન નેશનાલીઝમ (૧૯૦૬-૧૯૦૮ –હરિદાસ મુખરજી એન્ડ ઉમા મુખરજી, કે. એલ. મુખોપાધ્યાય, કલકત્તા-૧૨, ૧૮૫૭, પા. ૨૫ For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy