SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસતકુમાર મ. ભટ્ટ પૃષ્ઠ ઉપર ) રજ કરે છે. ૧૨ વળી, ઉપલબ્ધ-છપાયેલી આવૃત્તિઓમાં જે લુપ્તાંશ હશે તે દરેકને પણ રજૂ કરે છે. બીજા શબ્દોમાં કહીએ -મહાભારતની પાઠસમીક્ષાનો આ પુરુષાર્થ મૂળ ગ્રન્થકાર વ્યાસને અભિપ્રેત હોય એવા પાઠની શોધ કરવી ”—તે નથી; અને તે શક્ય પણ નથી, પરંતુ સમગ્ર ભારતવર્ષની વિદ્યમાન તમામ જુદી જુદી હસ્તપ્રતોમાં કે ક પાઠ સંક્રાં મત થતે આવ્યો છે ?'' તેને પસંહાર ન્યાયથી (Eclectic principles ઉપર ) એકત્ર સંગ્રહ રજૂ કરવા માટે આ પુરુષાર્થ છે. (T)-૩ઃ જે કૃતિને પાઠ અનેક પ્રવાહીના પરસ્પર સંમિશ્રણ થયા પછીની અનેકાનેક હસ્તપ્રતમાં ઉતરી આવ્યો હોય, દા. ત. પંચત–; તેમની પાઠસમીક્ષા કરનારે કાલપ્રવાહમાં બને એટલા પ્રાચીનતર પાઠની એષણા કરવી પડે છે; અને તેમાં મૂળ આદર્શ પ્રતના પાઠ સુધી, પાછે પગલે ચાલીને પહોંચવાને પુરુષાર્થ આદરવો પડે છે. આવા પ્ર બાબતે પૂર્વોક્ત ચાર તબક્કવાળી પાઠસમીક્ષાનો પુરસ્કાર કરવો વધુ પ્રશંસનીય છે. આમ પાઠ્યગ્રન્થની ઉપલબ્ધ થતી હસ્તલિખિત પ્રતની સંખ્યાના વૈવિધ્યથી શરૂ કરીને, સંતુલન પત્રિકા તથા વંશવૃક્ષની ઉદ્દભાવનાથી પાઠના સંક્રમણને, તેમના પ્રવાહને જે રીતે ચિતાર ખડે થાય તદનુસાર આલેચનાત્મક પાઠસંપાદન કયારે કરવું, ક્યારે પ્રાચીનતમ હસ્તલખિત પ્રતને વજન આપવું, કયારે મોટા ભાગની હસ્તલિખિત પ્રતે શું કહે છે તે તરફ ધ્યાન આપવું, ક્યારે અનુસન્ધાન, સંશોધન સંસકરણ અને ઉચ્ચતર સમીક્ષા જેવા ચતુર્વિધ તબક્કાઓવાળી પાઠસમીક્ષા હાથ ધરવી, અથવા કયારે તે પ્રક્રિયામાંથી ચીલો ચાતરીને ગુણો પસંહાર ન્યાયથી સારગ્રાહી દષ્ટિકોણથી પાઠ સંપાદન હાથ ધરવું વગેરેને નિર્ણય કરવાને રહે છે. ટૂંકમાં કયા પ્રકારની કૃતિને માટે કેવી પદ્ધતિને અનુસરીને પાઠ- સંપાદન કરવું, પાઠ સમીક્ષા શાસ્ત્રને પ્રવર્તાવવા માટે ઉપયુક્ત વિકમાંથી કયે શ્રેષ્ઠ પુરવાર થશે તે વિશે કશીક નિશ્ચિતતા હોવી જરૂરી જણાય છે. 12 A critical edition of the Mahābhārata in the preparation of which all important versions of the Great Epic shall have been taken into consideration, and all important manuscripts collated, estimated and turned to account. Since all divergent reading of any importance will be given in the critical notes, printed at the foot of the page, this edition will, for the first time, render it possible for the reader to have before him the entire significant manuscript evidence for each individual passage.--Sukthankar V. S., Op. Cit. p. IV. For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy