SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદગત કવિ * પતીલ'નાં અપ્રગટ હિંદી અગ્રેજી ગીતકા G In time of emergency, in true voice Giving frank Judgment either for a cause Or against any mandate, order code. That would make people deeply its rejoice; Newspapers sometimes, prove their true award Condemning nuisance of unhealthy laws. કવિનું દુ: ખદ નિધન તો ઈ.સ. ૧૯૩૦માં થવા પામ્યું હતું અને તેમને માજી વડા પ્રધાન ઈદિરા ગાંધીએ જાહેર કરેલી કટોકટીના અનુભવ થયે ને હતા, છતાં તેમણે આ કાવ્યમાં કટોકટીને નિર્દેશ કર્યો છે, જે ભારતમાં ઈ. સ. ૧૯૭૫માં જાહેર કરાઈ હતી. અહીં કવિએ અખબારોની સુંદર જાહેર સેવાને સરસ રીતે બિરદાવી છે. નોંધપાત્ર પ્રદાન આમ ગુજરાતના આ અલગારી અનોખો કવિ, જેને બ. ક. ઠાકોરે “ભૂપ તું સુભાનવાડી” “દા ખતરે મગન તું કહી બિરદાવ્યો છે તે, “પતીલ ઈકલેરાટી' એ અંગ્રેજી કવિતાસૃષ્ટિમાં યે નોંધપાત્ર સબળ પ્રદાન કર્યું છે, જે ઘણું ઓછી ગુજરાતી કવિઓએ કર્યું છે. એક રીતે કહીએ તે કવિની ગુજરાતી કવિતામાં પ્રગટ થતી વિશિષ્ટતાએ એમની અંગ્રેજી કવિતામાં પણ નજરે પડે છે. એમની ગુજરાતી કવિતાની જેમ અંગ્રેજી કવિતાઓ પણ એમના જમાનાનાં આંદોલને કે વિશિષ્ટ પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ ઝીલતી નથી. કવિને બાયરની વિષાદી ભાવ, સ્વમાનની ઉતકટ વૃત્તિ, અખતરાપ્રિયતા અને આત્મલક્ષીતા એમની અંગ્રેજી કવિતાની અત્યંત નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. સેરિયન, પેન્સેરિયન, શેલીની સકાયેલાર્ક, કીટ્સના ઓડઝ, ટેનિસનની ઈ-મેગેરિયમ આદિ અંગ્રેજી કવિતાનાં કેટલાંક સ્ટાન્ઝોઈક કલેક સ્વરૂપ (forms)માં પતીલે કાવ્યસર્જન કર્યાનું નિરંજન ભગત દર્શાવે છે. બ. ક. ઠાકોરના શબ્દોમાં કહીએ તો પિતાના જમાનાના વાતાવરણની અસરો કરતાં જાતની ખાસિયત જ વધારે ઉપસાવતા આવા સર્જકો ઓછા પાકે છે. અપ્રગટ હિંદી કાવ્યગીત-પ્રકૃત-પ્રભુભક્તિ, દેશભક્તિ કવિનાં અપ્રગટ હિંદી કા પર દૃષ્ટિ કરતાં જણાય છે કે તેમાં પ્રકારની દષ્ટિએ સેનેટ, ત, પદ, ગીત, ગઝલ, રાસ, તરાનાને સાખીનું વિષયની દૃષ્ટિએ સમાજ, દેશભક્ત, પ્રકૃતિ, પ્રણય અને પ્રભુભક્તિ આદિ વિષયનું તથા ઈદની દષ્ટિએ પૃથવી, મુકત ભ્રમરાપતિ આદિનું ખેડાણ તેમણે કર્યું છે. તેમાં આમલક્ષી ને ચિંતાનંત વણાયેલ છે. કાવ્યબાની Poetic diction માં ગુજરાતી શબ્દની ચેજના એ તેમની એક મર્યાદા બની રહે છે. “કસરબાગ'માં સંક્ષિપ્ત પણ સરસ પ્રકૃતિવર્ણન છે. “ઝરૂખે પે ચાંદીમાં દષ્ટિને પ્યારે, ને દુનિયાને ત્યારે હસતે ટહેલત ઝરૂખા પર ઊતરતો ધીમો ફીક દિલપસંદ ચંદ્રમા કેવો સુંદર લાગે છે તેનું સુરેખ મિતાક્ષરી આલેખન છે, “ ઉષાસુંદરી'માં શોભીતી કેસરિયા ચુંદડી પરિધાન કરી આશ્રમંજરી શી તાજી સ્વયં ગીતગાગર જેવી ઉષાના આગમનને કવિ વધાવે છે ને તેને પિતાની પ્રેયસી કહીને સંબોધે છે. For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy