SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાણુ દર્શન અને વિમર્શ અતિશયોક્તિપૂર્ણ હોય પરંતુ તે સત્યના પાયાથી વેગળી હતી નથી. આ સાભ્રમતીમાહામ્યમાં (અધ્યાય ૧૫૮) “પિચુમંદાકં તીર્થ અને ઉલેખ મળે છે અને તેને સૂર્ય તીર્થ તરીકે વર્ણવવામાં આવ્યું છે. સ્થળતપાસમાં શોધખોળ દરમ્યાન અમદાવાદના રાયખડ વિભાગમાંથી સૂર્યની વિવિધ મૂતિઓ મળી આવી છે; ગાયકવાડની હવેલીના એક ભાગમાં જડેલી સૂર્ય મૂર્તિ પણ પ્રાપ્ત થઈ છે. આ ઉપરથી અનુમાન કરી શકાય કે પુરાક્ત “પિચુમંદાકતીર્થ '' અમદાવાદમાં રાયખડ વિભાગમાં હતું ; વળી પુરાણોક્ત દટાક્ષિતીર્થ સપ્તર્ષિના ઓવારા પાસે કેલીકા પંપીંગ સ્ટેશન પાસે આવેલું હતું એમ કહી શકાય, કારણ કે ઈ.સ. ૧૬મી સદીની આરસપહાણની મહિષાસુરમર્દિનીની મૂર્તિ અત્યારે ચામુંડાદેવી તરીકે ત્યાં પૂજાય છે. આ પુરાવાના આધારે અત્યારે ઉપલબ્ધ પદ્મપુરાણુન્તર્ગત સામતીમાહાને ઈ.સ. ૧૬મી સદીમાં મૂકી શકાય. રા.શા માહાસ્યને ઉલેખ નારદીય પુરાણમાં પણ મળે છે, તેથી તે ભાગ અને નારદીપુરાણુની ઉપલબ્ધ આવૃત્તિ પણ ઈ.સ. ૧૭મી સદીમાં મૂકી શકાય. આમ આ સંયુક્ત અભ્યાસ પુરાણના કાલનિર્ણય માટે મદદરૂપ બને છે. પુરાણે અતિપ્રાચીન છે. ઋગવેદમાં “પુરાણ” અને “પુરાણી” શબ્દ “પ્રાચીન” (જનું)ના અર્થમાં વિશેષણ તરીકે પ્રયોજાયેલા જોવા મળે છે; અથર્વવેદ (૧૧.૭.૨૪, ૧૫.૬.૧૧)માં પુરાણ, ઇતિહાસ અને બહતી દિશાના ઉલેખ પ્રાપ્ત થાય છે. અન્ય પ્રાચીન ગ્રંથમાં પણુ પુરાણુને ઉલેખે પ્રાપ્ત થાય છે. પુરાણુને “પંચમવેદ” પણ કહેવામાં આવ્યો છે (સ્કન્દ પુરાણ, રેવાખંડ ૧.૧૮). મતસ્યપુરાણુ પુરાણુને વેદો કરતાં પણ પ્રાચીન ગણાવે છે: पुराणं सर्वशास्त्राणां प्रथम ब्रह्मणा स्मृतम् । नित्यं शब्दमयं पुण्यं शतकोटिप्रविस्तरम् ॥ બનત્તરે ૪ વાગ્યો કાચ નિઃસૂતા: ૩.૩-૪ iા દ્રષ્ટ્રવ્ય એજન ૫૩.૩ વૈદિકકાળમાં “વેદધારા” અથવા ઋષિધારા” અને “પુરાધારા ” અથવા મનધારા” એમ બે વિચારધારાઓ જોવા મળે છે. પુરાણુધારા લોકવૃત્ત સાથે સંકળાયેલ હતી. આ સંદર્ભમાં ઉપયુંક્ત મસ્યપુરાણના વચનને વિચાર કરતાં કહી શકાય કે પુરાણની મૌખિક પરંપરા વેદપરંપરાથી પ્રાચીન હાય. વિશાળ પુરાણસાહિત્યમાં ૧૮ પુરાણોને “મહાપુરાણે” તરીકે વર્ણવવામાં આવ્યાં છે. આ મહાપુરાણે આ પ્રમાણે છે :-૧ માર્કડેયપુરાણ, ૨ મત્સ્યપુરાણ, ૩ ભાગવતપુરાણ, ૪ ભવિષ્યપુરા , ૫ બ્રહ્મવૈવર્ત પુરાણ, ૬ બ્રહ્માંડપુરાણ, ૭ બ્રહ્મપુરાણ, ૮ વિષ્ણુપુરાણ, ૯ વામનપુરા ૭, ૧૦ વાયુપુરા, ૧૧ વરાહપુરાણ, ૧૨ અગ્નિપુરાણ, ૧૩ નારદપુરાણ ૧૪ પદ્મપુરાણ, ૧૫ લિંગપુરાણ, ૧૬ ગરુડપુરાણુ, ૧૭ કુર્મપુરાણુ, ૧૮ કન્દપુરાણ. ટૂંકામાં આની રજુઆત આ પ્રમાણે છે: भदयं मद्रयं चैव वृत्रयं बचतुण्टयम् ! ક-ના-પ-તિ --Airન કુરાન પૃથ૬ જૂથ છે દેવીપુરાણ ૧.૩.૨ For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy