SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયત છે. ઠાકર માટે પણ વધારે પ્રચલિન - વડાદ• ' એ નામને જ વીકાર્યું છે અને અંગ્રેજી માં પણ આ વિશેષનામત “Vadodara' એ રીતે જ લખવાનું પ્રચલિત કર્યું છે, જે સર્વ રીતે સમુચિત જ છે. આજે નદીના બને કાંઠે વડોદરા વસેલું છે; પણ મૂળ વડાદરા તે પૂર્વતીરે જ હતું. આથી પ્રાચીન ઉલેખો તે પૂર્વ તરફના વિભાગ માટે જ થયેલા છે. વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં સચવાયેલ એક તામ્રપત્રની નોંધ કરવા અહીં આવશ્યક છે. આ તાંબાના દાનપત્રમાં જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રકૂટ રાજા કસુવર્ણવષે શક સંવત્ ૭૩૪ (ઈ. સ. ૮૧૨ )ના વૈશાખ માસની પૂર્ણિમાએ વલભીવાસી સમાદિત્યના પુત્ર ભાનુને વડપક દાનમાં આપેલું. આ તામ્રપત્રમાં વડપઠકની ચારે બાજુની સીમા સ્પષ્ટ રીતે દર્શાવી છે. આ સીમાના આધારે પ્રખર પુરાતત્ત્વવિદ્ છે. રમણલાલ ના. મહેતા એવો નિર્ણય કરે છે કે મૂળ વડોદરા વિશ્વામિત્રીના તટ ઉપર પહાડી નાળા અને દાંડિયાબજાર નાળાની વચ્ચે કંઇક ઉચ્ચ એવા કોઠીપ્રદેશમાં વસેલું હતું. ૧૩ આ હકીકત વિમલેશ્વરની પાસે વડોદરા વસાવ્યાની વિશ્વામિત્રીમાહાસ્યની કથાને પુષ્ટિ આપે છે. પરંતુ સમલ રાજાના વિમલ થયાની તે ગ્રન્થની કથાને કશે. ઐતિહાસિક આધાર પ્રાપ્ત થઈ શકતો નથી. જેમણે હાલના વડોદરાના અટપ્રદેશમાં તેમ જ અન્ય વિસ્તારમાં પુરાતત્વીય ખેદકામ કરેલું તેવા છે. મહેતા સ્પષ્ટ રીતે જાવે છે કે જેનું પ્રાચીન નામ અંકક હતું તે અકોટા આનરરાષ્ટ્રીય વેપાર ધરાવતું શહેર હતું અને વડોદરા તો કોઠીના ઉચ્ચ પ્રદેશ ઉપર વસેલું તે નગરનું એક નાનકડું પડ્યું હતું !૧૪ નવમા શતકમાં દાનમાં અપાયું હોવાથી ત્યાં સુધી વડપકક બહુ જ ધીમી ગતિએ વિકાસ પામતું હશે-વિશેષ: નજીક આવેલા અંકોક શહેરના અસ્તિત્વને લીધે ! પરન્તુ તે પછી તેને વિસ્તાર તથા વિકાસ વધ્યો હશે. સંજ તામ્રપટ ઉપરથી જાણી શકાય છે કે લાટના રાજ ચાલુકા વિક્રમપાલે (વડપદ્રક પાસે) ઈ. સ. ૧૦૭૪માં ચૌલુકય કર્ણદેવને પરાજય આપે. આ હકીકત એટલું સ્પષ્ટ કરે છે કે નવમાં શતક સુધી નાનકડું લાગતું વડ૫કક અગિયારમા શતકના અન્ત સુધીમાં નજીકના અકોદકના ભાગે વિસ્તર્યું -વિકસ્યું હશે એટલું જ નહિ, પણું રાજકીય મહત્ત્વ પણ ધરાવતું થઈ ગયું હશે. ‘મિરાત---સિકંદરી માં જબુવા પ્રમાણે ગુજરાતના સુલતાન મહેમૂદ બેગડાના વારસ મુઝફફરે અમદાવાદથી ચાંપાનેર પાછા ફરતી વખતે વચ્ચે આવતા આ સ્થાન પાસે ઈ. સ. ૧૫૧૧ માં એક કિલે બાંધ્યો હતો અને તેને “કિલા-એ-દૌલતાબાદ” ( અર્થાત “ શ્રીમતનું નગર) એવું સૂચક નામ આપેલું. આ નિર્દેશ આજના વડોદરાને જે ભાગ માંડવીની આસપાસ લહેરીપુરા દરવાજે, ચાંપાનેરી દરવાજો, પાણીગેટ દરવાજો તથા ગેંડીગેટ દરવાજે–એ ચાર ૧૩ મહેતા ૨. ના. : ઉ૫રિનર્દિષ્ટ પુસ્તક, પૃ. ૫-૬ ૧૪ મહેતા ૨. ના. : ૩પરિનિર્દિષ્ટ પુસ્તક, પૃ. ૧૭૭-૮ For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy