SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મીના પી. પાઠક () અદ્વૈત કૃષ્ણાનંદતીર્થ:- તેઓના જીવન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ તેમણે લખેલી હૈ.ઉની ટીકા તાત્પર્યદીપિકા' તરીકે ઓળખાય છે અને તે પ્રકાશિત થયેલી છે. (૩) અમરદાસ તેઓ શ્રીમદ્દ ઉદાસીનવર્ય અમરદાસ અભ્યવિદુષ તરીકે પણ ઓળખાય છે. તેમણે લખેલી .ઉની ટીકા “મણિપ્રભા’ નામે ઓળખાય છે અને તે ગણેશ મોન્ટીગ પ્રેસ અને નિર્ણય સાગર પ્રેસ તરફથી ૧૯૧૦માં પ્રકાશિત કરવામાં આવી છે. તો ઉ. ઉપરાંત તેમણે બીજાં મુખ્ય ૧૧ ઉપનિષદો પર પણ ટીકા લખી છે. (૪) આનંદગિરિ –તેઓ આનંદજ્ઞાન અને આનંદજ્ઞાનગિરિ તરીકે પણ ઓળખાય છે. તેમના બીજા નામ આનંદશૈલ અને બધપૃથ્વીધર બહુ ઓછાં જાણીતાં છે. તેઓ અનુભૂતિ સ્વર પાચાર્ય અને શ્રદ્ધાનંદના શિષ્ય હતા. “તત્ત્વલોક' નામની કતિ તેઓએ જનાર્દનના નામે રચી હતી. તેઓ ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા તેવું તેમણે લખેલી ટીકા “પદાર્થ તત્ત્વનિર્ણય' પરથી સાબિત થાય છે. તેમણે એ ઉલ્લેખ કર્યો છે કે જ્યારે ઓરિસ્સામાં નૃસિહદેવ રાજા રાજ્ય કરતા હતા ત્યારે આ કૃતિ રચી હતી. રાજા નૃસિંહદેવ (પહેલા) ૧૨૩૬-૧૨૬૪માં અને રાજા નૃસિંહદેવ (બીજા) ૧૨૭૬-૧૩૦૬માં થઈ ગયા. તેઓ પુરુષોત્તમના ઉપાસક હતા તેવું તેમણે લખેલી ગીતાભાષ્ય, માંડૂક્યભાષ્ય, આત્મજ્ઞાન, વાક્યવૃત્તિ વગેરે પરની ટીકા પરથી અનુમાન કરાય છે. તેઓ પુરીના નીલાદીને ઉલેખ પણ પિતાના બૃહદારણ્યક ભાષ્ય પરની ટીકાના મંગલાચરણ લેકમાં કરે છે. સુરેશ્વરાચાર્યના વાર્તિક પર તૌ. ઉ. અને બૃહદારણ્યક ઉપનિષદ ટીકા લખી તે પછી તેમણે વિશ્વાનુભવ પાદ નામ ધારણ કર્યું. તેમણે લખેલી હૈ. ઉ.ની ટીકા સૌ પ્રથમ Bib. Ind. 6 તરફથી ૧૮૫૦માં અને ત્યારપછી આનંદાશ્રમ પ્રસ પુનાથી પ્રકાશિત કરવામાં આવી." તેમણે અન્ય ૩૨ કૃતિઓ રચી છે (૫) આનંદજ્ઞાન:–તેઓ સૂર્યનારાયણ મહહીના પુત્ર હતા. તેઓ ચેરપ્રદેશના રહેવાસી હતા. તેમનું બાળપણનું નામ ચિન્નાયુ હતું. શ્રી ગૌરીની કૃપાથી તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સંન્યાસ લીધા પછી તેઓ આનંદજ્ઞાન તરીકે ઓળખાયા અને કાંચીપીઠના શંકરાચાર્યપદે નિયુક્ત થયા. તેઓએ ૬૬ વર્ષ સુધી તે પદને શોભાવ્યું. કોઈ ધાર્મિક યાત્રાએથી પાછાં ફરતા શ્રીશૈલમાં નિર્વાણ પામ્યા. તેમણે શંકરાચાર્યે લખેલા દરેક ઉપનિષદભાષ્ય પર અને સુરેશ્વરાચાર્યના વાર્તિક પર ટીકા લખી છે. પરંતુ તેના પ્રકાશન અંગેની માહિતિ મળતી નથી. (૬) આનંદસ્વરૂપતિ :–તેમનું જીવનવૃત્તાંત પ્રાપ્ત નથી પરંતુ તેમણે તૈ.ઉ. પર વ્યાખ્યા નામે ટીકા લખી છે અને તે અપ્રકાશિત છે. 3 જુઓ, Catalogue of the India Office (CIOL) Library, Vol. II, Part, I, p, 2608. 4 એજનp, 2613. 5 જુએ, Kunjuniraja K., op.cit., p. 218. 6 Upadhyaya B., Sri Sankarācārya, p. 223. 7 yil, A MSS Preserved in the Travanacore uni., 1256 B. (Tirav, uni.) For Private and Personal Use Only
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy