________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મનથી
અનભવની પદ્ધતિ હતી પરંતુ વર્તનવાદ' (BEHAVIORISM) ના પ્રભાવ હેઠળ મનેવિજ્ઞાનની વ્યાખ્યા કેવળ વર્તનના વિજ્ઞાન તરીકે થઈ અને તેને જાણે કે અત્મિલક્ષી પ્રક્રિયા સાથે કશી નિસ્બત નથી એમ જણાયું..
- મને વિજ્ઞાનમાં વર્તનવાદને ભારે સમાનથી જોવામાં આવતું હતું અને “પદ્ધતિશાસ્ત્ર” તરીકે તેની વિવિધ શાખાઓમાં પ્રયોજવામાં આવતું હતું. તેની અસર અન્ય સામાજિક વિજ્ઞાને પર થઈ છે કારણ કે એ અભિનવ ક્રાંતિકારી હતું અને “રમૈતન્ય” જેવી કોઈ બાબતને સ્વીકારતું વ્હેતું. શિક્ષણના સિદ્ધાંત પર તેનું વિશેષ ધ્યાન કેન્દ્રિત હતું, કારણ કે શિક્ષણ અને કેળવણીની પદ્ધતિ વસ્તુલક્ષી હતી. ૧૯૫૦ સુધી મને વિજ્ઞાનના દરજજાને વર્ણવતા બ્રિટીશ ચિંતક સિરીલ બર્ટ કહે છે કે “ સૌ પ્રથમ અને વિજ્ઞાન વિજ્ઞાન સાથે લેવડદેવડ કરી તેમાં “ આત્મા’ને વેચી નાખે. ત્યારબાદ “મન”ને ખેર્યું અને હવે તેને લગભગ અંત થવા આવ્યો છે ત્યારે ચેતના ખેઈ બેઠું છે. વર્તનવાદ બાદ મને વિજ્ઞાનમાં મહત્ત્વની અસર એ “માનસ-પૃથક્કરણ” શાખાની છે.
અચેતન'ના સિદ્ધાંતમાં સંઘર્ષ, સ્વપ્ન કે ધ્યેયને તે ધટાવવાનું કે સમજાવવાનો પ્રયાસ કરે છે. મનુષ્ય એ પ્રાણીસમાન છે અને મનુષ્યની વિશેષતા એ પ્રાણી કરતાં વિશેષ જટિલ હોવાની તેની ચેષ્ટા છે. વર્તમાન સદીના મધ્યભાગમાં આ સિવાય “ માનવતાલક્ષી મનોવિજ્ઞાન” (Humanistic) વિકસવા પામ્યું છે. માનવતાલક્ષી મનોવિજ્ઞાન મનુષ્યની વિશેષતા, તેની સુપ્ત શક્તિઓ, સ્વલક્ષી અનુભવે તેમ જ મૂલ્ય અંગે સંશોધન કરે છે. આ ઉપરાંત “ આંતરવ્યક્તિલક્ષી મનોવિજ્ઞાન' (Trans Personal Psychology) વિકસવા પામ્યું છે. એ પણ મનુષ્યની આંતરિક શક્તિઓ, સુપ્ત ભાવનાઓ, આધ્યાત્મિક્તા, પારગામી અનુભૂતિઓ વિશે સંશાધન કરે છે. આંતરવ્યક્તિલક્ષી મનોવિજ્ઞાન પાશ્ચાત્ય અને ભારતીય અને વિજ્ઞાન વચ્ચે સમન્વય સાધવા પ્રયત્નશીલ છે. ચિંતન અને માનસશાસ્ત્ર વચ્ચે કડી સાંધી શકાય તે બાબતમાં જોધખોળ કરે છે.
- વર્તનવાદ અને માનસ-પૃથક્કરણ વિચારધારાનાં હવે વળતાં પાણી થયાં છે. પરિણામે ચેતનતત્વને જ્ઞાન-મને વ્યાપાર અને માનસપ્રક્રિયાને વ્યવસ્થિત અને વિજ્ઞાનમાં પુનઃ પ્રવેશ પ્રાપ્ત થયો છે. માનવતાલક્ષી તથા આંતરવ્યક્તિલક્ષી મનોવિજ્ઞાનના ઉદયને લીધે પશ્ચિમના વૈજ્ઞાનિકો ભારતીય મનોવિજ્ઞાનના અભ્યાસને ઉત્તેજન આપે છે. આ ઉપરાંત સ્નાયુજન્ય શરીરવિજ્ઞાને શરીરના ઘટકો સાથે મનના વ્યાપારે સહસંબંધિત છે એ શોધ્યું છે અને તે વસ્તુલક્ષી છે એમ દર્શાવ્યું. ઇન્દ્રિયાતીત મને વિજ્ઞાને (Para-Psychology) અતીન્દ્રિય મને વ્યાપારે, ટેલીકાઈનેસીસ અને ટેલીપથીની ઘટનાઓને વાજબી ઠરાવવા પ્રયાસ કર્યો છે.
દશન અને મને વિજ્ઞાન :
આ પ્રગતિશીલ પરિબળાએ ભારતીય મનોવિજ્ઞાનને મૂલ્યવાન દરજજો આપ્યો છે. રોબર્ટ એરનસ્ટાઈને “ગ', બૌદ્ધ ધર્મ'ના અંતર્લક્ષી (Esoteric ) મને વિજ્ઞાનને સભાન
1 Burt C.: The Concept of Consciousness; British Journal of Psychology 1962 ; 53; pp. 229.
For Private and Personal Use Only