SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈનો પણરાય ૧૭ આમ, દર્પણમાં, ઘણું મેટા દર્પણમાં પણ, જેને પોતાની જાતને જોઈ એ રાઈ પોતે જ દર્પણ થઈ જાય છે --એવું કે જેમાં સમાજના કહેવાતા સૂત્રધારો પણ પિતાની જાતને જોઈ શકે. મહેણું મારીને, મર્મવચનને ઠેક આપીને, લેખક સુત્રધારને, સત્તાધીશોને આત્મનિરીક્ષણ કરીને એમનામાં પડેલી ભ્રષ્ટતાનું દર્શન કરવાનું કહે છે. ૧૭ મૂળ કથામાં પણ ભ્રષ્ટતા સાથે રાઈને સંઘર્ષ તો થાય જ છે. ૧૮ એ જ તાત્પર્યને લેખક અહીં વિકસાવી આપે છે.દ– એવી રીતે કે એ રહસ્યની માવજત લેકઆંદોલનની જહેમતથી થાય ને એ માટે સ્વરૂપ પણ પસંદ કર્યું લોકનાટ્ય ભવાઈનું, જેને કારણે લોક અને નટો ધણાં નજીક રહી શક્યાં.૨૦–એટલાં કે એ બે વચ્ચે ભેદ જ ભુલાઈ ગયો ને તેથી તે રાઈ લોકરૂપે, પિતાને મળેલા જગદીપ રૂપે, પ્રગટી ઊઠ્યો. કદાચ તેથી જ લેખકે આ નાટકને પ્રાકયના પરાક્રમનું નાટક કહેવું પડયું હશે.૨ ૧ ટૂંકમાં, નાટકને અંગે લેખકે કહ્યું છે તેમ “નિર્દોષતાને સામે એ સઘળા ભ્રષ્ટાચારને મૂકી આપે એ આખી વાત આ નાટકનું મધ્યબિંદુ છે.? લેખકને નાટકની ઘટનાઓ કરતાં એના ઉપાયમાં, એની વિરોધી ગતિ, એ વિશેની પ્રતિક્રિયામાં અને પાત્રો જે રીતસક સામને અથવા પ્રતિકાર કરે છે તેમાં વધારે રસ છે. તેથી એ બધી ઘટનાઓ, એના નાટ્યાત્મક અંશે સાચવીને, નટમંડળી દ્વારા ગીતનર્તનને સમાન્તર ચાલતા અભિનયમાં અથવા તે પડદા પાછળ સહેતુક મૂકી દીધી છે ને એમ કરવા માટે એમને ભવાઈ વેશીનાં વર્ણનાત્મક અંશોને બદલે નાટ્યાત્મક અંશે તરફ વિશેષ ગતિ કરી છે. ક્રિયાની વિવિધ ભમિકાઓમાં રાઈની ખરે રૂપે પ્રગટ થવાની ક્રિયાને લેખકે મહત્તવની ગયું છે અને એની મને વ્યથાને ઉપર બતાવ્યું તેમ મંચીય ૨૫ આપવા રાઈ–બેની યોજના વિચારી છે. લીલાવતીના શયનખંડ જ રાઈનું હોવું તે એવી ક્ષણ હતી કે જે ક્ષણ દર્પણને નિષ્પાપ બનાવી શકે, જેમાં જોઈને રાઈને જગદીપની-જાતની ઓળખ થાય છે ત્યાં નાટક પૂરું થાય છે. વ્યક્તિના અનેરા ગૌરવની આ શોધ માટેની ક્ષણને પકડવી તેમાં જ આ નાટકની સફળતા રહેલી છે. જે ક્ષણ ચૂકી જવાય તે નાટક નાટકના જીવનમાં ઊભું રહી શકે નહિ. પાત્ર આ ક્ષણને પકડે તે પહેલાં બહુ જ કુશળતાથી લેખક એના સબ-ટેક્ટ આપે છે. તે છે લીલાવતીના આ શબ્દો : “એ છાવેશી હશે તે એ લીલાવતીને નહીં પામે, એ હારશે, એ જ ભાગશે! મારા કરતાં એ વેશધારીને જ એને ભાર વધારે લાગશે. ૨૩ આ અને આવી સબ-ટેટ નાટકમાં એવી રીતે ગોઠવાયેલી છે કે જેને કારણે પણ નાટક લપટું થઈ શકે જ નહિ અને તેને સફળ બનાવવામાં વધુ ને વધુ ઉપકારક બની રહે. આપણે એક—બે નમૂના જોઈએ ? આવણાના અન્ય પાત્રો પણ હાથમાં હાથ મિલાવી સમૂહગાન ગાય છે. ૨૪ રચનાનું રસાયણ થવાનું છે તેની જાણે એ સબટેટ છે. For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy