SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'અનિવાસવદત્તમ અને ઉત્તરમાણિત નું તુલનાત્મક અભ્યયન અને વાસવદત્તાના દામ્પત્યપ્રેમની પરાકાષ્ઠા દર્શાવી છે." ઉ. વ. માં પણ આવા જ દામ્પત્યપ્રેમને ભાવ આઠ શ્લોકોમાં રજૂ થયો છે. તેના પ્રથમ અંકના ૩૯માં લેકમાં દામ્પત્યપ્રેમના અતભાવનું ઉત્કૃષ્ટ નિરૂપણ થયું છે. નાયકનાયિકાના વિયોગને હેતુ સ્વપ્નમાં ઉદયન રાજ વાસવદત્તા પ્રત્યે અગાધ પ્રેમને લીધે રાજ્યની ફરજો પ્રત્યે દુર્લક્ષ સેવે છે. આરુણિ વડે રાજ્ય જીતી લેવાતાં, ઉદયન લાવાણકમાં વસે છે. રાજાના હિતેચ્છુ પ્રધાને રાજ્યની પુનઃપ્રાપ્તિ માટે યોજના ઘડે છે, જે બે ભાગમાં વહેચાયેલી છે. એક છે વાસવદત્તાને ઉદયન સાથે વિગ અને બીજા ભાગમાં રાજાનું અન્ય રાજકન્યા સાથે લગ્ન. વિગ એટલા માટે કે જ્યાં સુધી વાસવદત્તા છે ત્યાં સુધી રાજા બીજુ લગ્ન કરવા તૈયાર ના થાય; અને બીજા લગ્ન એટલા માટે કે બીજે રાજા સંબંધી થાય તે શત્રુ રાજાને હરાવવામાં મદદ કરે. રાજમહેલને આગ લાગતાં વાસવદત્તાનું મૃત્યુ થયું છે એવી અફવા ફેલાવવામાં આવી. સાથે સાથે રાજાને મંત્રી યૌગધરાયણ પણુ વાસવદત્તાને બચાવવા જતાં મૃત્યુ પામે એમ જાહેર કરવામાં આવ્યું. સેનાપતિ ઋમણવાન રાજાને આશ્વાસન આપતે સેવામાં તત્પર રહે છે. વાસવદત્તા અને ગધેરાયણ લાવાણક છેડી અજ્ઞાત વેષે તપવનમાં આવે છે. આમ વિયોગનું કારણ રાજ્યની પુનઃપ્રાપ્તિ દર્શાવવામાં આવ્યું છે. વાસવદત્તા આ ઉમદા હેતુ માટે આમસુખનું બલિદાન આપે છે. રાજ્યની પુનઃપ્રાપ્તિ બાદ નાયક-નાયિકાનું પુનઃમિલન નક્કી છે. ઉ. ચ.માં રાજ્યની એક વ્યક્તિ રાજાના વર્તન માટે અપવાદયુક્ત વચન બોલે છે, જેનાથી રામ સીતાત્યાગ માટે પ્રેરાય છે. રામ પ્રજાના અનુરંજન માટે કેવા ત્યાગની તત્પરતા દાખવે છે તે પ્રથમ અંકમાં નિર્દિષ્ટ છે. ઉ. ચ.માં રાજા રામ પ્રજાપાલનની ફરજરૂપે સીતાને ત્યાગ કરે છે. બંને વિવેગમાં કેન્દ્રસ્થાને રાજ્ય છે. રાજ્ય પ્રત્યેની ફરજના ભાગરૂપે બંને સ્થાને વિયોગ સર્જાય છે. સ્વપ્ન.ને વિયોગ સમયાધીન છે; જ્યારે ઉ.ચ.ને વિયોગ તે પ્રકારને નથી. સ્વપ્નમાં પુનર્મિલન નિશ્ચિત છે; જ્યારે ઉ. ચ.માં તે અનિશ્ચિત છે. ઉદયન રાજાને વાસવદત્તા મૃત્યુ પામી છે એમ કહેવામાં આવે છે. ઉ. ચ.માં રાજા રામના આદેશથી વનમાં ત્યજાયેલી સીતા મૃત્યુ પામી હશે એમ રામ માને છે. આમ બંને નાયિકાઓને મૃત્યુ પામેલી સ્વીકારી વિયોગાવસ્થાનું દુઃખ અનુભવતા નાયકો બંને નાટકોમાં દર્શાવ્યા છે. ઉદયનના દુઃખ કરતાં રામનું વિગદુઃખ વધુ કષ્ટકારક છે. સીતાને ત્યાગ રામે પોતે કર્યો છે, અને તે પણ સીતા માતા બનવાની છે તેવી નાજુક પરિસ્થિતિની જાણ હોવા છતાં. આથી જ ઉ. ચ.માં કરુણ રસ પરાકાષ્ટાએ પહોંચ્યો છે.’ વિરહ દરમિયાન નાયિકાઓનો નિવાસ–સ્વપ્નમાં વાસવદત્તાને રાણી તરીકે ઉદયન રાજાને સુપરત કરવાની છે, તેને ખ્યાલ રાખી જે રાજકન્યા સાથે ઉદયનનાં લગ્ન ગોઠવવાના છે તે પદ્માવતી પાસે વાસવદત્તાને થાપણુ તરીકે સોપવામાં આવી છે. યૌગન્ધરાયણે તેને પ્રોષિતભર્તકા તરીકે ઓળખાવી; જેથી તેને પતિ પરદેશથી પાછા ફરતાં તેને તે લઈ જશે એમ સમજાય. કવિએ છ માસ, તન્નવાસવરામ--Tr. Modi M, C.; Gurjar Grantha-Ratna Karyalaya, Ahmedabad; 1952, Act, 1.13, p. 23. 6 Uttara-Rama-Carita; Act. I. 26, 27, p. 18; Act. 1, 34-39, pp. 26-28, 7 Ibid Act. 1,12; p. 8. 8 Ibid Act. III. 1; p. 60; Act, III. 29; p. 88; Act, III, 47; p. 106, For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy