SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યથાવકન ૨૪3 રીતે સમજાવ્યું છે. કેટલીક ધાર્મિક વિધિઓ શ્રદ્ધાપૂર્વક આચરણમાં મૂકાય તે મન અને તન પ્રફૂલિત રહે છે અને મુશીબતોમાં દુ:ખ સહન કરવાની શક્તિ મળે છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ પદ્ધતિ કે થેરપી દ્વારા પિતાના સ્વાધ્યને જાળવવા સ્વતંત્ર છે તેમ છતાં જુદાં જુદાં શાસ્ત્રો કે પદ્ધતિઓ અને વિધિઓને સમન્વય કરી તેને સમાજના લાભ માટે રજૂ કરી લેખકે અત્યંત સ્તુત્ય કાર્ય કર્યું છે. ચક–સુશ્રત અને વાગભટ્ટના પ્રાચીન સમયમાં વનસ્પતિ તથા રસૌષધિ દ્વારા આયુર્વેદે જનસ્વાથ્યની કાળજી લીધી હતી તે ચીનાઈ દવાઓ યાન અને ચીન એવા બે સિદ્ધાંત પર આધારિત હવા સાથે આરોગ્યશાસ્ત્ર–આહારશાસ્ત્ર તથા માલિસ માટેની દવાઓ વાપરી તે જમાનામાં ચેપમુક્તિનું કામ તેમણે કર્યું. તે ઈજીપ્તની દવાઓની માન્યતા પ્રમાણે ખોરાક દૂષિત લેહી બનાવે, તેમાંથી પરુ થાય. તેમાંથી રોગ થાય, ઈન્હાદેવ તેમના ઔષધીય દેવ ગણાતા, તેમની પૂજા થતી તથા સુયોજિત શહેરો-જાહેરસ્નાનગૃહ અને જાહેરગટર વ્યવસ્થાના આયોજનથી તેમના સ્વાસ્થજતનના પ્રયાસોને લેખકે ઉલેખ કર્યો છે, ચાર દોષોની થીયરી તરીકે જાણીતી ગ્રીક થીયરી અને તેના કોઇ ચિકિત્સક હિપોક્રેટિસ દ્વારા રોગોનો અભ્યાસવર્ગીકરણ અને કલીનીકલ રીતેનું અમલીકરણ શકય બન્યું અને તબીબી વ્યવસાયનાં ઉચ્ચ નીતિમત્તાનાં ધોરણે રજુ થયાં જે આજે પણ તબીબીસંહિતાના પાયારૂપ છે તેમ લેખક કહે છે. રામનના માનવા પ્રમાણે (૧) અગાઉથી અનુકૂળ કરી રાખેલાં પરિબળોને કારણે (૨) ઉશ્કેરણીજનક પરિબળો અને (૩) પર્યાવરણનાં પરિબળોને કારણે રોગો થાય છે તેવી નોંધ પણ તેમણે કરી છે. ઉપવાસ એટલે તપશ્ચર્યા તેમ જણાવી લેખકે કહ્યું છે કે અમુક રોગોમાં રાજિદે ખોરાક છેડી ફળ-ફળાને રસ, કાળી દ્રાક્ષનું પાણી, છાશ, કાચાં શાકભાજીને રસ કે સૂપ જેવો હલકો બરાક લેવો. ધાર્મિક પ્રસંગે સાથે ઉપવાસને જોડવાથી તનની સાથે મન અને આત્માની પણ શુદ્ધિ થાય છે તેમ પ્રતિપાદિત કર્યું છે. દરેક ધર્મે ઉપવાસનું મહત્ત્વ પિછાણ્યું છે તેમ કહી અઠવાડિયે એક ટંક ખોરાક ન લેવો તેવું સૂચન કરે છે. સ્નાનના વિવિધ પ્રકારે જેવા કે સુર્યસ્નાન-જળસ્નાન-વાયુસ્નાન-રેતી સ્નાન-માટીસ્નાન–વરાળસ્નાન અને કટિસ્નાનના ફાયદા જણાવ્યા છે. આયુર્વેદે તે સ્નાનથી મન અને તનની શુદ્ધિ થાય છે તેમ કહી સ્નાનથી વીર્ય અને આયુષ્યની વૃદ્ધિ થાય છે તેમ જણાવ્યું છે. ખુજલી મેલ–થાક-પરસે તરસ-બળતરા અને પાપ પણ સ્નાનથી નાશ પામે છે. માલિશ દ્વારા પણ ચિકિત્સા કરી શકાય છે. પગનાં તળિયામાંથી માથા તરફ માલિશ કરવી પણ લોહીના ઊંચા દબાણમાં માથાથી પગ તરફ માલિશ કરવા સૂચના છે. માલિશ પછી ગરમ ચા ઠંડા પાણીથી સ્નાન કરવાથી અશક્તિ સાંધાનો દુ:ખાવો-કળતર, કબજિયાત તથા લકવા જેવા રોગોમાં સંજીવની જેવું કાર્ય થાય છે તેમ લેખક જણાવે છે. વ્યાયામ તે દરેક વ્યક્તિએ તેની શક્તિ અનુસાર કરવો જ જોઈએ. વધુ પાણી પીવું, મધ્યમસરની કસરત અને ઓછો ખોરાક આ ત્રણ વસ્તુ આરોગ્યની કાયમ જાળવણી કરે છે તેવું અનુભવ અમૃત છે. સૂર્ય નમસ્કાર...' For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy