________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવનું નથી
૧૩ ધર્માતરનાં કારણે પાપી હિંદુધર્મીઓ પિતાને પક્ષે કેટલા જવાબદાર છે તે ‘ધર્માતરની ધૃષ્ટતા માં જણાવ્યું છે. ચર્ચગેટ સ્ટેશને પુસ્તકો વેચવા ઊભેલ યુવાનના વ્યક્તિત્વના પૃથ્થકરણમાં લેખકની મનોવિજ્ઞાનની સૂઝ જોવા મળે છે.
( અનુસંધાન આગામી અંકમાં)
દેવકર જોશી
પ્રાચ્યવિદ્યામન્દર મ. સ. વિશ્વવિદ્યાલય વડે.દરા.
* આપણા ધમ-સંસ્કૃતિ અને જીવનદર્શન : લેખક અને પ્રકાશકનટવરલાલ જગન્નાથ શુક્લ, જે-૩, મેધાલય ફલેટસ , સરદાર પટેલ કોલોની પાસે, અમદાવાદ૩૮૦ ૦૧૪, ૧૯૯૪, પાના ૧૪૯, કિંમત રૂ. ૩૫.
વૈદિક સાહિત્યમાં ધર્મવિષયક જાણકારી માટે વિપુલ ધર્મગ્રંથો ઉપલબ્ધ છે. વેદ, ઉપનિષદ, પુરાણે ઉપરાંત સ્મૃતિગ્રન્થમાં ધર્મ અને તેના આચરણ અંગેના નીતિ-નિયમ સુગ્રથિત થયેલા છે. પ્રસ્તાવનામાં લેખકશ્રી નોંધે છે કે ધર્મનું આચરણ માટે સ્વસ્થ શરીર અને સમ્યક જ્ઞાન મહત્ત્વનાં છે. તે અર્થાત-નિયમ એ ધર્મનું અભિન્ન અંગ છે. પ્રસ્તાવનામાં સમગ્ર પુસ્તક વિષે વિગતે માહિતી આપી છે. પ્રારંભમાં “શિવપાર્વતીચરિત્ર' ટૂંકમાં વર્ણવીને, દિવસ દરમ્યાન કરવાનાં કર્તવ્યો અને આચારોની નોંધ કરી છે. ધર્મમાં શોચાશય, શ્રાદ્ધ, તીર્થયાત્રા, દાન વગેરેની ચર્ચા કર્યા પછી વ્રત, ઉત્સવ, આવશ્યક શાંતિકમને ટૂંકો પરિચય આપ્યો છે, તેમ જ સ્તોત્ર, પ્રાર્થના અને પ્રભાતિયાને પુસ્તકના અંતે આવરી લીધાં છે.
અનુક્રમણિકા અનુસાર મુખ્ય ચૌદ પ્રકરણ છે. ક્રમાનુસાર શિવપાર્વતીચરિત્ર, નિત્યકર્મ, ભારતીય સમાજવ્યવસ્થા, આશ્રમવ્યવસ્થા, સંસ્કાર, શોચાશૌચ, શ્રાદ્ધ, તીર્થયાત્રા, દાન બ્રાઉત્સવ, શાંતિકર્મ, શ્રી શિવ અથર્વશીર્ષ, શ્રીદેવી અથર્વશીર્ષ, અને અંતિમ પ્રકરણ સ્તોત્ર-આરતી વગેરેમાં અનન્ય ચંદ ભજન, માત્ર, સ્તુતિ વગેરેને સમાવેશ કર્યો છે
પ્રથમ પ્રકરણ “ શિવપાર્વતીચરિત્ર' મુજબ શિવ એટલે કલ્યાણકારી દેવ. શિવજીએ સમાધિભંગ થતાં ત્રીજ નેત્ર ખેલ્યું, કામદેવને ભસ્મ કર્યો. આથી શિવજી “ સ્મરહર' તરીકે ઓળખાયા. શિવજી સાથે લગ્ન કરવા માટે પાર્વતીએ *પંચાગિન' તપ આદર્યું. વૃક્ષનાં પણ લેવાનું પણ બંધ કર્યું. આથી “ અપ' કહેવાયા. ગૌરીવ્રત અને કેવડાત્રીજનું વ્રત આજે પણ પાર્વતીજીના નામ સાથે સંકળાયેલ છે. શિવજી શીધ્ર પ્રસન્ન થઈ વરદાન આપનારા હોવાથી * આથતષ' અને ભૂત-પ્રેત સાથે નૃત્ય કરનાર “સાંસદાશિવ' તરીકે જાણીતા થયા. માંગલિક
For Private and Personal Use Only