SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયાત છે. ઠાકર સામાન્ય સાધકો થોડા સમયમાં આ ગહન–સૂકમ વિષય સરળતાથી સમજી શકે એ આ લઘુગ્રન્થને આશય છે. આવા પ્રશસ્ય પ્રેમપરિશ્રમ માટે ૭૮ વર્ષના લેખક આપણું હાર્દિક અભિનન્દનને પાત્ર છે. જયન્ત પ્રે, ઠાકર * વરેણ્યમ્' ૬૯ મનીષા, જે. પી. રોડ, વડોદરા-૩૯૦ ૦૨૦. સ્વામી કૃષ્ણાનંદ સંપુટ ભા. ૧ : સંકલન: નવીનચંદ્ર એન. ત્રિવેદી પ્ર. કૃષ્ણાનંદ પબ્લિકેશન કમિટિ, શાંતિ આશ્રમ, ભાદરણુ (જિ. ખેડા) ૩૮૮૫૩૦, આ.૧, ૭ જુલાઈ ૧૯૯૦, પૃ. ૩૨ + ૩૭૬ Live, loving and laughingને આદર્શ આપનાર બ્રહ્મદેશમાં જન્મેલા પૂ. સ્વામી શ્રી કૃષ્ણાનંદજીના મૂળ અંગ્રેજીમાં લખાયેલા ત્રણ ગ્રંથોના ગુજરાતી અનુવાદને આ સંપુટ છે. છૂટા પુસ્તકો પણ જ્યારે પ્રકાશિત થયાં હતાં ત્યારે પણ વિના મુલ્ય એ યોગ્ય અધિકારીઓને પહોંચાડવામાં આવતાં હતાં. આ સંપુટ પણ નિઃશુલ્ક વહેચવામાં આવ્યો છે, જે અનુકરણીય છે. આંધીમાં ઉપદેશ', “ પથિકના અનુભવો ', “ ઝલક અને ઝાંખી ”માં સ્વામીજીએ જોયેલાઅનુભવેલા પ્રસંગોનું આલેખન છે. અનુભવોનું વિધ્ય ખાસ ધ્યાન ખેંચે છે. અનુભવેલા પ્રસંગનું નિરૂપણ કરતાં પહેલાં એની ભૂમિકારૂપે એ અનુભવને જીવનસંગ્રામના સંદર્ભમાં મૂલવવાનો પ્રયત્ન કરે છે. એટલે એ પ્રસંગાનુભવને ચિંતનાત્મક સ્પર્શ મળે છે. વચમાં વચમાં સર્વસાધારણ સત્યો રજૂ થતાં રહે છે. દરેક અનુભવમાં પર્યટન પ્રેમી સ્વામીજીને જીવનનાં અવનવા સ્વરૂપો જોવા મળે છે, સાથે નવું નવું જીવન દર્શન લાધે છે. અવનવાં પાત્રો મળતાં જાય છે અને જીવનસ્વરૂપની સમજ વધતી જાય છે. માનવજીવનમાં અપાર વિધ્ય છે અને અણધારી અનેક શક્યતાઓ છે. પ્રત્યેક અનુભવોમાંથી પસાર થતી વેળા સ્વામીજીની સભાનતા, સંવેદનશીલતા, બૌદ્ધિકતા, અનુભવાનું પૃથ્થકરણ કરવાની ક્ષમતાને કારણે એ અનુભવ માત્ર સ્થળ અનુભવ ન રહેતાં અનુભૂતિ બની રહે છે. સ્વામીજીની માનવતાની મહેક પાને પાને અનુભવાય છે, સાથે અદષ્ટ કે ઈશ્વરનો સ્વીકાર અને તેના પ્રત્યેની શ્રદ્ધા પણ જોવા મળે છે. બધું જ અદષ્ટ કે ઈશ્વરે ગોઠવેલી યોજના પ્રમાણે બનતું આવે છે, કર્મ અને તેના ફળ Action અને Reactionના ક્રમમાં અકથ્ય એવું સારું કે માઠું બની જાય છે એવી એક સ્વીકૃતિ પણ અહીં જોવા મળે છે. દરેક પ્રસંગનું પિતા પોતાનું એક સત્ય છે એટલે એમાંથી પસાર થવાની પ્રક્રિયા એક સત્યાનુભૂતિ બની રહે છે. એનું વિસ્તૃત નિરૂપણ કરતા સ્વામીજીની સ્મરણશક્તિ માન ઉપજાવે છે. અધ્યાત્મમાર્ગના પ્રવાસીને માટે કોઈ પણ અનુભવ અધ્યાત્મદષ્ટિએ મૂલ્યવાન હોય છે. એમાંથી એણે અધ્યાત્મનું ભાથું બાંધવાનું હોય છે. અધ્યાત્મનું ક્ષેત્ર એ દુન્યવી જીવનથી કોઈ અલગ ક્ષેત્ર માનવાને બદલે સાંસારિક જીવનમાં રચ્યાપચ્યા માણસોની વચમાં રહી તેમની સાથે હળીભળી એમાંથી બોધ તારવવો એ ઉપક્રમ પુસ્તકના પાને પાને વંચાય છે. જીવનઘડતર માટે મૂલ્યવાન આ ગ્રંથના કેટલાક લેખોમાં પ્રસંગને અનરૂપ કાવ્યપંક્તિઓ, સંસ્કૃત સુભાષિતનાં અવતરણો વણાઈ ગયાં છે. પૃષ્ઠ ઉપર ખાલી For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy