SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિજાપાંજલિ ૨૨૫ સાંપવા માટે તેમને બે વર્ષની મુદત પૂરી થાય તેની રાહ જોવી પડેલી ! આ આઠ વર્ષને ગાળે એમને માટે વ્યક્તિત્વઘડતરને મહત્તવને સમય નીવડNો. આ સમયે ગાંધીજીના નેતૃત્વ નીચે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલી રહ્યો હતો અને આ યુવાનને એમાં ઝંપલાવવાની તીવ્ર ઈરછા જાગી હતી. દરમિયાનમાં શ્રી રવિશંકર મહારાજ તેમની સંસ્થામાં આવ્યા ત્યારે તેમણે તેમની સમક્ષ પિતાને મનની મૂંઝવણ રજુ કરી માર્ગદર્શન માગ્યું. પૂ. મહારાજે તરત જવાબ આપ્યો “ તમારે માટે આ જ દેશસેવા છે. તે જ કામ ચાલુ રાખો.” આ વાત થઈ ત્યારે જૈન આગમ “ ઉત્તરાધ્યયન સુત્ર'નું ભાષાન્તર તથા મધ્યયુગીન પ્રબન્ધનું સંશોધનકાર્ય ચાલતું હતું! ૧૯૫૧માં વડોદરાની મ સ. યુનિવર્સિટીમાં આ સારસ્વતની નિમણૂક ગુજરાતીના પ્રોફસર તથા વિભાગાધ્યક્ષ તરીકે થઈ. ગુજરાતની યુનિવર્સિટીઓમાં પ્રથમ વખત જ “પ્રોફેસર'ની નિમણૂક થઈ અને તે પણ ગુજરાતી વિષયમાં. ત્યારે તેઓ માત્ર ૩૪ વર્ષના હતા તેથી સહેજ સંકોચ અનુભવ્યું. પૂ. રવિશંકર મહારાજે સલાહ આપી. “તમારે જરાય સંકોચ રાખવાની જરૂર નથી. ઈશ્વર દરેક માણસ ઉપર તે ઉપાડી શકે એટલે જ બે મૂકતે હોય છે." શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠકે જણાવ્યું: “I have no advice to give you. I am sure that you will rise to the occasion.” આ રીતે તેમને હૂંફ મળી. ૧૯૭૫માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે એ પદને દીપાવ્યું–બરાબર પચીસ વર્ષ. કિશોરવસ્થાથી જ પ્રાચીન ગુજરાતી સાહિત્યને પરિચય તેમને મળવા લાગેલે. આથી ગુજરાતી વિભાગમાં તેમણે " પ્રાચીન ગુજ૨ ગ્રન્થમાળા” શરૂ કરી. એ પ્રસ્થમાળાની પહેલી નજરે આંખે વળગે એવી વિશેષતા એ રહી કે તેમાં ભાષા ગુજરાતી પણ લિપિ ગુજરાતી નહિ; દેવનાગરી રાખેલી. વડોદરા રાજ્ય હતું ત્યારે પણ રાજભાષા ગુજરાતી હતી અને સર્વ ગુજરાતી લખાણ દેવનાગરીમાં જ છપાતાં-“ આજ્ઞાપત્રિકા” પણ ગુજરાતી ભાષા અને દેવનાગરી લિપિમાં જ પ્રકાશિત થતી. આ પ્રન્થમાળાની આ રીનિ પ્રશંસા પામી. વિન" વિભાગાધ્યક્ષના પદની સાથે ૧૯૫થી આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ભારતની સુપ્રસિદ્ધ સંશોધન સંસ્થા વડોદરાના પ્રાચ્યવિદ્યા મન્દિરના નિયામકનું સ્થાન પણ તેમને પ્રાપ્ત થયું અને નિવૃત્તિ પર્યન્ત સત્તર વર્ષ સુધી તે પદે પણ તેઓ રહ્યા. નિયામક તરીકેની તેમની કારકિર્દી પણ પ્રોજજવલ રહી. તેમની સહબારી નીચે જગપ્રસિદ્ધ “ગાયકવાડ ઝ ઓરીએન્ટલ સિરીઝ” અને બીજી મળ્યમાળાઓ અધિક સમૃદ્ધ થઈ અને ૧૯૫૧થી શરૂ થયેલ આન્તરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલ સંશાધનનું માસિક “જર્નલ ઓફ ધ એરીએન્ટલ ઈન્સ્ટિટયૂટ” પણ સારે વિકાસ પામ્યું. તેની અતિ ઉચ્ચ કોટિની લેખસમૃદ્ધિ તેમ જ પ્રકાશનની નિયમિતતા પંકાઈ. અશ્વન-સંશોધનના લેખેને પ્રસિદ્ધિ આપનાર સામયિકની ગુજરાતી ભાષામાંની ઊણપ આ વિદ્યાપુરષ સાલતી હતી. તેથી યુનિવર્સિટીમાં યોગ્ય રજૂઆત કરી. ૧૯૬૨-૬૩માં “સ્વાધ્યાય” માસિક શરૂ કર્યું. તેમાં પ્રકાશિત થતા લેખોની પણ ગુણવત્તા ઉચ્ચ કોટિની રહી છે. આ માટે ગુજરાતનું સંશોધનજગત સદા તેમનું ઋણી રહેશે. સ્વ ૩. For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy