________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મેન્દ્ર મ. ભારત૨ (મધુરમ)
શ્રી રજનીકાન્ત દલાલ સાથે કરતા હતા ત્યારે તેને માટે બ. ક. ઠાકરને તેમની કૃતિ પ્રકાશનાથે આપવા નિમંત્રણ આપતે પત્ર તેમણે લખ્યું હતું ત્યારે તેમણે પત્રમાં લખ્યું હતું ?
હુને મોકલું તે વિષય બદલ માસિકે સારે તો નહીં પણ ઠીક ઠીક પુરસ્કાર નિયમિત રીતે આપે છે. દનક સારું ચાલતું હોય તે તેને જાહેરખબરોની અને રોજ હજારોની ખપતની સારી કમાણી હોય એટલે તે આકર્ષક પુરસ્કાર વડે ઉત્તમ લેખકનાં પ્રતિષ્ઠિત ૯ ખાણ મેળવી શકે અને પિતાની ખપત તેમ પ્રતિષ્ઠા વધારી શકે. પણ ગુજરાતમાં હજી અમદાવાદના એક બે સિવાયનાં છાપાં આ માર્ગે જતાં જાણવામાં નથી. પ્રગતિ ધીરે ધીરે જ થાય. વળી તંત્રી સંપાદકોને ટપાલમાં મફત લખાણે મળ્યાં કરતાં હોય ત્યાં લગી તે પુરસ્કાર આપીને મેળવવા તેમને નકામા ખર્ચમાં ઊતરવા જેવું પણ લાગ્યા કરે...પુરકારની માગણી મેં પ્રથમ પહેલી શરૂ કરી ગુજરાતના લેખકોને ચૂસણુશોષણ ધંધાદારી છાપાં, બુકસેલરે આદિને હાથે થતું કંઈક ન થાય—અટકે એવી સેવા બુદ્ધિએ. એને કેટલાંય વર્ષ થઈ ગયાં છે, કેટલાક મારા સાથમાં ભળીને પછી પાછા પુરસ્કાર મળે તે લે, પણ તે વગર અસહકાર રાખવો એ નિયમમાંથી ચળી પણ ગયા છે. હું પહેલેથી આજ લગી એટલે વર્ષોથી એ જ ધરણને એકસરખે વળગી રહયો છું, તે વિદિત થાય.”
આ “સાહિત્યવિભાગ’ શનિવારના” ગુજરાત માં પ્રગટ થતું હતું, એટલે તેમણે એ પછીના તા. ૬-૧૨-૧૯૪૬ના પત્ર દ્વારા તે દિવસના એ દૈનિકના જાહેરખબર છાપવાના દર જાણવા માંગ્યા હતા. પણ એમાં એમનાં કોઈ નોંધપાત્ર વિચાર-મંતવ્ય નહોતાં.
ઘડપણ વિશે : એક પત્રમાં તેઓ લખે છે-“ધો માણસ દરેક કનેથી દરેક ઠેકાણે ખાસ વિનસેવા ગોઠવણ આદિની આશા રાખે જ એ સૌએ હમેશાં યાદ રાખવાનું છે.”૭૭ મોટા દોહિત્રને સલાહ આપતા બીજા એક પત્રમાં લખે છે-“ઘડપણ વિશે તમે આજથી ચેત્યા છો, તેથી રાજી છું. મ ને કામ જોઈએ, પિતાને રસ પડે એવું કામ, જમિયતરામ હકુમતરાયને રૂ કાંતવામાં, રેટિયે ફેરવવામાં અને કપડાં વણવામાં આ દિવસ જ નથી...ઉંમર અંશી ઉપર બે ત્રણ હોવા જોઈએ. તબયત કયાંય સારી છે...અથવા મારા દાદાજીની માફક દેવદેવલા, પથ્થર, માટી, ધાતુ આદિનાં વસાવી વધારી પૂજા આરતીમાં સૂર્યોદય પહેલાંથી અગિયારેક વાગ્યા લગીને સમયગાળા અને મેટા ધર્માત્મામાં ખપે એ પણ ઘડપણ માટે ઓટો ઉદ્યમ નથી, અથવા વીમા કે કોઓપરેટીવ કે પબ્લિક લાઈફ (સુધરાઈની કે કોઈ જાતની) ને વળગે...અથવા તો મારી માફક વિદ્યાકલાને વળગો. અથવા ઇન્કમટેક્ષ એકસ્પર્ટ કે કો. ઓપરેટીવ એકસપર્ટ બને. જવાની દરમિયાન જ માણસે આવો કંઈક પણ પિતાના શોખને ઉદ્યમ હાથ કરી લેવો જોઈએ. બાકી તરસ લાગે-ધડપણુ જાગી જાય–તે પછી કૂવો ખોદવા નીકળે તે ન ચાલે. અથવા અમૃતલાલ ઠક્કર કે વૈકુંઠ લલુભાઈ મહેતા કે સૂરતના ભગવાનદાસ દલાલની માફક ભલે દ્ધાર, ખાદીભંડાર કે
સ્ટફડોના હિસાબની તપાસણી પર બેસી જાવ..... મારો વિદ્યાકલા કવિતાને શોખ એ છે કે હું સો વર્ષ જીવું અને રોજ બને તેટલુંક પાંચ પુણી વધારે મારું કાંતણ કાંત્યા કરે તે પણ છેડો
૭૬ આ લખનાર પર મુંબઈથી લખાયેલે તા. ૧-૧૨-૧૯૪૯ને પત્ર. ૭૭ તા. ૮-૧-૧૯કરને નાના દોહિત્ર શ્રી. ગજેન્દ્ર ઠાકોર પરને પત્ર.
For Private and Personal Use Only