________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી મુક્તિ એટલે શું?–મશરૂવાળાની દૃષ્ટિ જોઈએ. વિશ્વશક્તિમાંથી, ઈશ્વરશક્તિમાંથી પ્રગટ થઈને પિતા સુધી આવી પહોંચેલું આ માનવતાનું દાન અધિક શુદ્ધ અને માનવીય સદગુણોથી અધિક સમૃદ્ધ કરીને ભવિષ્યની પ્રજાના કલ્યાણ માટે માનવજાતિને સમર્પણ કરવું જોઈએ. આમાં જ માનવતાનું અને માનવજાતિનું ગૌરવ છે. આ જ બધા ધર્મને સાર છે. ભક્તની અને તત્ત્વજ્ઞાનની પરિસીમા આમાં જ છે. (વિ, અને સા. કેદારનાથ પા. ૩૩).
સંદર્ભગ્રંથિ
૧ જીવનશોધન, કિશોરલાલ ઘ. મશરૂવાળા, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, સંશોધિત પાંચમી આવૃત્તિ, ડિસે. 'પ૨.
૨ વિવેક અને સાધના, કેદારનાથજી, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, ૧૯૫૫.
For Private and Personal Use Only