SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાચી મુક્તિ એટલે શું?–મશરૂવાળાની દૃષ્ટિ ગ્ય કે મેળવવા ગ્ય નથી. પણ એમાંની શુદ્ધ અને શુદ્ધિકારક વિભૂતિઓ અને શક્તિઓ જ ચિંતન કરવા કે મેળવવા યોગ્ય છે. (પા. ૬૧) મા-માના ચિંતનને વિપસ થાય છે. પરમાત્મા શુભાશુભ સર્વે ગુણે, વિભૂતિઓ, શક્ત ઓને ભંડાર કે બીજ છે એ સાચું; છતાં તેમાંનાં શ્રેયાર્થીની સત્વસંશુદ્ધિને ઉપયોગી ગુણ, વિભાત અને શક્તિ એ જ ચિતન કરવા ગ્ય સમજવા જોઈએ. આ સાથે મુક્તિ માટે જ્ઞાન ઉપરાંત ભા તથા ઉપાસના પણ એટલાં જ મહત્ત્વનાં છે એમ મશરૂવાળા સમજે છે તેથી પરમાત્માના સગુણ પાસા પર એ ભાર મૂકે છે. ભક્તતત્વમાં અનાસક્તપણું, નિપ્રયજનતા અને પરશુદ્ધિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે ભાત, કર્મ અને જ્ઞાનના ‘માર્ગ' તરીકે એક કે સમગ્ર સાધનને પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે મશરૂવાળા તેની વિશદ ચર્ચા કરે છે. તેના વિવિધ પક્ષોને ગણનામાં લે છે. એ કહે છે કે આ વાદને કયારેય નિવકારક અંત આવી શકશે કે નહિ એ કહેવું કઠણ છે. અહીં કર્તવ્ય, કર્મ, કાર્ય, જ્ઞાન, લાગણી, ભાવ અને નિર્ણયશકિતનું વિશદ પૃથક્કરણ કરવામાં આવ્યું છે, પરંતુ મશરૂવાળા અમુક ચિત્તઅવસ્થાઓને વિશેષ ગુણકારી સમજે છે જેમ કે પ્રેમથી કદાપિ દુઃખ થાય તે તે પણ આવકારદાયક છે અને તે દુઃખની સમૃત સુખકર થઈ શકે છે. આથી સરવાળે વધુ સુખ પણ પ્રેમ તથા સમભાવની ગુણાત્મક લાખેણીની ખીલવણીમાં છે. આ ભક્તિમાર્ગને મૂળ પાયે છે. જ્ઞાનમાર્ગ આવી અવસ્થા વિશે શંકાશીલ છે. એ એમ માને છે કે આમાં છેતરપિંડી છે. વધુમાં આવી અવસ્થા અસ્થિર છે. તેથી દુઃખરૂપ છે. સાત્વિક, રાજસિક અને તામસિક દૃષ્ટિએ જ્ઞાન, કર્મ અને ભક્તિના સમાગમ થતા રહે છે. સિદ્ધાંતમાં કોઈ વ્યક્તિ જ્ઞાનમાર્ગી હાય પણ પ્રકતિએ કર્મમાગી બને છે. ત્યારે કોઈ વ્યક્તિ કર્મ માર્ગની હિમાયત કરે પરંતુ પ્રકૃતિથી નાનમાણી રહે તેવું બનવા પામે. મશરૂવાળા કહે છે કે જ્ઞાન, ભક્તિ કે કર્મ પૈકી કોઈ એક જ માર્ગ નથી, અથવા ત્રણ સ્વતંત્ર માર્ગોયે નથી અથવા બબ્બે કે ત્રણેને સમુચ્ચય કરવાનું છે એમ કહેવું કઠણ છે, પણ (૧) જ્ઞાન પાપ્તિ, ત્યાર બાદ ભાવનાનું અનુશીલન, અને ત્યારબાદ કર્મયોગની પૂર્ણતા, એવો વિકાસને ક્રમ જણાય છે. પણ (૨) જે માંણસ જે ભૂમિકાએ પહોંચતું હોય છે, તેને માટે તે જ ભમિકા જ તાત્કાલિક ધ્યેય બને છે. ધૂળ દૃષ્ટિએ સમાજમાંયે ભૂમિકાના એવા યુગે હેય છે; અને (૩) જે બાબતને કર્મવેગ પૂર્ણ થાય છે, તેને પૂર્વગામી જ્ઞાન અને ભાવના સ્વભાવસિદ્ધ થયેલાં હોય જ, એટલે એક રીતે કર્મવેગની પૂર્ણતામાં જ્ઞાન અને ભાવનાને સમાસ થઈ જાય છે. ને કે એનું ભાન ન હોય એમ બને છે. આ ઉપરાંત પરમાત્માની સાધનામાં તે પ્રત્યે ધૂળ પ્રકારની ઉપાસના અને ભક્તિ મશરૂવાળા આવકારે છે, તેનું ક્રમવાર વર્ણન કરે છે. શ્રદ્ધાળુ વાસ્તિતા ના શીર્ષક હેઠળ મશરૂવાળા એકશ્વરવાદ, અનેક દેવવાદ અને ચિત્તની અનિરછનીય વૃત્તિઓની ચર્ચા કરે છે. વ્યક્તિ કેટલીક વખત અન્યની શ્રદ્ધાને હાનિ પહોંચાડે છે એ બાબતને મશરૂવાળા અનિરછનીય લેખે છે. અહીં એક બાબત મશરૂવાળા રજૂ કરે છે તે બુદ્ધિ અને જીવન વચ્ચેની ખાઈ છે. ૌદ્ધિક નિ છે અને સંકલ્પને તાદશ રીતે જીવનમાં ઉતારી શકાતા નથી. કgવશક્તિ કરતાં દેવા ૯ * * :" - " For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy