________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાલાય.
દીપોત્સવી અને વસંતપંચમી વિ. સં. ૨૦૪૮-૪૯
પુસ્તક ૩૦
ઑકટોબર ૧૯૯૨-જાન્યુઆરી ૧૯૯૩
અંક ૧-૨
સ્થાપત્ય અને પ્રાગિતિહાસ: સમરાંગણું
સુત્રધારનો અભિપ્રાય રમણલાલ નાગરજી મહેતા
પ્રાસ્તાવિક
સ્થાપત્ય અને નગરરચનાની પરંપરા પુરાવસ્તુવિદ્યાના અધ્યયનથી પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થઈ હોવા બાબત શંકા રહેતી નથી. પરંતુ પથરનાં ઓજારો વાપરનાર સમાજમાં તથા પત્યને પ્રારંભ થયો હોવાની માન્યતા ભારતમાં ઓછામાં ઓછાં હજાર વર્ષ જેટલી પ્રાચીન હેવાની સ્પષ્ટ નેધ ભેજરાજના સમરાંગણ સૂત્રધાર ગ્રંથમાંથી મળે છે. ધાટના પરમાર રાજા ભોજે (આઃ ૧૦૦૦-૧૦૫૫) લખેલા મનાતા ગ્રંથમાં છઠ્ઠા અધ્યાયમાં સહદેવાધિકાર અને સાતમા અધ્યાયમાં વર્ણાશ્રમપ્રવિભાગની રસપ્રદ ચર્ચા છે, તેની માહિતી સ્થાપત્ય માટે મહત્વની છે. સાંસ્કૃતિક પરિસ્થિતિ
ભૂતકાળમાં મનુષ્યની સ્થિતિ સારી ન હતી અને સ્વપ્રયત્નથી તેણે વિકાસ સાથે છે અને આજની સ્થિએ તે પહોંચે છે એ દષ્ટિબિંદુને આજે સ્વીકાર થાય છે. તેની સાથે વિકાસથી વરાયેલા વિનાશમાંથી પ્રકૃતિ તથા સમમ જીવન અને માનવજાતને કેમ બચાવવી એ આજના જમાનાને કૂટ પ્રશ્ન છે. આ પરિસ્થિતિમાં ભારતમાં પ્રચલિત માન્યતા બીજ દષ્ટિબિંદુ રજૂ કરે છે, તેનું આલેખન ભોજરાજના સહદેવાધિકાર અધ્યાયમાં છે. સહદેવાધિકારમાં પાયાને પ્રશ્ન જીવન માટે અન્નપ્રાપ્તિને હેવાનું વલણ સ્પષ્ટ છે. માનવસમાજના આદિ કાળમાં અને આજે પણ અજમાપ્તિ એ જીવન માટે મહત્ત્વની આવશ્યકતા હોવા બાબત કોઈ શંકા નથી.
આ બાબત તેત્તિરીય ઉપનિષદની બ્રહ્મવલ્લીના પ્રારંભમાં સ્પષ્ટ રીતે દર્શાવી છે. આ અનની અછત ઊભી થતાં લોભ પેદા થાય છે, તેમાંથી સામાજિક ઉતપાત અને ઊથલપાથલ
સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૧૨. દીપોત્સવ-વસંતપંચમી અંક. ઑક્ટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૧-૪.
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.
For Private and Personal Use Only