________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨મેશ બેટાઈ અને તેની સામે મકકમ ચિતે ઝીંક ઝીલતી સીતાના નિરૂપણમાં ભાસની કળા ખીલી ઊઠે છે. વળી પાત્રાલેખન તેમજ વર્ણનકલામાં પણ ઘણી સારી એવી નિપુણતા દાખવીને ભાસે સારી જમાવટ કરી છે. .
પ્રતિમાનાટક'ને આરંભ થાય છે રામના રાજયાભિષેકમાં આવેલા અણુ ચન્તવ્યા અવરોધ અને રામના લમણુ તથા સીતા સાથેના વનગમનથી. યુદ્ધકથાને ઉલેખ માત્ર કરીને સીતાની શુદ્ધિ પ્રમાણિત થયાની વાત એકજ વાકયમાં નિર્દેશીને અને રાવણની અશોકવાટિકામાંની સીતાની દુર્દશા વણવા સિવાય જ રામને રાજ્યાભિષેક અને લંકાથી અથાગમન તથા ભરત સાથેના મિલાપ અને પુનઃ રાજ્યારોહણના નિર્દેશ સુધીની કથા ભાસ આવરી લે છે. આ છતાં ભાસની નાયકલાની સૂક્ષ્મતા, કાવ્યકલા, મને વૈજ્ઞાનિક ચિત્રણને પ્રભાવ વગેરે, “ પ્રતિમાનાટક” રામાયણકથાના વિશે વિસ્તારને આવરી લે છે તે છતાં તેને રામાયણસાર બનવા દેતાં નથી. આ હકીકતની પ્રતીતિ આપણને કથાવસ્તુ તથા તેની રસમીમાંસા પરથી થશે. પરિણામે આ બે નાટકે પૈકી કયું પ્રતિભાસમ્પન્ન, સહદય રસાસ્વાદકેને સવિશેષ હૃદયસ્પર્શી બને છે તેને નિર્ણય કરે આપણુ માટે સરળ થશે.
કથાવસ્તુ : ' રામાયણમૂલક ' આ નાટક રામને રાજ્યાભિષેકની તૈયારીથી શરૂ થાય છે. પિતાની આજ્ઞા માથે ચડાવીને રામ નમ્રતાપૂર્વક રાજયને સ્વીકાર કરે છે. પરંતુ તેમાં કંકેયી મંથરાના ચડાવવાથી વિક્ષેપ ઊભું કરે છે. ભારે વેદના, આઘાત, હતાશામાં દશરથ કેકેયીને વિનવે છે. પરંતુ દશરથે પૂર્વે આપેલાં વરદાન મેળવવામાં તે મકકમ છે. આથી રામને બાર વર્ષને વનવાસ તથા ભરતને રાજા બનાવવાનો નિર્ણય રાજા દશરથ કરે છે. રામની સાથે પ્રેમપૂર્ણ આગ્રહ અને મક્કમતાપૂર્વક સીતા જાય છે, લમણ પણુ. આથી દશરથને આધાત એકદમ વધી જાય છે. અત્યન્ત વિલાપ કરતાં દશરથનું મૃત્યુ થાય છે. બીજી બાજુ મોસાળથી તરત પાછા ફરવાને સંદેશ ભરતને મોકલવામાં આવે છે. તે આવે છે અને અયોધ્યાને સીમાડે રઘુવંશના રાજાઓની પ્રતિમાઓનું પ્રતિમાગૃહ છે, તેમાં દશરથની પ્રતિમા પણ તે જએ છે અને તેને ખ્યાલ આપી દેવામાં આવે છે કે દશરથનું અવસાન થયું છે. આ પછી અહીં જ આપણને ખ્યાલ આવે છે કે કેયીએ રામના રક્ષણ અને સલામતી માટે જ રામને વનમાં મોકલ્યા અને ભરતને માટે રાજ્ય માગી લીધું. આની પૂરી સ્પષ્ટતા તે છેક છઠ્ઠા અંકમાં થાય છે, અને ભારત તથા તેની માતા વચ્ચેની ગેરસમજ દૂર થાય છે. ભરતું અને રામના મિલાપને સુભગ, ધન્ય, હૃદયર-પશી પ્રસંગ ચોથા અંકમાં કવિ આવરી લે છે. પ્રતિમાગૃહને પ્રસંગ જેમ ભાસનાં પ્રતિભા, કલ્પનાશક્તિ અને નાટયકલા તથા નાટયસિદ્ધિનું અનુપમ પ્રસૂન છે, તેમ રામ-લક્ષ્મણના મિલનને ધન્ય પ્રસંગ મૂળ કથા કરતા પણ વધુ ભાવાશભર્યા, વધુ પ્રસન્નકર અને મુગ્ધકર ભાસે બનાવ્યો છે. આ પછીના શેષ અંકમાં, રામને વનવાસ, સીતાનું અપહરણ, સીતાની શોધ, રાવણવધ, રામનું અયોધ્યામાં પુનરાગમન, તેમને રાજ્યાભિષેક વગેરે ઘટનાઓ ત્વરિત ગતિએ લેખક આવરી લે છે. યુદ્ધવર્ણન તેમણે જતું કર્યું છે, અને સીતાનાં શુદ્ધિ અને પવિત્રતા પ્રમાણિત થયાં છે એને ઉલેખમાત્ર કર્યો છે. વિશાળ કથામાંથી અમુક જ પ્રસંગે પૂરી કાળજી અને કલાત્મકતા સાથે પસંદ કરીને નિરૂપવાનું તેને વધારે યોગ્ય લાગ્યું છે.
For Private and Personal Use Only