________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. સી. શાહ
પરિત્ય તેમ જ પશ્ચિમી ખ્યાલ –ભારતના પ્રાચીન ઋષિમુનિઓ માટે ધર્મ કે તત્વજ્ઞાન એ કયારેય પણ વ્યાસંગ કે બૌદ્ધિક વિલાસનું માત્ર સાધન ન હતાં, પણ તત્ત્વજ્ઞાન એ એમને મન આત્મસાક્ષાત્કાર પામેલી વિચારધારા હતી.
સામાન્ય રીતે એમ કહી શકાય કે પૂર્વના તત્ત્વજ્ઞાનનું લક્ષણ એ છે કે તે આત્મજ્ઞાનનેદિવ્ય દર્શનને વિષે આગ્રહ ધરાવે છે, જયારે પશ્ચિમનું તત્ત્વજ્ઞાન તાકિક તેમ જ બદ્ધિક બાબતોને વધુ મહત્વ આપે છે. ડૅ. રાધાકૃષ્ણનના મતે પશ્ચિમનું માનસ તર્કવાદી અને નીતિપરાયણ ગૂઢતાને વિષે અણગમો ધરાવનારું અને વ્યવહારકુશળ છે; જ્યારે પૂર્વનું માસ અાંતરજીવન અને ધ્યાનગ તરફ વધારે ઢળે છે.
આપણી આર્ય સંસ્કૃતિ સાથે આપણાં પ્રાચીન શાસ્ત્રો અવિભાજ્ય સંબંધે જોડાયેલાં છે. આધ્યાત્મિક તેમજ લૌકિક જીવનની પ્રત્યેક સમસ્યા પર ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી દર્શનેએ ઉડે વિચાર કર્યો છે. વૈદિક સત્ય જેવા તથા જાણવા માટે શાસ્ત્રકારોએ જે છ શાસ્ત્રો સૂત્ર આકારે રચેલાં છે તેને ષડ્રદર્શન એવું નામ આપવામાં આવે છે. દર્શનનું કાર્ય બ્રાહ્મણ તેમ જ ઉપનિષદગ્રંથમાં કર્મ, જ્ઞાન, વગેરેને લગતો જે ઉપદેશ હતો તેમાં એકવાકયતા સાધવાનું છે. સૂત્રો કરતાં દર્શનેનું તત્ત્વજ્ઞાન વધુ પ્રાચીન છે. વૈદિક યુગ પછી (ઈ. સ. પૂ. ૬૦૦) એટલે બુદ્ધ અને મહાવીરના કાળ દરમ્યાન દર્શનેની ઉત્પત્તિ થઈ તેમ મનાય છે. જો કે કોઈ કોઈ દર્શનેનાં મૂળ તે એથી પણુ પુરાણુ સાહિત્યમાં મળી આવે છે.
દર્શનેનું વર્ગીકરણ – આપણા ધર્મ અને તત્વજ્ઞાનને પ્રારંભ વેદમાંથી જ થાય છે. ભારતીય તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં વેદને અભ્યાસ અનિવાર્ય છે. વેદના ઋષિઓ મંત્રના કર્તા નહિ પણ દષ્ટા હતા. ભારતીય લોકો વેદને આધ્યાત્મિક જ્ઞાનના અખૂટ ભંડાર માને છે. કોઈ વ્યક્તિઓ દ્વારા રચાયેલા ન હોઈ વેદને અપૌરુષેય કહેવામાં આવે છે. વેદવાક્ય હમેશાં પ્રમાણ મનાતું આવ્યું છે. વેદ ચાર છે. તેમાં ઋવેદ સૌથી જૂને મનાય છે. મન્ન, બ્રાહ્મણ, ઉપનિષદ, વગેરે વેદના વિવિધ સ્તર છે.
વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર જે દર્શને તે “આસ્તિક ” અને વેદનું પ્રામાણ્ય નોહ સ્વીકારનાર દર્શને તે નાસ્તિક ” આવું સામાન્યત: દર્શનનું વગીકરણ થતું આવ્યું છે. સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (દાંત) આ છ દશનેને “ આસ્તિક દર્શને ' કહેવાય છે; જ્યારે ચાર્વાક, બોદ્ધ, અને જેન–એ દર્શને વેદનિરપેક્ષ વિચારસરણી ધરાવતાં હે “નાસ્તિક દર્શનો' કહેવાય છે, પરંતુ આ રીતે આસ્તિક તેમ જ નાસ્તિક એમ બે ભેદ ઊભા કરી વિભાજન કરવું કેટલાક વિદ્વાનેના મતે યોગ્ય નથી. તેઓ આસ્તિક” અને “નાસ્તિક' શબ્દોને અર્થ “વેદને માનવાવાળા” અને “વેદને નહિ માનવાવાળા” એમ કરતા નથી, પરંતુ તેમના મતે આસ્તિક એટલે પિતાનાં સારા અને ખરાબ કમેનું અર્થાત ધર્મ અને અધર્મનું ફળ અવશ્ય મળશે જ એવી માન્યતા. આ અર્થ સ્વીકારીએ તે બૌદ્ધ તેમ જ જૈનદર્શને કે જે પુનર્જન્મ તેમ જ કર્મફળ વગેરેમાં માને છે તેને આસ્તિક દર્શને
- ૨ રાધાકૃષ્ણન ( હે.) ધર્મોનું મિલન, અનુવાદક-ચન્દ્રશંકર શુકલ, પ્ર. પ્રભાશંકર ભટ્ટ, ભારતીય વિદ્યા ભવન, મુંબઈ, આ. ૧, ૧૯૪૧, ૫. ૧૭૩
For Private and Personal Use Only