________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થસ્થાવલોકન
નિરૂપણથી ઠીક ઠીક ભરેલી છે. પાત્રની કશીક વિલક્ષણતાને ધાર આપી ઉપસાવવા માટે પ્રસ ગે અને પરિસ્થિતિઓનું ગૂંથાયેલું જાળ કલાને કોઈ વિશેષ દાખવે છે કે કેમ એવો પ્રશ્ન પૂછો જરૂરી અને વાજબી છે નહિ તે એવી રચનાઓ case-history બની રહે. “મહમદ” અને કિરપાણ ” કાતમાં કોઈ કલમેષ વરતા નથી. તે જ પ્રમાણે નિરૂપણરીતિનું નાવીન્ય પ્રતાપ, એ પ્રતાપ'માં છે પણ તે રસની એકત્વપૂર્ણ અસર ઉપસાવવામાં નિષ્ફળ જતી લાગે છે. કૃષ્ણજન્મ” રચના, સુરેશ જોષીની “ જન્મોત્સવ” રચના સાથેના વિષયના સામ્યને કારણે બહુચર્ચિત બની છે. સામ્ય ફક્ત વિષયનું જ છે બાકી બંને કૃતિઓનું Aesthetics સાવ અલગ છે. કૃષ્ણજન્મ ” એ વાસ્તવવાદ અને પ્રગતિવાદની ફલશ્રુતિ છે જ્યારે સુરેશ જોષી પ્રસંગે અને પરિસ્થિતિઓનાં સંનિધિકરણોને પ્રયોગ કરી જોવા મળે છે. તેથી મારા મતે એ બે કૃતિઓની સરખામણી અપ્રસ્તુત બની રહે. છતાં ડે, સુરેશ દલાલે એ બે કૃતિઓની તુલના કરી જ કરી અને ખત્રીની વાર્તાને સાધન બનાવી સુરેશ જોષીના આગવા રસશાસ્ત્રને જાણવા છતાં અવગણ્ય ! આવી તુલનાએ મુગ્ધ ભેળા રસિકોને મેળવી શકે ખરી પણ મૂળે અપ્રસ્તુત હોય છે એ ધ્યાનમાં રાખવું જોઈ એ.
ખત્રીની વાર્તાકાર તરીકેની ઓળખ તે “ખરા બપોર ની “ધાડ' માટીને ધડ” અને ખરા બપોર' જેવી રચનાઓ આપે છે. પ્રકૃતિ અને પાત્રની આંતરિક પ્રકૃતિનું સમાન્તરીકરણ ટેકનિક અને પ્રતીકના વિનિયોગની શક્તિને પરિચય કરાવનારું છે. માટીને ઘડો'માં પણ
ધૂળ પાણીની વાત પરથી ધીમે ધીમે છટાથી પ્રેમની વાત પર આવી જતા સાહેબ અને રાણલને સંવાદ ખત્રીની ભાવ–આલેખનકલાને ઉત્કૃષ્ટ નમૂને છે.
આમ, આ દળદાર સંચય સ્વ. જયંત ખત્રીની વાર્તાકાર તરીકેની તમામ સિદ્ધિઓ અને મર્યાદાઓનું પણ યથાર્થ મૂલ્યાંકન માટેની સામગ્રી પૂરી પાડે છે અને ઘણું ઘણું વખતથી અછાય એવા સંપ્રહે આમ એક સાથે ઉપલબ્ધ થાય છે તે બદલ પ્રકાશક સંસ્થા મહિલા વિદ્યાપીઠ અવશ્ય અભિનંદનની અધિકારિણી છે. વિદ્યાભવન પાસે, માળ પર,
વિજય શાજા એમ. ટી. બી. કોલેજ કેમ્પસ, અઠવા લાઈનસ સૂરત ૩૯૫ ૦૦૧, ફોન ૬૪૮૧૦૦ (R)
સામાજિક નાટ્ય, એક નૂતન ઉન્મેષઃ વિજય તેંડુલકર લેખક: શ્રી ઉત્પલ ભાથાણી, પ્રકાશક ૧ શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ-૨૦, પ્રથમ આવૃત્તિ: ૧૯૯૩ પૃષ્ઠ સંખ્યા ૧૦૪, મૂલ્ય: . ૫૦/-, વિક્રેતા : નવભારત સાહિત્ય મંદિર. સામાજિક નાટ્યની સાચી સમીક્ષા
શ્રી ઉત્પલ ભાયાણીએ મ. સ. યુનિ. વડોદરાના ગુજરાતી વિભાગના ઉપક્રમે ભેગીલાલ સાંડેસરા વ્યાખ્યાનમાળા અંતર્ગત ૧૯૮૮માં, વિજય તેંડુલકરનાં સામાજિક નાટકો વિષે જે વ્યાખ્યાને આપેલાં તે સર્જકની યત સાથે ૧૯૯૩માં પુસ્તકરૂપે પ્રગટ થાય છે એ નાટ્યવિવેચનક્ષેત્ર એક સુખદ ઘટના છે. અન્ય નાટ્યસ્વરૂપની સરખામણીમાં આજના પ્રેક્ષકે જેને સૌથી વધુ સ્વીકાર્યું છે તેવા સામાજિક નાટકના સ્વરૂપમાં સુધારો કરવાથી આપણી રંગભૂમિ પર દૂરગામી
For Private and Personal Use Only