SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નતિક મૂક અને સમાજ સુધારણા અને સ્વામી સહજાનંદના પ્રયાસે ૧૦૦ સ્વામી એમાં અપવાદરૂપ ન હતા. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ચાર તો સહજાનંદના ધર્મોપદેશનાં સનાતન લક્ષ હતાં. આ ચારેય તો પરસ્પરને પિષક છે અને ચારેયના સાંનિધ્યમાં જીવાતું જીવન સામાજિક એકય માટે જરૂરી છે. ટૂંકમાં, માનવપ્રયાસના વરિષ્ટ હેતુને પામવા તથા સંપૂર્ણ ધર્મમય જીવનની પ્રાપ્તિ માટે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની સમન્વિત ઉપાસના અનિવાર્ય છે. સહજાનંદની જેહાદનું રહસ્ય એમના અંતઃસ્ફરિત સ્વાનુભવમાં છે એ આથી સ્પષ્ટ થાય છે. “વચનામૃત'ને અભ્યાસ પણ આની પ્રતીતિ કરાવે છે. એમના સંપ્રદાય અંતર્ગત દશ સનાતન સદગુણેની નોંધ લઈને આ ચર્ચા અહી પૂરી કરીએ. આ દશ તો છે: અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, ધર્મનિષા, કર્તવ્યનિષ્ઠા, અસ્તેય, સૌજન્ય, શૌચ, વિદ્યાનુરાગ અને પીડિતો પ્રત્યે પ્રેમ. * શિક્ષાપત્રી માં આ દશ સદાને નિર્દેશ વિગતે છે. બધા સત્સંગીઓ માટે તેનું આચરણું ફરમાનરૂપ હતું. સમાજનાં દૂષણોને દૂર કરવા આ દશ ગુણોને પ્રચાર-પ્રસાર અને અમલ આવશ્યક છે. આવા બેહદ અને પારદર્શક અભિગમને કારણે જ ઓગણીસમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન ભક્તિચળવળના વરેણ્ય પ્રતિનિધિ તરીકે અને સામાજિક ઉત્થાનના ઉદગાતા તરીકે સહજાનંદ સ્વીકાર થયો હતો. ૧ જન્મ બ્રાહ્મણ, અભ્યાસથી પંડિત, ધર્મે વેષ્ણવ, કમેં સુધારક અને જીવનસૂત્ર સંન્યાસીનું એવા આ સંત-સુધારક સહજાનંદે ગુજરાતના સમાજજીવનને ઉજમાળ્યું, પિતાને જીવનથી અને જીવી જાણીને. પ્રસ્તુત વિવરણથી સ્પષ્ટ થાય છે કે સહજાનંદનું પૂર્ણ ધ્યેય ચુસ્ત અને બંધિયાર સમાજને સંગતિ અને ખુલ્લા સમાજ તરીકે પરિવર્તિત કરવાનું હતું, જે માટે તેમણે સામાજિક મૂલ્ય અને નૈતિક ધરણેને સહારો લીધો હતો. એમના સમયને તકાદો સહજાનંદનું જીવનલક્ષ્ય હતું. ૨૬ વચનામૃત, લોચા, ૭; ગઢડા, પ્રથમ શ્રેણી ૧૨ અને ૪૭) તથા પારેખ, ઉપયુક્ત, પૃ. ૧૮૨. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy