________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થથાવલોકન
કવિ ભાલણ અને વ્રજભાષા માં શ્રી. કે. કા. શાસ્ત્રીએ ભાલણના સમય (સં. ૧૫૫૦૧૫૭૫) અંગે કરેલાં વિધાનની તપાસ આદરી છે. મુદ્દાસર દલીલ કરી રા. . મેદીના ભાલના સમય (સં ૧૪૬૧-૧૫૪૫) અંગેના મનનું સમર્થન કર્યું છે.
મીરાંના જીવન વિષે થયેલા સંશોધનોને “મીર-જીવનના કેટલાક પ્રશ્નો”માં ચકાસવામાં આવ્યાં છે. મીરાંબાઈનાં ભારતભરમાંથી મળતા પ્રામાણિક પદેનું એક સંપાદન ચીવટથી તૈયાર કરવાની અગત્યને નિર્દેશ કર્યો છે.
સંતવાણીમાં ડગલે ને પગલે આવતા કેટલાક યગપરક પારિભાષિક શબ્દો અને યોગારક ક્રિયાઓ વિશેની વિસ્તૃત ચર્ચા “સંતવાણીમાં હઠયોગ અને કુંડલિની ' એ લેખમાં મળે છે.
સાવધાની રાખીએ તે પણ ભૂલા પડાય એવો અટપટે આ વિષય છે ” કહી અવતાર આપી ગેરસમજ જણાઈ હોય ત્યાં સ્પષ્ટતા કરી છે.
“ભૂતપૂર્વ વડોદરા રાજ્યની વહીવટી ભાષાનીતિ ”માં વડોદરા રાજ્યની વહીવટી ભાષાનીતિ વિષેના કેટલાક ખ્યાલ રજૂ કરવાનું લક્ષ્ય રાખી લેખક સયાજીરાવ ગાયકવાડે રાજ્યવહીવટ શુદ્ધ ગુજરાતીમાં ચલાવવા માટે કરેલા પ્રયાસની વિગતે માહિતી આપી છે. એમને એ પ્રેરણા મળી હતી છત્રપતિ શિવાજીમાંથી. શિવાજીએ ફારસીને બદલે મરાઠીમાં રાજયવહીવટ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. એમની પ્રેરણાથી તૈયાર થયેલ “રાજ્યવ્યવહારકેશ' અને સયાજીરાવની પ્રેરણાથી
શ્રી સયાજીશાસનશબ્દકલ્પતરુ ની રચના અને પ્રસિદ્ધિની વાત કરી રાજવહીવટની ભાષા બદલવાનું કાર્ય કેટલું કપરું છે તે “શિવાજી છત્રપતિને રાજ્યવ્યવહાર કોશ માં સમજાવી કોશની સેદાહરણ વિસ્તૃત માહિતી આપી છે.
* મધ્યકાલીન રાજ્યશાસનપરિભાષામાં પરિભાષા અંગે શિવાજી અને સયાજીરાવના પ્રયત્ન વિષેના આગળના લેખના મુદ્દાઓનું પુનરાવર્તન છે. જમીન મહેસૂલખાતું, સેનાવિભાગ વગેરેની પરિભાષાની સમજુતી સાથે મધ્યકાલીન સમાજની જીવનપ્રણાલિકા અને મર્યાદાઓનું સંક્ષિપ્ત, સુચક ચિત્ર રજુ કર્યું છે. : "
* સારસ્વતમંડળની સંસ્કૃતિ માં મહેસાણા જિલ્લામાં વહેતી સરસ્વતી નદી અને તે પ્રદેશના સંસ્કારસ્વામીઓની અતૂટ પરંપરાને કારણે “ સારસ્વતમંડળ” નામની યોગ્યતા દર્શાવી એની સંસ્કૃતિની પરંપરાને સમજવા માટે ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સંક્ષેપમાં સમજ આપી છે. પાટણની હેમચંદ્રસૂરિ સિદ્ધરાજ જેવી વિભૂતિઓનું સાંસ્કૃતિક પ્રદાન વર્ણવી પાટણના સુવર્ણયુગની જાહોજલાલીને આલેખ આપ્યો છે. પાટણે ગુજરાતનાં સંસ્કાર, સાહિત્ય, કલાને વારસે અમદાવાદને આયે એમ જણાવી સિદ્ધપુરના રુદ્રમહાલય, મોઢેરાનું સૂર્યમંદિર અને શિપ સ્થાપત્યના અવશેષોવાળાં અનેક ગામના ઉલલેખ સાથે આબુનાં વસ્તુપાલ-તેજપાલનાં મંદિરનું સ્મરણ કર્યું છે. ભાલણ, ભીમથી માંડીને રઘુવીર ચૌધરી, જયશંકર સુંદરી જેવાઓએ એ સાહિત્યસેવા પરંપરા ચાલુ રાખી છે તેની સગૌરવ નોંધ લઈ આ મંડળની મીનલ, ચોલાદેવી, તાના-રીરી જેવી સ્ત્રીઓની ગૌરવગાથાનું સ્મરણ કર્યું છે. વિવિધ કોમેનું વિશિષ્ટય દર્શાવી નવભારતના ઘડતરમાં તેમને પ્રદાનને બિરદાવ્યું છે.
For Private and Personal Use Only