SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૪ અજિત ઠાકોર જગન્નાથ પછી ૨૦મી સદીના આરંભ સુધી રચાયેલા સ`સ્કૃત સાહિત્યમાં પ્રશિષ્ટ અને પરપરાગત સવેદના જેવા મળે છે. એ પછી સ્વાતંત્ર્ય સુધીના સસ્કૃત સાહિત્યમાં રાજકીય અને સામાજિક સભાનતા પ્રકટતી જેવા મળે છે અને સ્વાત ંત્ર્યત્તર સસ્કૃત સાહિત્યમાં આધુનિકતાવાદી વલણા અલ્પમાત્રામાં પણ નિશ્ચિતપણે દેખાવા લાગે છે. જો કે સાંપ્રત સ ંસ્કૃત સર્જ કચેતના મહદ ંશે તેા પર પરાદ્ધ જ લાગે છે. એનું કારણ પણ સમજાય તેવું છે. સાંપ્રત સ ંસ્કૃત સર્જકચેતના પર સંસ્કૃત જેવી અતિપ્રાચીન ભાષાની સમૃદ્ધ અને વૈવિધ્યભરી પરપરાના અતિશય પ્રભાવ હોય તે સ્વાભાવિક પણ છે. તેથી જ સ્વાત ત્ર્યાત્તરકાલીન સસ્કૃત સકા ભારતીય સ ંસ્કૃત, ધર્મ અને સંસ્કૃત ભાષાની ઉપેક્ષા કે ઉન્મૂલનથી જે અવસાદ, નરાશ્ય અનુભવે છે તેવા આજના માનવની કરુણુ નિયતિથી નથી અનુભવતા. એ આજના નિમિત્ત, ન્નિભિન્ન, જંતુ સદશ, હતાશ અને ઉખડી ગયેલા માનવની નિયતિથી અપવાદ બાદ કરતાં વિમુખ થઈ ગયા છે. સર્જકની આવી એકદડિયા મહૅલમાં પૂરાઈ રહેવાની શાહમૃગી વૃત્તિ સાંપ્રત સર્જક સામે પડકાર ઊભા કરે છે. સાંપ્રત સ`સ્કૃત સાહિત્યમાં સામાજિક ચેતનાના સ્વાત ઋપૂર્વે હતેા તેટલા જ દાબ આજે જોવા મળે છે. વ્યક્તિચેતના યુરોપીય અને ભારતીય ભાષાઓમાં કેન્દ્રસ્થાને છે. પણ સ`સ્કૃત સાહિત્યમાં તે તે પરિધ પર કયાંક કયાંક જ દૃશ્યમાન થાય છે. આથી આજે રચાતા સંસ્કૃત સાહિત્યના સ્વપાંશ જ ‘ આધુનિક ’ નામને પાત્ર છે. ' Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં આધુકતાવાદી વલણા સંસ્કૃત સાહિત્યમાં કેવી રીતે-ભાતે પ્રકટ્યાં છે, તે દર્શાવવામા ઉપક્રમ રાખ્યા છે. દેવ માધવ, રાધાવલ્લભ ત્રિપાઠી, કેશવચં દાસ, રાજેન્દ્ર મિશ્ર, શ્રીનિવાસ રથ, પુષ્પા દીક્ષિત આદિ અનેક સર્જકોમાં આધુનિકતાવાદી વલણા વત્તાઓછા અંશે જોવા મળે છે. અહીં આધુનિકતા સાથે એક સ વિશેષની સ કતાનાં વલણા પણ સુગ્રથિત રૂપે વ્યક્ત થાય એ માટે શ્રી હદેવ માધવમાંથી ઉદાહરણો લીધાં છે. સહદયા અન્ય સર્જ કામાં પણ આ વલણા પ્રમાણિત કરશે, એવી આશા છે. પર’પરાગત કવિ ચિત્તમાં અમૂત, હવાઈ રીતે માનવીની શાધ કરે છે. કઠોર વાસ્તવિક્તાથી પલાયન થવાનું એનું વલણુ છે. તે આધુનિક કવિ કઠેર વાસ્તવથી હતાશ, છિન્ન બનેલા માનવની કરુણુ નિયતિની સુખામુખ થવાનું સાહસ કરે છે : बाउलभक्तः मनसो मनुष्यं अन्विष्यति अहं મટીયાળીવિષાયસંગીતે....... (૬. ન. શિ. પૂ. (૧) પરપરાગત કવિ અને આધુનિક કર્વિના દૃષ્ટિકોણુમાં રહેતા આ ભેદ પર પરાને ફગાવી દેવાને કવિવલણને સૂચક છે. આધુનિકતાનું પર પરાવિચ્છેદરૂપ પ્રમુખ લક્ષણો અહીં. દૃષ્ટિગોચર થાય છે. પરપરાગત કવિ નગ્ન અને કુત્સિત વર્તમાન સામે શાહમૃગી વૃત્તિથી પીઠ ફેરવી નૈતિક મૂલ્યોમાં સમસ્યાનું સરળ સમાધાન શૈધે છે. એ આધ્યાત્મિક આત્મહત્યા કરી લેનારા ભાગેડૂ અને પાકળ છે. આધુનિક કવિ કુત્સિત વર્તમાનને ઉવેખતા નથી. એ એના મુકાબલે કરે છે. હ દેવ પરંપરાગત કવિની શાહમૃગી વૃત્તિને ઉપહાસના કાકુ વડે ઉઘાડી પાડે છે : For Private and Personal Use Only
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy