SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શહય-ચિકિસાની પ્રાચીનતા મસ્તક જેવાં અતિ સંવેદનશીલ મર્મ સ્થાનનાં ઓપરેશનોના પણ સ્પષ્ટ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અથર્વણના પુત્ર દધ્ય ઋષિ પાસેથી મધુવિદ્યા શીખવા અશ્વિનિકુમારોએ તેમનું મસ્તક કાપીને ઘડાનું મસ્તક લગાડયું હતું અને વિદ્યા શીખી લીધા પછી પાછું એમનું મસ્તક પુનઃ બેસાડેલું.૮ - સાયણાચાર્ય મુજબ દધ્યઋષિએ મધુવિદ્યા તથા પ્રવÁવિદ્યા–એમ બે વિદ્યાઓનું રહસ્ય અશ્વિનિકુમારોને કહ્યું હતું. આ બંને વિદ્યાઓનું જ્ઞાન ત્વષ્ટા પાસેથી ઈન્દ્ર અને ઈન્દ્ર પાસેથી દધ્ય ઋષિએ પ્રાપ્ત કર્યું હતું. વળી પ્રવર્ગવિદ્યાને અર્થ સાયણાચાર્યો–' ભગ્ન કે છિન્ન થયેલા મસ્તકને કક્ષપ્રદેશ સાથે પુનઃ સાંધનારી વિદ્યા ’-એવા કર્યો છે.* પ્રસ્તુત મંત્ર દ્વારા શસ્ત્રક્રિયાની પ્રાચીનતા અંગેને ખ્યાલ આવે છે. આવો જ એક પૌરાણિક ઉલેખ, શિવજીએ ગણેશનું માથું કાપી નાખ્યા પછી હાથીનું મસ્તક બેસાડી આયાને પણ છે.૧૦ આ બંનેને શવ્યકર્મ (Surgical operation)ને અદ્દભુત ચમત્કારરૂપ લેખી શકાય. વળી સ્થાવ નામના મુનિના અસુરોએ ત્રણ ટુકડા કર્યા હતા ત્યારે અશ્વિનએ એ ટુકડા ફરીથી જોડીને એમને જીવન આપ્યું હતું, એ સાયણાચાર્યને ઉલલેખ તે એક અદ્ભુત જોખમી શલ્યકર્મ ( dangerous operation)ને જ દ્યોતક છે. કયામાં આ પ્રમાણે દર્શાવ્યું છે.“હે ઉદાર અશ્વિ ! હે શર! તમે વદ્ધિમતિને હિરણ્યહસ્ત નામે પુત્ર આપ્યું અને અશ્વિ! ચીરીને ત્રણ કટકા કરેલા સ્થાને તમે પુનઃ જીવિત કર્યો. આ અતિ ગંભીર શસ્ત્રક્રિયા આજની ટાંકા-ટેભા લેવાની રીત અને ત્વચા પણ (Plastic surgery)ના પ્રકારની હવાને સંભવ નથી ! અશ્વિને ઉપરાંત ઋભુએાએ પણ આવા અદ્ભુત શલ્પકર્મના ચમત્કારો કર્યાનું વેદિક સાહિત્ય સૂચવે છે. અહીં સ્પષ્ટ જણાવ્યું છે કે “હે ભુ! તમે ગાયનું માંસ ચામડીથી છૂટું પાડતા થયા અને ફરીથી માતાને વાછરડા સાથે મેળવતા થયા.૧૨ ८ आथर्वणायाश्विना दथीचेऽश्यं शिरः प्रत्यैरयतम् । स वा मधु प्र वोचदृतयान्त्वाष्टं यहस्रावपिकल्यं वाम् ॥ ऋ. १११७॥२२ ९ अपिकक्ष्यं छिन्नस्य यज्ञशिरसः कक्षप्रदेशेन पुनः संधानभूतं प्रवविद्याख्यं रहस्य ...... gવોરિયર્થઃ ઋ. ૧૧ળ૨૨ નું સાયણભાષ્ય જુઓ. ૧૦ શિવપુIળ-કુમાર જ–અધ્યાય ૧૬ જુઓ. ११ हिरण्यहस्तमश्विना रराणा पुत्र नरा वधिमत्या अदत्तम् । त्रिधा ह श्यावमश्विना विकस्तमुज्जीवस एरयतं सुदानू ॥ ऋ. १११७५२४ १२ निश्चर्मण ऋभवो गामपिंशत सं वत्सेनासृजता मातरे पुनः। ऋ. १111016 For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy