________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયન્ત પાઠક
તથા તે દિશામાં નવું જ માર્ગદર્શન પૂરું પાડે છે. આ તે માત્ર પ્રથમ પગલું જ છે. આ દિશામાં તેમનું સંશોધન અબાધિત રીતે ચાલુ જ રહે તેવી અભિલાષા અને શ્રદ્ધા રાખીએ.
આ પ્રકારે સાચા પ્રાધ્યાપકને આદર્શ પૂરો પાડનાર ડો. કે. ઋષભચંદ્રને આપણે હાર્દિક અભિનંદન તે આપવાં જ જોઈએ; પણ આ નવી પહેલ માટે આપણે તેમના આભારી પણ બન્યા છીએ. ૬૯, મનીષા સોસાયટી,
જયન્ત એ. ઠાકર જુના પાદરા રોડ, વડોદરા.
કાબૂલાવશ્ય : સંપાદન : કલેલિની હઝરત, પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ-૪૦૦ ૦૨૦, મુલ્ય પચાસ રૂપિયા, પૃ. ૮ + ૧૮૬.
મધ્યકાલીન કવિ નરસિંહ મહેતાથી આધુનિક કવિ ઉદયન ઠકકર સુધીના ગણનાપાત્ર કવિઓની ૬૧ કુતિઓના આ સંચયમાં આમ તે બહુધા આપણું કવિઓની નીવડેલી પરિચિત કતિઓ સાથે એક લોકગીતને સમાવેશ કરવામાં આવ્યો છે. છતાં પૂર્વે થયેલા આવા સંય સાથે સરખાવતાં આમાં કેટલીક વિશેષતાઓ પણ જોવા મળે છે.
શ્રી કલોલિનીબહેને અહીં પ્રત્યેક કતિ વિશે ટિપણ આપ્યું છે. એમાં કવિના જીવનકાળ વિશે જન્મમરણના સમય વિશે માહિતી આપવામાં આવી છે. કૃતિના અર્થબોધ માટે અનિવાર્યપણે આવશ્યક એવી સમજુતી આપ્યા પછી તેઓ જિજ્ઞાસુ માટે અન્યત્ર પ્રાપ્ય એવી જરૂરી સામગ્રીને પણ નિર્દેશ કરે છે ને કયારેક પદ, આખ્યાન, લોકગીત, હાઈકુ જેવાં, કાવ્યસ્વરૂપોનાં લક્ષણે પણ દર્શાવે છે. ઉપરાન્ત સમાવિષ્ટ કૃતિના વિવરણને અંતે એવા જ પ્રકારની, સમાન ભાવવિચાર પ્રગટ કરતી ગુજરાતી જેમ અન્ય ભાષાઓની કૃતિઓ પણ ઉતારે છે જે ભાવકની આસ્વાદ-ક્ષિતિજો વિસ્તારવામાં ઉપકારક બને છે. ઠારના “ભણકારા' જેવા કાવ્યના ટિપ્પણુરૂપે તે સંપાદિકાએ નિરંજન ભગતનું એ કૃતિ વિશેનું આખું વિવેચન સુલભ કરી આપ્યું છે. કયાંક કયાંક કતિ કે કવિતા સંબંધમાં વધુ જાણકારી માટેના પ્રથાને ૫ણું નિદૈ શ કરવામાં આવ્યો છે.
ચેસ દષ્ટિપૂર્વક તૈયાર કરવામાં આવેલ સાદગીભર્યો ને સુધડ એવો આ સંય શાળાકૈલેજમાં પાઠયપુસ્તક તરીકે નિયત થઈ શકે એવો છે.
૨૪, કદમપલી, નાનપર, સૂરત.
જયન્ત પાઠક
For Private and Personal Use Only