SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ ચંપકલાલ મર્યાદા બાદ કરતાં, જીવ્યાભર્યાના છેલ્લા જુહાર કરતાં કાળું અને રાજુની મનોદશાને નાટયાત્મક રીતે ઉપસાવવામાં નાટચકાર મહદ્ અંશે સફળ નીવડયા છે. “ધરતીનાં ધાવણું ભલે ધરબાઈ ગયાં પણ રાજુ તમને કદી તરસ્યા નહિ રાખે' એમ કહી રાજુ, કાળુને સ્તનપાન કરાવે છે ત્યાં વાદળાને ગડગડાટ સંભળાય છે. રોમેર અમરતવર્ષા થાય છે. રાજુ તેમાં ખોવાઈ જવા કાળુને આહવાન આપી ઊભો કરે છે અને તેથી તે કાળ ઉપર છવાયેલી હોય તેમ લાગે છે ને પછી દશ્ય બદલાય છે. પુરુષ (કાળુ) પ્રકૃતિ (રાજુ) પર ઝળુંબી રહ્યો હોય તેવું દૃશ્ય સર્જાય છે. અહીં નાટયકારે શબ્દ કે સંવાદ દ્વારા નહિ પણુ રંગમંચીય ઉપકરણો દ્વારા ધ્વન્યાર્થ સાકાર કરવાનું જે કૌશલ દાખવ્યું છે તે તેમની નાટયશીલતાનાં સુભગ દર્શન કરાવે છે. “માનવમનની સંકુલ આંટીટીઓનું દર્શન’ એ આ એકાંકીસંગ્રહને મુખ્ય ધ્વનિ છે અને તે માટે નાટયકારે વિવિધ નાટષપ્રયુકિતઓ તે પ્રયોજી જ છે પણ સાથે સાથે વિવિધ પાત્રોનાં આંતરમનને, તેમના subconscious mindને પ્રેક્ષક આગળ છતાં કરવા માટે વિશિષ્ટ " પાત્રસૃષ્ટિ પણ ઊભી કરી છે જેમ કે “કેનવાસને એક ખુ'માં મિત્ર રવિ, “મના 'માં પોલિસ ઈ-સ્પેકટર, “ચાલો રમીએ પપા-મમી ”માં માઈકવાળો, “સર્જકને શબ્દ માં યમદૂત. અહીં રવિ, ઈન્સ્પેકટર, માઈકવાળા અને યમદૂત સ્વતંત્ર પાત્ર કરતાં જે તે પાત્રનાં આંતરમનનાં પ્રતીક છે. રવિ નથી બોલતે, ગગન કાનાબારનું આંતરમન બેલે છે; ઈન્સપેકટર નથી બોલતો માર, મહેતા અને મોહિનીનાં આંતરમન બોલે છે. યમદૂત, યમદૂત નથી પણ સર્જકનું આંતરમને છે. “ચાલો રમીએ પપા મમ્મી માં મા-બાપ સંતાનાથી છૂટાં પડી ગયાં છે. બાળકોની આ મનોવેદના તેમણે “માઈકવાળા” ના પાત્ર દ્વારા છતી કરી છે. માઈકવાળા એ સ્થૂળ પાત્ર ન બની રહેતાં બાળમનની આ વ્યથાને પ્રગટ કરી આપનાર પ્રતીકાત્મક પાત્ર બની રહે છે. અહીં માઈકવાળાનું માઈક નથી બોલતું પણ બાળકનું આંતરમન બોલે છે. વાસ્તવિક જીવનનાં પાત્રોને અહીં વાસ્તવિકતાને અતિક્રમી જઈ, આંતરમનના પ્રતીકરૂપે વિશિષ્ટ વિનિયોગ નાટયકારની નાટયશીલતા દર્શાવે છે. નાટયકારની નાટચશીલતાનું પરિચાયક એવું અન્ય તવ છે નાટયકાર દ્વારા પ્રજાયેલી પાત્રોચિત ભાષા. એકાંકીએ-એકાંકીએ અને પા-પા નાટયકારે આગવી ભાષા પ્રજી છે. મનેરુષ્ણ એવો ગગન કાનાબાર હોય કે પછી તેના મનનું વિશ્લેષણ કરનાર રવિ હોય, એકબીજાને મારી નાંખવા તત્પર મારુ-મહેતા હોય કે પછી તેમના મનને અતલ ઊંડાણમાં ચતુરાઈપૂર્વક ડુબકી મારનાર ઈ-સ્પેકટર હોય; નાનાં ભૂલકાંઓ પિતાનાં અસલ મિજાજમાં હોય કે પછી પપ્પા-મમ્મીને પાઠ ભજવતાં હોય, વૃદ્ધજને, આપ્તજનથી હડધૂત થયેલી દશામાં હોય કે પછી એકબીજાની ઠઠ્ઠામશ્કરી કરતા હોય; સર્જકની કવિતાશાઈ ખુમારી હોય કે પછી તેના જ શબ્દો થકી તેના કતકપણુની ઠેકડી હોય; નાટયકારે બોલચાલની ભાષાના વિવિધ સ્તરે કલાત્મક રીતે ઉપસાવ્યા છે. - ૨ નાટયકાર ડે. લવકુમાર મ. દેસાઈની આ નાટયશીલતા નાટયક્ષેત્રે દરિદ્ર એવી ગૂજર વાગીવરીને અલંકૃત કરતી રહે તેવી અભ્યર્થના For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy