SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘પત્રસુધા’માં શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજીની દામ્પત્યવ્રુતિ કલ્પના માહન બારોટ નામના ગ્રંથમાં સગ્રહાયા છે. પ્રસંગે લખેલા કુલ ૬ ॰ પત્રો ‘ પત્રસુધા 'ના પત્રો ‘દ્રુમ્પતી-મિત્ર અને પત્રસુધા ઉપેન્દ્રાચાર્ય જીએ જયન્તીદેવીને જુદા જુદા સમયે, જુદા જુદા - પત્રસુધા’માં છે. દરેક પત્ર આ મહાન દંપતીના દિવ્ય દામ્યત્યના નિર્દેશ કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્યક્ષેત્રે ધણીવાર એવું બને કે કાઇ કવિ કે લેખકની કૃતિ પરથી તેના વ્યક્તિત્વને પામવાના પ્રયાસ થયા હૈાય. એ પ્રયાસ કેટલે અ ંશે સફળ થાય તે ન કહી શકાય કારણ કે કવિતા, વાર્તા નવલકથા એ કવિ કે લેખકની કલ્પનાની નીપજ હૈાય છે. અલબત્ત, તેમાં વાસ્તવિકતા, આજુબાજુના સંજોગેા વગેરેના ફાળા પણ નાના સૂને ન ગણુાય. પરંતુ સાહિત્યનું આ પત્રસ્વરૂપ તદ્દન ભિન્ન છે. જાપાનના વિશ્વપ્રસિદ્ધ કવિ, ચિંતક અને કેળવણીકાર દાઈસા* ઈડા અને વિખ્યાત કવિ યાસશિ ઈનેાવ વચ્ચેના પત્રવ્યવહારનુ એક પુસ્તક છે જેનું અંગ્રેજીમાં ભાષાંતર * Letters of Four Seasons'ના નામે જેમણે કર્યું છે તે શ્રી રીયા ગેંગના મતે તે “ પત્ર એ સાહિત્યનું એક એવું સ્વરૂપ છેકે જેમાં લખનાર ખુર્દ [ Writer himself] એક વિષય હોય છે.” અને આમ હોવાથી જ કદાચ જાહેર જીવનમાં પડેલી કે પ્રતિષ્ઠિત વ્યક્તિના પત્રોનુ' આપણે વાચન કરીએ છીએ. તા ‘ડાયરી ' પણ સાહિત્યનું એક એવું સ્વરૂપ છે કે જે લખનારના અંગત જીવનને હતું કરે છે. તેમ છતાં આ બંને સ્વરૂપમાં ભિન્નતા છે. ડાયરીમાં અંગત જીવનની નાની નાની વાર્તા આવે અને લખનારનું પેાતાનું વ્યક્તિત્વ ઉપસે છે. જગત વિશેનાં તેનાં અવલાકના અને વિયારે। તે ડાયરીમાં પેાતાની રાતે ટપકાવે છૅ ત્યારે ખૂબ જ ખાનગી રાખીને નાંધે છે. કોઈક ભવિષ્યમાં વાંચે અને મને સમજે એવી ઇચ્છાથી ડાયરી લખાય છે. વળી ડાયરીમાં ચોકસાઈ પણુ વધારે રહે છે અને તે પોતાના સમય સાથે બદ્ધ હોય છે. જ્યારે પત્રમાં તા નથી હોતું કશું ખાનગીપણું કે નથી હોતું સમયનું બંધન. પત્રલેખક જ્યારે લખવા બેસે છે ત્યારે લખનાર અને પત્ર પ્રાપ્ત કરનાર બંનેની કક્ષા સમાન હોય છે. જેટલે અંશે ડાયરી અંગત છે અથવા અમુક ચાક્કસ discipline વચ્ચે ચાલે છે એટલી સખત શિસ્ત પત્રમાં નથી. પત્રમાં તે ધણી મેકળાશ લાગે છે. સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૩૭–૩૪૨. * ૨૯ સુનીતા સેાસાયટી, અકોટા, વડેદરા, For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy