SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ નરેશ વેદ માગતો હતો. અમીષા સાથે “ પાપાચરણ” તેના પતિ હેમાંગે નહિ પણ પોતે આચરેલું એવો દેવાગે અમીષા પાસે જૂઠે એકરાર કરે અને તેના બદલામાં તે કીડનીદાન કરી દેવાંગને જીવનદાન આપે! દેવાંગ સામે મુખ્ય સમસ્યા શું કરવું તેની છે. પણ એ તો દરિયાને માણસ. વહાણું ડૂબતું હોય ત્યારે અન્ય સોને બચાવવા જે પિતાના જીવનને વિચાર સુદ્ધાં ન કરે એવો માણસ. ટિક્સ્ટ મેચ થતા ન હોવાથી ઓપરેશન સફળ નીવડવાની આશા નથી અને પોતાનું મૃત્યુ નિશ્ચિત છે એવું જાણે છે ત્યારે ભાઈ સાથે હવે વેરઝેરની લાગણી કેવી ? પિતાના એકાદ જૂઠા એકરારથી ભાઈની ડૂબતી દામ્પત્યનૌકા બચી જતી હોય તો ભલે કીડનીદાન ન સ્વીકારવું પણ એકરાર કરવા એમાં શું ખોટું ? ઊંડા મને મંથન પછી ભાઈની અને પોતાની, પરની અને સ્વની પૂરી ભાળ મળતાં દેવાંગ જઠ એકરાર કરે છે છતાં કીડનીદાનને અસ્વીકાર કરે છે. એ અસ્વીકાર ધિક્કારપ્રેરિત નહીં પણ સમજણપૂર્વકનો છે. મને વિકૃતિથી પીડાતા ભાઈ પ્રત્યે તિરસ્કાર અને અગમાની, તથા પોતાને માટે અહિ અને અમર્ષની જે ગ્રંથિઓ બંધાઈ હતી તે મૃત્યુન્મુખ થતાં ઓગળે છે. પોતે ક્યારેય હેમાંગ બની શકે નહીં, તો મૃત્યુ સમયે એના જેવો કેવી રીતે થઈ શકે પોતાની દર્દભરી લાચારીના સમયે પણ સેદાબાજી કરવા ઈચ્છતા હેમાંગને ઉદારતાથી ક્ષમા આપી એ પોતાનુ દેવાંગ પણું જાળવી રાખે છે. બે ભાઈઓ વચ્ચેના સંઘર્ષની કથાને નિમિત્ત કરી લેખિકાએ અમર્ષ, અસૂયા, અહંકાર, ઉગ્રતા અને ક્ષમાના વિવિધ ભાવોમાંથી પસાર થઈ આત્મસાક્ષાત્કાર પામતા માણસની વાત કહી છે. મૃત્યુની સનિધિમાં વ્યક્તિલક્ષી ભાવ-અભાવની મંથિઓને છેદ થતા સાચા સ્વરૂપમાં પિતાને ઓળખી શકતા માણસની વાત દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક ધરાતલ પર અહીં કળાત્મક રૂપે મૂકાઈ છે. ધીર બેન પટેલની આંધળી ગલી ” માં આત્મજાગૃત્તિ ( self-awakening)નું વિષયવસ્તુ લેવાયું છે. માતાના અવસાન બાદ પિતાને ખ્યાલ કરીને પિતાએ ફરી લગ્ન કર્યું નહીં એ સમજતી કુંદને પોતે પણ પિસ્તાલીશ વર્ષની થઈ તોય લગ્ન કર્યું નહીં. પિતાના અવસાન બાદ એકલી પડી જતાં પોતાના મકાન “ કુંદનવિલા ”માં પરેશની પ્રણયદાસ્તાન સાંભળી એને રહેવા પત્નીને બોલાવી ધર માંડવા ધરને થોડા ભાગ ભાડે આપે છે. પરેશ પાસેથી સાંભળેલી પ્રયકથાને ઉત્તરાર્ધ તેની પત્ની શુભાંગી પાસેથી સાંભળતાં કુંદન માત્ર એ લોકોના જીવનમાં જ રસ લેતી થતી નથી, પોતાના જીવન વિશે પણ સભાન થાય છે. વર્ષોથી પહેરવા શરૂ કરેલાં સાદાં સફેદ વસ્ત્રો છોડી રંગીન વસ્ત્રો પહેરતી થાય છે. સૌદર્ય પ્રસાધને ખરીદી શરીરને ઓપ આપતી થાય છે. રાંધણકળા શીખવા લાગે છે. જીવનમાં, પ્રવૃત્તિમાં રસ લેતી થાય છે. વર્ષોના વિયોગ પછી મિલનનું મહાસુખ પામેલાં પરેશ-શુભાંગીના પ્રેમપૂર્ણ પ્રસન્ન મંગલ દામ્પત્યજીવનને જોઈને વર્ષોથી હઠાત મનના નિતાંત ઊંડાન્તળિયે ધરબી દીધેલો પ્રણય પરિણયની કામના સળવળી ઊઠે છે. લજજા છોડી, લગ્ન કરવાની જાગી ઊઠેલી ઈચ્છા વિશે સામે ચાલીને, એ શુભાંગીને વાત કરે, યોગ્ય પાત્ર શેાધી આપવા પરેશની સહાય મેળવી આપવા વિનંતી કરે, આવું કોઈ પાત્ર યાત્રા પ્રવાસમાં મળી આવે એમ ધારી એમાં જોડાવા નામ નોંધાવે, પરેશ દ્વારા બળી કઢાયેલ મિ. પારેખ સાથે આ ઈરાદે મુલાકાત પણ જે—એમ ઉત્તરોત્તર આગળ વધતી રહે છે. પણ કર્નાન્ડન જેન્સ નામની કોઈ મહિલા દ્વારા તેની મરણોત્તર મિલકત મળતાં અને For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy