SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ ગુજરાતી કથાસર્જકો આ સ્વરૂપની વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને પૂરી સમજી શકયા નથી. એટલે મનુષ્યની અસ્તિત્વપક અને પ્રકૃતિગત કટોકટી જેવા દાર્શનિક વિષયે તરફ ઝાઝું ધ્યાન આપ્યા વિના પ્રેમ અને તેનાં નાનાવિધ રૂપોની મનોરંજનલક્ષી સામાન્ય લઘુનવલે લેખતા રહ્યા છે. તેમ છતાં એવા પણ કેટલાક સર્જકો છે જેમણે લઘુનવલની પ્રકૃતિને અનુકુળ થાય તેવાં વિષયવસ્તુઓ લઈ તેને રૂપાયન સાધવાના પ્રયત્નો કરી જોયા છે. પ્રસ્તુત લેખમાં, આવાં દાર્શનિક વિષયવસ્તુઓ ગુજરાતી લઘુનવલમાં કેટલાં અને કેવી રીતે આવ્યાં છે તેની વિચારણા કરવાને આશય છે. ગુજરાતીની પહેલી કલાત્મક લઘુનવલ “ સાચાં શમણાં” આમવંચના અને આમધાતનું વિષયવસ્તુ લઈને રચાયેલી છે. પન્નાલાલ પટેલ ભલે સુશિક્ષિત અને જીવનના દાર્શનિક ના જ્ઞાતા ન હોય, એમની હયાઉકલતે આ વિષયવસ્તુની એક નિતાંત સુંદર રચના આ લઘુનવલમાં આપી છે. એને નાયક મથર પિસેટબાળબચે અને ઘરગૃહસ્થી એ બધી રીતે સુખી છે. પિયે હેરવાની ખુશાલીમાં એ ગ્રામવાસીઓને નોતરે છે. ત્યાં હસીખુશી મજાકમસ્કરીમાં એ લોકો તેને બીજી બે કરવાનું સૂચન કરી બેસે છે. મોટિયારે એના કુળની એવી પરંપરાની શાખ પૂરે છે. પત્નીની માયામાં મહાલેલો અને એના વહાલમાં ભીંજાયેલ મથુર એ વાત સાંખવા તે ઠીક સાંભળવાય ત્યાં રકાત નથી. ત્યારે તે એ ઉજણીમાંથી ભાગે છે પણ એ વાત એના મનમાંથી ખસતી નથી. એ લોકોથી દૂર ભાગી શકાયું પણ મનથી દૂર એ કયાં ભાગી શકે ? બીજ ઔર કરી શકે તેવી આર્થિક સ્થિતિ, સમાજ અને મોટિયારાની સાનુકુળતા અને સહાય, પત્નીની સુવાવડ અર્થે ઘરે આવેલી મારકણા સૌંદર્યવાળી અને સાસરે દુઃખી એવી સાળી મણિની નિકટની હાજરી તેના મનને ઘૂમરીએ ચડાવે છે. એમાંથી મનને ઉગારવાના મિથ્યા પ્રયાસ કરી જોતો, એક ઉપર બીજ' એવું કરવું કે નહિ એની ભાવદ્વિધામાં અટવાતે ગૂંચવાતે મૂંઝાતે રૂંધાતો, કાં તે પત્ની પિતાને આમાંથી પાછું વાળે અથવા મણિ એને એગ્ય લાગે તે નિર્ણય લઈ ઉગારે એવું ઈચ્છતે, આખરે દેવને શરણે જઈ મણિ જોડે હાથજોડ વિધિ કરી લેત મથુર, તેમ છતાંય ભગવાન પાસે દુશ્મનનેય આવાં શમણું સાચાં ન પડે એવી કાકલુદી કરે છે. જેનાથી બચવા ઉગરવા એ આટઆટલું મો છતાં આખરે પરાજિત થયો તેનાં કારણે કયાં ? માનવ કરતાં સંજોગોની બળવત્તા ? સંસ્કૃતિ કરતાં પ્રકૃતિની પ્રબળતા ૨ જાગૃત મન પર અજાગૃત મનની સરસાઈ ? કે પછી ભેળિયો મથુર જેને સમજી નથી શકત એવી એની કોઈ આંતરિક નબળાઈ? એના જીવનમાં ઉભા થયેલા સાનુકુળ સંજોગો ઉપરાંત એના પતનમાં અને અજાગૃત માનસમાં ઉડે ઉડે પડેલી બહુશ્રીવિષયક રતિભાવનાનો ફાળો એાછા નહિ હેય. મથુર એક નાની અમથી વાતમાં આટઆટલે રીબા સિઝાયે કેમ? તેનું કારણ એ છે કે, એના માટે પ્રશ્નની નીતિમાને (moral problem ) છે. ભલે એ ભલે ભેળે ભાવુક ગામડિયે છે, પિતાના મનમાં મચેલા ઉ૫તનાં ખરાં કારણે એ શિક્ષિત સમજદાર માણસની જેમ વિચારી ઓળી શકતે નથી, પણ એ લોકેની માફક ચતુરાઈપૂર્વક દંભ-ડાળ આચરતે નથી. આત્મવંચન કરે છે પણ એ તેની અમૃધતાને કારણે. પિતાની જ આંતરિક કમજોરીઓથી પરાભૂત થતાં મથુરની જીવનકશુતામાં ખરેખર તો આમવંચનાને પરિમે આવતા આત્મઘાતની વાત છે. મથુર For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy