SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ઉપેક્ષિત સુકવિ શ્રી રામકૃષ્ણ મહેતા તે રામકૃષ્ણ એ ભાવવિચારનું સરલીકરણ કરી ગાયું – વાલા મારા સંસારમાં એક સાર કે જેણે હરિ દીઠડા રે લેલ. ” પરમાનંદદાસે ગોપીને માટે લખ્યું. “ ગેપી પ્રેમકી વજા ' તે રામકૃષ્ણ ગાયું – સાહેલી રે જયજય ગોકુલગ્વાલની પ્રેમ-વાજા ગોપાલની.” કવિ રામકૃષ્ણ એના સમર્થ પુરોગામી ને અનુગામી કવિઓની અસર અલબત્ત, ઝીલે છે પણ એમનું આંધળું અનુકરણ કરતું નથી. એને વાણીવૈભવ આગ છે. ભાવભંગીઓની એની સૂઝ-સમજ સ્પષ્ટ ને નિરાળી છે. પરમાનંદદાસની કીર્તન-પ્રણાલીમાં એ ઉર્યો છે. મંદિરના ઉમંગ-ઉછળતા ઉસને એને સ્વાનુભવ છે. નિજી કુલધર્મ શિવપૂજાને પણ ઈષ્ટ ધર્મ વૈષ્ણવ-પરંપરાને હોવાને કારણે એણે શંકર ને કૃષ્ણભક્તને સમન્વય સાથે છે. એવો જ સમન્વય એણે વલ્લભ ભટ્ટના માતાજીના ગરબાના સમર્થ વિનિયોગ દ્વારા કૃષ્ણભક્તિનાં પદ-કીર્તન ગરબા લખીને કર્યો છે. દયારામભાઈ જેવા તેના સમર્થ અનુગામી કવિની પદાવલિમાં કવચિત રામકૃષ્ણની કાવ્યપદાવલીના પડઘા સંભળાય છે એ એની શક્તિના ઘોતક છે. કૃષ્ણની ઝંખના વ્યક્ત કરતી રામકૃષ્ણની આ વાણું ને અભિવ્યક્તિમાં અનુગામી દયારામભાઈનું દર્શન નથી થતું ? “નંદના સલૂણું મારા, નંદના રે લોલ: તે મને નાખી છે; કંદમાં રે લોલ– ઊઠતાં બેસતાં તે જીવણ સાંભરે લોલ : ૬ કાને પડે છે, ભણકારડે રે લોલ– કોળિયે તે કંથી ન તરે રે લોલ . હું તે ઝબકીને જેવા નીસરી રે લોલ : ઓઢવાનાં અંબર વીસરી રે લોલ; પાડાને મશે હું તે સંચરું રે લોલ એક ઢળું ને બીજ ભરું રે લોલ જાણું જે વાર લાગે ઘણી રે લોલ.” અને દયારામભાઈની પેલી નિર્ભુજ સુંદર સરલ પંક્તિઓઃ “હું શું જાણું જે વાહાલે ભુજમાં શું દીઠું ?' માંની બે પંક્તિઓ : વહું ને તરછે તે એ પૂછે પૂઠે આવે, વગર બેલા વહાલે બેડલું ચઢાવે' For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy