________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સડેરનું પ્રાલંકીકાલીન મંદિર
નવીનચંદ્ર ખાચાય +
સંડેર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ છે. તે પાટણની નજીક છે. સંડેર ગામ એક ઐતિહાસિક સ્થળ હોય તેમ લાગે છે. તેને ઉલેખ કર્ણદેવ ૧લાના સુનકના દાનપત્રમાં આવે છે. અહીં પ્રાચીન મૂર્તિઓ જોવા મળે છે. મૂર્તિ વિનાનાં ત્યાં બે મંદિરે આવેલાં છે. મારી જાતતપાસમાં મને જાણવા મળ્યું છે કે ત્યાં મંદિરને સમૂહ છે. મંદિરે પૈકી એક મંદિર પ્રાફોલંકીકાલનું હોય તેમ લાગે છે. તેનું શિખર ચતું કોણ છે. આ મંદિરની શિખરરચના વિશિષ્ટ પ્રકારની છે. તે ટેડા શૈલીની છે. નીચેથી ઉપર જતાં ક્રમે ક્રમે ઓછી લંબાઈ પહોળાઇ ધરાવતા થર વડે શિખરની ઉપરની ટોચ સંધાય છે પરિણામે સમગ્ર ધાટ પગથિયાંની રચનાવાળા સર્પાકાર (પિરામિડ) ધાટના બને છે. દરેક સ્થળે ચારેબાજુએ એક યા એકથી વધુ રૂપાંકન વડે અલંકત કરવામાં આવે છે. બાકીના પિલાણુમાં મુખકમળ કે મૂર્તિ મૂકીને વધુ આકર્ષક બનાવવામાં આવે છે.
સોલંકીકાલમાં મંદિરના શિખરની પરંપરા છાઘ પ્રાસાદથી બહુધા જુદી પાડી ખાવિત શિખર શૈલીને અનુસરે છે. સંડેરનું આ મંદિર, પ્રસિદ્ધ થયેલી મંદિરસ્થાપત્યની બે પ્રમુખ દ્વારા પ્રાકૃચૌલુકય અને ચૌલુક્યના મધ્યાન્તર અથવા સંક્રમણ સમયનું હોય તેમ લાગે છે. તલમાનની દૃષ્ટિએ આ મંદિર માત્ર ગર્ભગૃહ અને તેની સન્મુખ આવેલ પ્રવેશએકનું બનેલું છે.
આ મંદિરના ગર્ભગૃહની દીવાલ ઉપર ભદ્ર તેમ જ પ્રતિરથ નામનાં નિગમે સાધવામાં આવે છે. જે મંદિરના જમીનતલથી અડીને શિખર ઉપર ચે જતાં દેખાય છે. મંદિરની પાછળ ભાગ કુંભ અને કલશ નામના થરાથી શોભે છે. પ્રવેશચેકીની બહારની દીવાલે વેદિકા અને આસનપટ્ટીથી શેભે છે. •
આ મંદિર પૂર્વાભિમુખ છે. તેની જધા પર કેટલાંક શિ આવેલાં છે. મંદિરની દક્ષિણ આંધા પર અષ્ટભુજ નૃસિંહશિલ્પ આવેલું છે. તેના વર્તુભુજ સ્વરૂપમાં નીચલા બે હાથ હિરણ્યકશ્યપને વધ કરતા દર્શાવ્યા છે. ઉપલા બે હાથમાં ચક્ર અને ગદા દર્શાવેલાં છે. શિ૯૫ની બન્ને બાજુએ સુંદર નર્તકીઓનાં શિલ્પ છે. આ ઉપરાંત યમ તથા બ્રહ્માની મૂર્તિઓ આવેલી છે. બ્રહ્માની જમણી બાજુએ તેમનું વાહન હંસ છે.
સ્વાદયાય', પૃ. ૨૮, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઑકટોબર ૧૯૯૦ ફેબ્રુઆરી ૧૯૯૧, પૃ. ૪૭-૪૮.
• ૪૫૧, જેઠાભાઈની પોળ, નાની પોળ, ખાડિયા, અમદાવાદ ૧. ૧ આચાર્ય ગિ. વ. (સં.) ગુજરાતના ઐતિહાસિક લેખે ભા. ૨, લે. ૧૪૩, પ્રકાશક ધી ફાર્બસ ગુ. સલા, મુંબઈ, ૧૯૩૫.
For Private and Personal Use Only