SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org rat પ્રા. કે. ટી. એસ. હેગડેને...... આપતા રહ્યા હતા. Archaeology ) ક્ષેત્રે કેમ્બ્રીજ યુનિવર્સિટીની ટીમ સાથે સફળતાપૂર્વક સંશોધન કર્યું', ૧૯૬૦ના દશકામાં તાંબા અને લેખડની કાચી ધાતુને શુદ્ધ કરવાની પ્રાચીન ધાતુવિદ્યા વિશે સશાધન કરનાર તેઓ આપણા દેશના પ્રથમ વિદ્વાન ગણાયા. ત્યારથી આજ સુધી પ્રો. હેગડે ભારતીય પ્રાચીન ધાતુવિજ્ઞાનના વિષયમાં અભ્યાસÇયેગા તેમ જ સ`શાધનાત્મક લેખા દ્વારા ખહુમૂલ્ય ફાળા ૧૯૮૩માં ઉદયપુર (રાજસ્થાન) નજીક આવેલ ઝાવર ખાતે ઉત્ખનન દરમ્યાન જસત શુદ્ધ કરવાની પ્રાચીન ભઠ્ઠીઓ મળી આવી હતી જ્યારે પાશ્ચાત્ય વિદ્વાનોના મત પ્રમાણે જસત ધાતુને આ પદ્ધતિથી શુદ્ધ કરવાની પ્રક્રિયા ૧૯મી સદીમાં યુરોપમાં સૌ પ્રથમ શોધાઈ. તેની સામે ઝાવર ઉત્ખનનમાંથી પ્રાપ્ત પ્રાચીન જસત શુદ્ધીકરણની ભઠ્ઠીઓનાં ઊંડાં સ`શેાધના ' દ્વારા પ્રો. હેગડેએ સાબિત કરી બતાવ્યું કે કાચી જસત ધાતુને ‘ ઊર્ધ્વ-શુદ્ધિકરણ પતિ ' ( Vertical Distillation) દ્વારા જસત પ્રાપ્ત કરવાની પદ્ધતિ પ્રાચીન ઝાવર તેમ જ પશ્ચિમ ભારતમાં ખૂબ જાણીતી હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir તદુપરાંત પાશ્ચાત્ય પુરાવાના મત વિરુદ્ધ ઉત્તર ગુજરાતમાં હડપ્પન સ`સ્કૃતિની શકવતાએ તેમણે જ પુરવાર કરી હતી કે જેમાં ૧૯૮૦-૯૦ના દાયકામાં પુરાવસ્તુકીય સર્વેક્ષણ દરમ્યાન હડપ્પન સંસ્કૃતિના ટીંબા પર પ્રકાશ પાડ્યો. નાગેશ્વર, રતનપુરા અને નગવાડાનાં ઉત્ખનામાંથી મળેલ અવશેષોએ ગુજરાતની ‘હડપ્પન સ ́સ્કૃતિના અભ્યાસમાં એક નવીન દિશાસૂચક સ’શાધનનું પ્રદાન કર્યું છે. આ પ્રાચીન અવશેષાનાં પ્રદર્શીના પણ ભરવામાં આવ્યાં હતાં. પ્રો, હેગડેને દેશ-વિદેશમાં સ્કોલરશીપ અને લેૉશીપથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૬૫માં એરીઝોના યુનિવર્સિટી ટસ્કન ( યુ. એસ. એ )માં તેએએ સ્મીથ-મુન્થ-ફુલબાઈટ સ્ક્રોલર તરીકે લેબારેટરીમાં સશોધનકાર્ય કર્યું ૧૯૮૬માં હાર્ડ યુનિવર્સિટી અને એરીઝોના યુનિવર્સિટીમાં મુખ્ય ફુલબ્રાઇટ ફ્લા તરીકે આમત્રણુ પામ્યા. નિવૃત્તિ પહેલાં ૧૯૯૦માં તેમને ફિલાડેલ્ફીયાની યુનિવર્સિટીમાં એશીયન આર્કિયાલાજીની પ્રેફેસરશીપથી સન્માનિત કરાયા. આ પછી સમગ્ર જીવનકાળ દરમિયાન કરેલ પ્રયોગા, સંશાધના અને અનુભવના નિચેડસમા પ્રાચીન ભારતીય ધાતુવિજ્ઞાન વિશે સંશોધનાત્મક પુસ્તક પ્રસિદ્ધ કર્યું. ૧૪મી સપ્ટેમ્બર-૧૯૯૨માં અવસાન પામ્યા, પરતુ છેક જુલાઈ-'૯૨ સુધી નગવાડા ઉત્ખનનને રિપેટ લખવામાં વ્યસ્ત રહ્યા. વૈજ્ઞાનિક અભિગમ ધરાવનાર, પુરાવસ્તુવિજ્ઞાનને સમર્પિત પ્રે, કે ટી, એમ હેગડેએ અથાગ પરિશ્રામ તથા સમર્પણુ દ્વારા ભારતીય પુરાતત્ત્વમાં ધાતુવિજ્ઞાન, પર્યાવરણ વિગેરે પુરાતત્ત્વસ શેાધનમાં એક અનેખું ઉચ્ચ પ્રદાન કર્યું" છે, જે આવતાં ધણુાં વર્ષોં સુધી અમર રહેશે. વી. એસ. પારેખ ડિ. * આક્રિયાલાજી એન્ડ એશિયન્ટ હિસ્ટ્રી, વડેદરા For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy