SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org પ્રણ-તોપ સંજનાની ક્રિએ છે. સમાજજીવનનું ઉચું ઘડતર કરવામાં અધ્યામવિદ્યા-ભક્તિ, કર્મ, જ્ઞાનના વિચારો દર્શાવતાં કીર્તને લોકપ્રિય નાટના ઢાળમાં કે સંવાદ-નાટકના માધ્યમમાં રચાય તે તે સબળ સાધન છે. એ ગણત્રીએ થયેલા આ પ્રયોગ હોઈ એ કશીક પરિસ્થિતિ છે અને ભાષાથી સિદ્ધ થઈ છે એમ સ્વીકારવામાં કે ઈ મુશ્કેલી પડે તેમ નથી. આ કૃતિને કોઈ પણ અંશ લે. કાવ્ય, કૃષ્ણ, દાસી, કુતી કઇ પણ અંશ. એ આપણી સંસ્કૃતિને અંશ છે. એટલે આ કૃતિ માત્ર સાંસ્કૃતિક આવિષ્કાર છે. પછી એ ધર્મનેતાની છે કે કવિની છે એ પ્રશ્ન રહેતું નથી. કૃષ્ણ અને કુતીનાં વિધાનામાં જે સાંકેતિકતા છે તે આપણને તે સમયના સામાજિક સ્તરે તેમ સાંસ્કૃતિક સ્તરમાં લઈ જાય છે અને આજ સુધીના સામાજિક તેમ સાંસ્કૃતિક વિકાસ પામતા સ્તરમાં એ જ સંકેતેનાં વિવિધ રૂપને બોધ થાય છે. પછી એ જય અંગેની વાત હોય કે પરાજય અંગેની. સદૈતનાં આ રૂપાતરોની હારમાળાથી જ આપણને આપણી સંસ્કૃતિ સમજાય છે. સંરચનાવાદ જે મૂળે રૂ૫વાદી દર્શનનું સમર્થન કરે . છે, તે સંદર્ભે આ કૃતિને જોતાં તેનું એવું મૂલ્ય સમજાય છે કે તે સંસ્કૃતિ છે અને તેના દ્વારા જીવનવિશેષને બોધ થાય છે. એમાં “ સર્વ કંઈ થઈ ગયું' જેવાં વાક્યની અનિવાર્યતા સમજાય છે અને બાકીનાં વાકયો કેમ પડતાં મૂકાયાં છે તેને ઉત્તર પણ પેલી સાંસ્કૃતિક વિચારસરણીના સંદર્ભમાં જ જડે છે. ભલે પછી એની ભાષા, જે વાકયને સંભવ નિણિત કરે છે તે, રૂઢિથી વેગળા રહીને રચાઈ. હાય. તે પણ એટલું તે ચોક્કસ છે કે એ સંભવની રચના થવામાં જીવનવિષયક પરિસ્થિતિએ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. હવે એ જોઈએ કે ઉપયુંકત પૃથક્કરણમાં અનિવાર્યપણે આપણે અનેક જાતના સંકતીકરણમાં ઉતરવું જ પડે છે. દા. ત. આ કૃતિના નાટ્યસંવાદમાં વાર્તાને જે અંશ છે, તે ઘણુ સહેલાઈથી અર્થપૂર્ણ છે. કેમકે સંસ્કૃતિના તર્કવ્યાપારમાં ભાવ સારા અને ખાટા વચ્ચે ધર્મ અને અધર્મ વચ્ચેને, દર્શન અને પ્રદર્શન વરચે, નેહ અને વિરાગ વચ્ચે તેમ કૃષ્ણનાં વિવિધ રૂપે વગેરે વચ્ચે વિરોધ સંત પામી ચૂક્યા છે. એ વિરોધ સંકેતિત ( કોડિફાઈડ) થયે હેવાને કારણે જ અર્થવિસ્તારમાં પામી શકાય છે. બધા ખાવા માટે જ્યાં આવાં વિરોધસ્વરૂપે છે. ત્યાં અર્થને સંભવ છે જ. એટલે આપણે કતિનું જે પૃથકરણ કરીશું તેમાં એ તને સંરચન-વ્યાપારમાં પણ આપણે ઉતરવું પડશે. જય-પરાજય જે વિરોધ વન્દન સ્વીકારવાનો અધિકાર ને કૃષ્ણને કે કુતીને ? જેવા તફાવત, દર્શન છે તેનું અદર્શન કર જેવી વિષમ પરિસ્થિતિ, સ્નેહ અને વિરાગ જેવા બેદે વગેરે નાટકના અર્થને અસ્તિત્વમાં લાવવામાં સહાયક રહ્યા છે. ' પ્રવેશ ૧માં કઠણની અવગક્તિના માધ્યમથી આ કૃતિ કેવા ઓપોઝિશન્સ “ કન્કશનલ ” ની બનેલી છે તે સમજાય છે. લેવી-સ્ટ્રાસને દ્વિવિધ વિરોધને સિદ્ધાંત એને સમજવા ખૂબ ઉપકારક થઈ પડે. આખી કૃતિના સ્વરૂપધડતરમાં એ તને અગત્યને ફાળે રવો છે. એને For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy