SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " - ન ” ના દર પ્રથમ નટ લો. કૃષણની ઍકાતિમાં ઉરચારણનું જે વૈવિધ્ય લેખકે ગોઠવી આપ્યું છે તે સંભાષણ નટની આંખ ઉપર જે ઘેરાય છે તે ઘણું અગત્યનું છે. “ સર્વ”, “પરાજય', “જય” જેવા શબ્દ એ સંદર્ભે જે રીતે સિદ્ધ થયા છે તે તપાસે. અર્ધવિરામ, આશ્ચર્યવિરામ, પ્રશ્નો વગેરે તેમ પાંડ અને કોનું સરખાપણું કે વિરોધાભાસ વગેરે તો પણ તેમાં ઉપકારક થાય છે. “કૌરને પરાજય કરાવ્યું ” એ વાક્યને માને કે દિગ્દર્શકે નીચા સ્વરમાં ગોઠવ્યું તે તેનાથી વિરોધી વાકય “પાંડવોને જય કરાવ્યો અને તરત જ ઊંચા સ્વરમાં ગોઠવવાની દિગ્દર્શકને તક રહે છે. એવી જ રીતે “ દ્રૌપદીની સિદ્ધિ કરાવી” કર્ણ સાથે શત્રુકૃત્ય કર્યું, અર્જુન સાથે મિત્રત્ય કરાવ્યું વગેરેમાં પ્રગટતું જીવન તપાસે, ઉમા, ગતિ, ક્રિયા વગેરે તો તપાસે, જે એમાં રંગ પૂરવા દિગ્દર્શકને માટે જરૂરી છે તે લેખકે પચાવી આપ્યા છે. પ્રથમ પરિચ્છેદ લે. મૃત્યુ છે, મશાન વગેરે જે છે, ત્યાં અવાજ નીચે પડતે જાય છે. પરીક્ષિતને જિવાડવા, અર્જુન સાથે મિત્રકૃત્ય કર્યું વગેરેમાં શકિતનાં પૂર ચઢે છે અને અવાજ ખીલી ઊઠે છે. આ રીતે આખું નાટ્ય, યિાઓ, સંરચનાની દષ્ટિએ તપાસતાં એમાં એકાઉકિતને ગોઠવવામાં લેખકની સફળતા સ્પષ્ટ વરતાશે. | મુખ અને એના ઉપાંગોની જેમ હાથ પણ શ્રીકૃષ્ણને રોલ કરતા નટ માટે કેવું અગત્યનું અંગ બને છે તે જુઓ. સૂચિત જે પરિચ્છેદ આપણે લીધે છે તેમાં “ સર્વ કંઈ થઈ ગયું ” “કોરને પરાજય કરાવ્યો, પાંડવોને જય કરાવ્યો” એટલા એક વાક્યમાં જ હાથનાં ઉપાંગો કેટલી બધી અસરો પરમાણે છે અને પ્રગટ કરે છે ? “ કોરવોને પરાજય કરા ’’માં હાથ શક્તિના પ્રતીક તરીકે વપરાશે અને પાંડવોને જય કરાવ્યો એમ નટ બોલે તે પહેલાં જ એ વાત હાથ દ્વારા નટ પ્રેક્ષકાને પહોંચાડી શકવાને. પરાજય વખતે હાથ વધારે કઠણ અને જય વખતે મુલાયમ હશે. એ ભાવો બદલાય ત્યારે આંખ અને તરત જ હાથમાં કેવા વાંચી શકાય છે ? હાથની સંવેદનશીલતા વગેરેને નાટ્યના વિદ્યાથીને અભ્યાસ કરાવવા માટે આ અને આવા પ્રકારની એક્તિઓ કેટલી બધી ઉપકારક રહે તે સમજી શકાય છે. એ દષ્ટિએ પણ એનું મૂલ્ય અંકાવું રહ્યું. તેવી રીતે ઉપરોક્ત વાકય ઉચ્ચારતા નટે મુલાયમતા, અંકુશ, સંયમ, આધાત, પ્રત્યાધાત, દિશા-રેખા વગેરે માટે પોતાના પગને કઈ રીતે વાપર્યા હશે તે વિચારો અને તે જ રીતે એ વખતનાં એનાં શરીર, ગતિ-ક્રિયા, વગેરે વિશે વિચારે એટલે ઉપેન્દ્રાચાર્યજીની આ અને આવા પ્રકારની એકૅકિતઓને આ નાટકમાં તેમ એમનાં નાટકોમાં એટલે કે નાટકના જીવનમાં શભા રહેવાની શક્યતા કેટલી બધી છે તે સમજાશે. અર્થાત્ નટની આંતરપ્રવૃત્તિની સાથે બાથરંગી કસબ વિકસાવવા પણ એ ઉપકારક રહેવાની અને આમેય આંતરિક સર્જનાત્મક પ્રકૃત્તિને વહેતી કરવા બહિરગી કસબ પણ ન કેળવવો જ પડે છે. કેમ કે તે જ અભિનય સાકાર, સુંદર અને મનોરંજક બને દા. ત. સૂચિત પરિચ્છેદમાં નટ “પાંડવોને જય કરાવ્યો ” એમ બોલે છે ત્યારે એને જમીન સાથે પગના પંજાની બરાબર પકડ લઈને ચાલવું પડશે.” તે જ મુલાયમતા આવશે. એટલે કે એની સરલ સહજ ચપળ ગતિમાંથી એ પેદા થશે. એ અંકુશ શરીરને કલાત્મક સ્થિતિ બક્ષશે. ભારતે પણ નાટ્યશાસ્ત્રમાં પગની યિામાં “ ચારી' કર્મને ઘણી અગત્યતા આપી છે. “કોરોને પરાજય કરાવ્યું એ વિધાન ઉચારતી વખતે પગની ગતિ પણ સચોટ For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy