________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધ્યાય યશોવિજયજીકૃત વૈરાગ્યકલ્પલતા
રૂપકાત્મક કથાસાર મહાકાવ્ય તરીકે
પ્રહલાદ ગ, પટેલ
ઉપાધ્યાય યશોવિજયજીકત કતિયુગલ “વાગ્યરતિ” અને “વૈરાગ્યક૯૫લતા” પરવર્તી જૈન સંસ્કૃત સાહિત્યમાં અનેક રીતે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સ્વરૂપ-પ્રકારની દૃષ્ટિએ વિચારતાં આ કતિઓ રૂપકાત્મક કથાસાર મહાકાવ્યની લાક્ષણિક્તાઓ ધરાવે છે.
વૈરાગ્યરતિ ખંડિત કતિ છે, જ્યારે વરાકલ્પલત પૂર્ણ કૃતિ છે. વાસ્તવમાં તે નામભેદે ભિન્ન લાગતી આ એક જ કતિ છે; તેથી અહીં વૈરાગ્યક૯૫લતામાં વૈરાગ્યરતિ અભિપ્રેત સમજવી.
આ રૂપકાત્મક કૃતિ હેવાથી જૈન સંસ્કૃત સાહિત્યમાં તેનું સ્થાન વિચારતા પહેલાં રૂપક સાહિત્યના ઉગમ-વિકાસ તરફ દષ્ટિપાત કરવાને ઉપક્રમ છે.
જૈન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં રૂપકનાં આદિ બિંદુઓ આગમગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે અને એ જ રૂપકો ઉત્તરકાલીન કથાઓના મૂળ સ્ત્રોત સમાન છે. પરંતુ આ આંગમિક રૂપકાત્મક યા પ્રતીકાત્મક દષ્ટાંતોમાં કથાદેહ માંસલ નથી. છતાયે પરવત જૈન રૂપકાત્મક કથાસાહિત્યનાં બી અહીં પડયાં છે.
“સૂત્રકૃતાંગ નું પુંડરીક-અધ્યયન કે “જ્ઞાતાધર્મકથા”નું ધનશેઠ અને પુત્રવધૂઓનું દષ્ટાંત આકાર યા કથાવસ્તુની દાષ્ટએ પુષ્ટ નથી છતાં જૈન સાહિત્યના ઉપનયુકત રૂપકનાં કથાત્મક વર્ણની ઉગમમિ છે. આને પગલે જ સંધદાસગણીકૃત પ્રાકૃત કથા “વસુદેવહિંડીનું (છઠ્ઠી સદી) મધુબિદુ દષ્ટાંત કે હરિભદ્રાચાર્ય કૃત “ સમરાઈમ્સકહા ” (૮મી સદી)નું ભવાટવી દૃષ્ટાંત કે ઉદ્યોતનસૂરિકૃતિ “કુવલયમાલા” (શક સં. ૭૦૦)નું કુડંગઠીપ દષ્ટાંત રૂપકે ઉપનય સાથે સર્જાયાં.
ભારતીય સાહિત્યમાં રૂપકનું ખેડાણ જૈન સાહિત્યમાં સવિશેષ થયેલું છે અને તે પણ બે સ્વરૂપે. (૧) દષ્ટાંત રૂપકે (૨) સંપૂર્ણ રૂપકે. આ બીજા પ્રકારમાં અમૂર્ત ભાને મૂર્ત કરીને તેમનામાં માનવીય ભાવોનું આરોપણ કરીને વિકસાવેલી એક વિશિષ્ટ પદ્ધતિ છે.
“સ્વાદયાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા--જન્માષ્ટમી અંક, એપ્રિલ-૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૭૭-૨૮૦,
હાલા જેશી સ્ટ્રીટ, વડનગર-૩૮૪૩૫૫
For Private and Personal Use Only