SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભટ્ટ જે. એ. જેમ મને તે વહાલા છે ( આર્યપુત્ર ) એટલા જ વાસવત્તાને વહાલા હશે ?–તેના જવાબમાં વાસવત્તા કહે છે— અશોધિ મ્ । વગેરે શધ્ધ પ્રેમની વ્યાખ્યા કરવા માટે પર્યાપ્ત છે. તે શુદ્ધ પ્રેમ પ્રેમપાત્રના મૃત્યુ પછી પણ ટકી રહે છે તેમ ભાસે સ્વપ્ન નાટકમાં દર્શાવ્યું અને ખાશુભ કાદમ્બરીમાં તે સાજિત કરવા માટે પ્રયત્ન કર્યા છે. ભારે કાદમ્બરીમાં જન્મજન્માન્તરના પ્રેમનુ` પ્રતિપાદન કર્યું' છે તેનુ* ખીજ આ સ્વપ્ન માં પણ છે, જો કે અહીં નાયક કે નાયિકાનુ મૃત્યુ થતું નથી. પણું વાસવદત્તાના મૃત્યુનો આાભાસ તે ઉદયનના મનમાં ઊભો કરવામાં માન્યા છે ! ઉત્તરરામચરિતમ્ 'માં પણ ભવભૂતિએ વિશુધ્ધ પ્રેમનું નિરૂપણ કર્યું છે. જો કે ભાસને તો એ દર્શાવવું છે કે માનવમાં તે સમણાત્મક અને ભાગાત્મક ને પ્રકારના પ્રેમ સાથે જ રહે છે, તેના સધમાં જે ઉત્કૃષ્ટ પ્રેમના મનોભાવ સાથે ટકી રહે છે તે જ માનવવ્યક્તિત્વની મહત્તા છે. સ્વપ્ન. માં રાજનીતિજ્ઞ થીંગધરાયણે શુદ્ધ પ્રયને પોતાની યોજનાનું એક સાધન બનાવ્યો છે, તેથી ઉદયન અને વાસવદત્તાના પ્રેમ વધારે દીપી ઊયા છે. પાંચમા અંકમાં પદ્માવતીની શી વેદનાના પ્રસ`ગ છે, તેમાં, ચોથા અકમાં ઉદયનને વિશુદ્ધ પ્રેમ બાસવદત્તા પર છે તે જાણી ગયેલી પદ્માવતી કાઇને પોતાનું મુખ પણ બતાવતી નથી, નહી‘ તો એ પણું વાસવદત્તાને મૃત્યુ પામેલી જ માને છે. સ્વદશ્યમાં ઉદ્દનના અગ્રત મન સાથે વાસવદત્તાના જાગ્રત મનનું ભાવિમલન દર્શાવ્યું છે. અને તેમાં છેતે જ્યારે વાસવદત્તા જીવનને કહે છે વૈદ પિ ઈવા ત્યારે યનના અજામત મનમાં પણ દિધાવિભક્ત માનસની નિર્દેશ થાય છે. For Private and Personal Use Only સ્વપ્નમાં સીધી રીતે શુદ્ધ પ્રેમની અને આડકતરી રીતે ગાન્ધવ લગ્નની ઉત્કૃષ્ટતા દર્શાવવામાં આવી છે. તેથી એવું અનુમાન કરી શકાય ગાંધલગ્ન બીજા પ્રકારનાં લગ્નો કરતાં વધારે પ્રાચીન પ્રકાર છે. રામાયણની જેના ૫ અસર છે તેવા ભાસ રામ અને સીતાના શુદ્ધ પ્રેમનું ઊલટું પ્રતિબિમ્બ સ્વપ્ન.માં દર્શાવે છે. રામાયણમાં આદર્શ રાજા રામરાજ્ય કે રાજ્યની પ્રજા માટે પત્નીમાગ કરી પોતાના વિશુદ્ધ પ્રેમ પુરવાર કરે છે, તેમ સ્વપ્નમાં આદર્શ રાણી વાસવદત્તા રાજ્ય માટે પતિને સ્વૈછિક ત્યાગ કરી ભાગાત્મક પ્રેમ કરતાં સમપ ણાત્મક પ્રેમને ઊચે સાબિત કરી બતાવે છે. ભાસની માનસિક પાર્શ્વભૂમિકામાં એકપત્નીવ્રત અને યુદ્ધ પ્રેમનું પ્રતિપાદન રહેલું છે. સ્વપનના છઠ્ઠા અંકમાં અંતમાં પદ્માવતીને તેના વિનય માટે માફ કરી દેતાં વાસવદત્તા કહે છે-- વિક્સ માન શરીરમાધ્ધતિ તેમાં, અથી અથવા સ‘સાવરીનું શરીર જ અપરાધી છે. એટલે કે માનવનું જીવન જ શરીર સાથેના સબંધને કારણે અપરાધી બની જાય છે એવું સૂચન થાય છે અને શરીરથી પર એવા વિશ્વ પ્રેમને એમાં કાંઇ ગુમાવવાનું હોતું નથી તેવું સ્પષ્ટ થાય છે. આ રીતે ‘ સ્વપન–વાસવદત્તમ્ 'માં ભાસે આરભથી અંત સુધી પ્રણયનાં બે પાસાંઓનું વિશ્લેષણ કરી બતાવ્યું છે.
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy