________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાટકના નાયક પર વિસંવાદ .
ભારતનું નાયક-વિધાન એક અન્ય વિસંવાદનું પણ કારણ બને છે. તેમણે નાટકને નાયક ઉદાત્ત હેવાનું નેધ્યું છે. વાસ્તવમાં ભરત વડે પરિગણિત ચાર પ્રકૃતિ પ્રમાણે રાજર્ષિનું ઉદાત્ત કેટિમાં ગ્રહણ થઈ શકે નહિ. તેઓ નાયકનું પ્રકૃતિ પ્રમાણે વર્ગીકરણ કરતી વખતે સ્પષ્ટ નાંધે છે કે દેવ ધીરેધત, રાજા ધીરલલિત, સેનાપતિ અને અમાત્ય ધીરાદાત્ત તથા બ્રાહ્મણ અને વણિક ધીરશાંત હોય છે. આ વર્ગીકરણ રાજાને ધીરલલિત દેટમાં સ્થાપી આપે છે. પરંતુ ભારતે નાટકમાં તેના ઉદાત્ત હવામાં વિશ્વાસ મુકો છે જે તેમની ગણના પ્રમાણે સેનાપતિ અને અમાત્યની પ્રકૃતિ મનાયેલ છે. ખરેખર તે નાટકના નાયકને રાજર્ષિ કહયા પછી ઉદાત્ત ગણવા અંગે તેમને શું અભિપ્રેત હશે એ વિચારણીય બની રહે છે. મોટાભાગના પરવત આચાર્યો પણ ભરતને અભિપ્રેત અર્થ ગ્રહણ કરવામાં નિષ્ફળ રહે છે. ધનંજય નાટયશાસ્ત્રમાં પ્રયુક્ત ઉદાત્ત શબ્દના આધારે નાટકને નાયક ધીરાદાત્ત કોટિને હોવાનું માને છે. ધનંજય દ્વારા પ્રસ્થાપિત આ માન્યતાને શારદાતનય, વિશ્વનાથ અને શિગભૂપાલ શબ્દશ: અનુસરી નાયકને ધીરદાત્ત કેટની અંતર્ગત મૂકે છે. સંભવતઃ ભરતે નાયકને અપેક્ષિત ગુણ અંદાત્ય માને છે, જેને ધીરદાત્ત માત્ર માનીને આ આચાર્યો નાયકની પ્રકૃતિ નક્કી કરતા જણાય છે. પરંતુ વ્યવહારમાં આ નિયમનું કોઈ પાલન થયેલું જોવા મળતું નથી. નાટકને નાયક માત્ર ધીરાદાત્ત જ હોય છે એવું માનવાને કઈ કારણું પણ નથી. સંસ્કૃતનાં ઘણાં એવા નાટકો છે જેમાં ધીરોદાત્ત ઉપરાંત ધીરદ્ધત, ધીરલલિત અને ધીરપ્રશાન્ત કાટિના નાયકનું ચરિત વર્ણવાયેલું છે, જેમકે– સ્વવાસવદત્તમ'માં ધીરલલિત કાટને નાયક છે. 'વેણીસંહાર'માં ભીમ ધીરદ્ધર નાયક છે જ્યારે બુદ્ધ અને મહાવીર ધીર પ્રશાન્ત નાયકે છે. આ દિશામાં રૂપગોસ્વામીનું વલણ કંઈક અંશે ઉદાર જણાય છે. તેમણે નાટકના નાયકની પ્રકૃતિને વિસ્તાર ધીરાદાત્ત ઉપરાંત ધીરલલિત સુધી કરી આપ્યો છે. પરંતુ આનાથી પરિસ્થિતિમાં કે વિશેષ તફાવત પડતા નથી. કેમકે તેઓ ધીરેષ્ઠત્ત અને ધીરપ્રશાન્ત નાયક બાબતે મૌન રહે છે. આથી માનવાને કારણ રહે છે કે ધીરાદાત્ત નાયકને પક્ષ લેનાર આચાર્યોને મત સંકુચિત અને અવ્યવહારુ છે.
१ देवा धीरोद्धता ज्ञेया ललितास्तु. नमाः स्मृताः । . सेनापतिरमात्यश्च धीरोदात्ती प्रकीर्तिती ॥
ધીરપરાન્તિા વિશે પ્રજા વાગસ્તથ | ૨૪ ૧૮-૧૯.
ભરત-નાટયશાશ્રમ-સં', બટુકનાથ રાષ્મ અને બલદેવ ઉપાધ્યાય, મ. ચીખના સંત સંસ્થાન, બીજી આવૃત્તિ, ૧૯૮૦.
- ૨ ધનંજય-સર્જવામ-સં. ડે. ભાલાશંકર વ્યાસ, પ્ર. ચૌખખા વિદ્યાભવન, તૃતીય આવૃત્તિ, ૧૯૬૭, ૩: ૨૨.
૩ શારદાતનય-માવકારાન-ગ. ઓ. સી. વડોદરા, ૧૯૬૮, પૃ. ૨૩ : ૮, વિશ્વનાથનાદિસ્થળ-સં. ડે. સત્યવ્રત સિંહ, પ્ર. ચૌખમ્બા વિદ્યાભવન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૩, ૬: ૯.
શિંગભૂપાલ-સાવધાન :-સં. ટી. વેંકટાચાર્ય, અયાર લાયબ્રેરી, ૧૯૭૯, ૩:૧૩૦. ૪ રૂપસ્વામી-નાટકિત્ર-સં. બાબુલાલ શુકલ શાસ્ત્રી, પ્ર. ચખમ્બા સંસ્કૃત સીરીઝ,
For Private and Personal Use Only