SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ જી. એ. પાંડોર છતાં અહીં જવાહરલાલ નહેરૂને “Discovery of India”ને કંઈક ઉલેખ કરીએ તે અસ્થાને નહિ ગણાય. “ ભારતની એજ ” કરવાની અને તે દ્વારા તેને સમજવાની જરૂરત તેમને સ્વાતંત્ર્યચળવળ વખતે લાગી હતી. અને એના પરિપાકરૂપે તેમણે ઉપર નિદિષ્ટ પુસ્તક લખ્યું. આ જ રીતે મુનશીએ ગુજરાતની અસ્મિતાની બેજ કરી અને એના પરિપાકરૂપે “The Glory that was Gurjar Desha” નામનું પુસ્તક લખ્યું. લેખ કે આ સંદર્ભમાં વિચાર્યું હોત તો મુનશીનું એક દૃષ્ટા તરીકેનું સુંદર આલેખન થયું હતું. આ ઉપરાંત લગભગ ચાર નિબંધે સૌરાષ્ટ્રના દેશી રાજ્યને લગતા છે. ડે. બાવીસી જો કે આ અંગે નિષ્ણાત છે અને તેમના સંશોધનનો મૂળ વિષય સૌરાષ્ટ્રનાં દેશી રાજને છે તેથી સ્વાભાવિક આ વિષય માટે તેમની પાસે વિપુલ સામગ્રી છે અને તેના આધારે તેઓ વધુ વિશ્વસનીયતા અને ઊંડાણથી જોઈ શકે છે. આશા રાખીએ કે ડે. બાવીસી ગુજરાતના સંશોધનકારેને આ દિશામાં વધુને વધુ રસપ્રદ માહિતી આપતા રહેશે. દક્ષિણ ગુજરાત ડે. બાવીસીનું કાર્યક્ષેત્ર છે. તેમણે આ પ્રદેશની વધુ ને વધુ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. તે તેમના સુરત અને રાજપીપળા વિશેના લેખ ઉપરથી ફલિત થાય છે. ખાસ કરીને “ સુરતમાં ખિલાફત ચળવળ ” લેખ દ્વારા ડે. બાવીસીએ ગુજરાતના મુસલમાનોએ સ્વાતંત્ર્યચળવળમાં લીધેલા ભાગની માહિતી આપી પ્રશંસનીય કાર્ય કર્યું છે. કારણકે આ બાબતમાં કોંગ્રેસ અને મુસ્લીમ લીગને ધ્યાનમાં રાખી ગુજરાતના મુસલમાને એ ખાસ કરીને ગાંધીયુગ દરમ્યાન સ્વાતંત્ર્યચળવળમાં કયાં ક્યાં સ્થળોએ કેવા પ્રકારને ફાળો આપ્યો હતો તેની ખૂબ જ ઓછી ઐતિહાસિક માહિતી આપણી પાસે છે. ગુજરાતના ઇતિહાસની આ ખૂટતી કડી તરફ સંશોધકો અને ઇતિહાસકારોનું ધ્યાન જાય એ જરૂરી છે. “ આધુનિક ગુજરાતમાં ઈતિહાસ સંશોધનની આછી ઝલક” એ લેખ ગુજરાતમાં ઈતિહાસ વિશે સંશોધન કરતી સંસ્થાઓ અને તેમણે આપેલા પ્રદાનની વિગતો આપતે છે. ગુજરાતમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓ અને તેમના ઇતિહાસ વિભાગોમાં સંશોધનનું કામ કરતા વિદ્વાનોની સંશાધનપ્રવૃત્તિઓને તેમણે સારે ખ્યાલ આવે છે. એક રીતે જોવા જઈએ તો આ લેખ માહિતી પ્રચુર છે અને આ લેખ લખીને લેખકે ઇતિહાસની કેડી કંડારવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિઓને માર્ગદર્શન પૂરું પાડયું છે. છેલે લેખકની શૈલી રસાળ અને રોચક હોવા છતાં કેટલીક વખત વધારે પડતી સ્પષ્ટતા કરવાની વૃત્તિને કારણે વાચકની સમજશક્તિ પર લેખકને વિશ્વાસ ન હોય તેવો ભાસ થાય છે. દા. ત. “ વાંકાનેર રાજ્યની હરિજન ઉદ્ધારની નીતિ ” એ લેખમાં વાંકાનેર રાજવીની હરિજન પ્રત્યેની મમતાની સુંદર છણાવટે તેમણે કરી છે. પણ એક પ્રસંગને ધ તેમણે પાન નં. ૬૪ ઉપર આપી છે. હરિજને જમણૂવારના એક ઉત્સવમાં બળતણની તંગી અનુભવતા હતા ત્યારે આ રાજવીએ જ રસેડેથી ગાડું ભરીને લાકડાં ત્યાં મોકલી આપ્યાં હતાં. એ સમયે છાણાં અને For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy