SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેનવાસને એક ખૂણે-કુલ આંતરમનની તરલ અભિવ્યકિત ૩૫૩ સહપસ્થિતિ પામ્યાં છે. રવિની દષ્ટિએ ગગન નિહારિકાને સંભેગી શક નથી જ્યારે ગણનની દષ્ટિએ નિહારિકા જાતીય આવેગ અનુભવતી નથી. રવિ હવે ગગનના ભીતરી મનનું પૃથક્કરણ કરવા પ્રવૃત્ત થાય છે. કોલેજમાં નાટકના માધ્યમથી પાસે આવનાર, નાટક કરતાં કરતાં પરવાના કૈલ આપી વાસ્તવિક જીવનમાં નિહારિકાના પતિ બનનાર ગગન કાનાબારને લગ્ન પછી પણ જ્યારે નાટ્યસંસ્થાઓએ નાટક કરવા આમંત્રણ આપ્યું ત્યારે નિહારિકાને હિરોઈન બનાવી પણ પિતાને હીરે ના બનાવ્યો આ તેને એપેન્ડિકસના દર્દની માફક ખૂંચ્યું અને તે કણસતો રહ્યો અંદરથી તૂટતે ગયો. રવિની દૃષ્ટિએ આ છે તેની લઘુતાગ્રન્થિ. સામે છેડે ગગન પણ, નાટકમાં પિતાને કઈ રોલ નથી તેથી નિહારિકા જોડે નાટકના રિહર્સલમાં પોતે ગયે નથી; નિહારિકા હિરેઈન તરીકે કામ કરતી હોય અને તેની આંખના ઈશારે એકસ્ટ્રાઓ પંછડી પટપટાવતા નિહારિકાની આજુબાજુ ધૂમતા હોય અને પિતાને કઈ ભાવ ના પૂછે આ સ્થિતિ તેને પસંદ નથી એવો એકરાર કરે છે. આ છે લઘુતાગ્રંથિ ઉદ્દભવવાનું એક કારણું તો બીજું કારણ છે તે નિહારિકાના પ્રેમથી ઉબાઈ ગયું છે, અકળાઈ ગયું છે અને તેને બદલામાં કશું આપી શકતો નથી. તેની સાથે કોઈ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરી શકતો નથી. તે પોતાને સમજી શકતી નથી. આખો દિવસ ઓફિસની ઊથલ-પાથલ પછી ઘરે પાછો ફરે તો નિહારિકા નાટકના રિહર્સલમાં. રવિની દષ્ટિએ આ ગગનનું projudiced mind છે, ભાગેડ વૃત્તિ છે, લંગડાતો અહમ છે. નિહારિકાની વાહવાહથી તેનામાં રહેલે પુરુષ ધવાય, છંછેડાય, કંઈને કંઈ કરી નાંખવાનું મન થાય પણ પ્રતિષ્ઠા આડે આવે ને પોતે કશું કરી ના શકે. અહીં તેની લઘુતાગ્રન્થિનાં મૂળ રહેલાં છે. રવિ આ બધાના ઉપાય તરીકે નિહારિકાને મા બનાવી દેવાનું સૂચવે છે ત્યારે ગગન ચૂપ થઈ જાય છે. તેનું મોઢું વિલાઈ જાય છે. ગગનની દષ્ટિએ નિહારિકા કદી મા બની શકે તેમ નથી. ડોકટર પાસે ચેક કરાવવા જઈએ ને નિહારિકા મા બની શકે તેમ ના હોય તો તેને કેટલો માટે આધાત લાગે એ કારણસર ગગન દાક્તરી તપાસ કરાવત નથી. અહીં ગગન જે કારણ જણાવે છે તે સાચું છે ? શું પોતે શું છે એટલે દાતરી તપાસ કરાવવાની ના પાડે છે કે પછી નિહારિકામાં જ કઈ ઊણપ છે અને તે તેની જાણ નિહારિકાને થવા દેવા નથી ઈચ્છતો એટલે ના પાડે છે ? નાટકના અંતે નિહારિકા ગર્ભવતી હોવાનું પ્રગટ થાય છે તેને આ સંદર્ભમાં તપાસતાં જે ગગન શું હાય, ખરેખ૨ નપુંસક હોય તે પછી નિહારિકાના સંતાનને પિતા તે નથી એવી તેની દહેશત સાચી ગણુય પણ જે તે લધુતાગ્રંથિ હોય તે પછી પોતે ખરેખર પિતા બન્યો હોવા છતાં, નિહારિકાની કુખે તેનાથી જ બાળક પેદા થયું હોવા છતાં તેની લઘુતાગ્રંથિ તેને આને સ્વીકાર કરવા દેતી નથી તેવું પ્રગટ થાય. મુદ્દો એ કે નાટ્યકારે આમુખમાં જણાવ્યું છે તેમ નાયક લઘુતાગ્રંથિથી પીડાય છે તેથી માનસિક નપુંસક્તા ધારણ કરી બેઠે છે કે પછી રંગનિર્દેશમાં જણાવ્યું છે તેમ સ્ત્રૌણ-શારીરિક દૃષ્ટિએ નપુંસક છે માટે લઘુતાગ્રંથિથી પીડાય છે ? મને લાગે છે કે આમુખવાળી વાત વધુ તાર્કિક છે અને તેથી રગનિર્દેશમાં ગગનને ૌણ પ્રકૃતિને હવાની જે વાત કરી છે તે ટકતી નથી રવિ ગગનને નિકટને મિત્ર હોવાથી આ પ્રકારનું માનસ પૃથક્કરણ કરે તે સ્વાભાવિક છે. રવિ અને ગગનની વાતચીત પૂરતી ભૂમિકા બાંધી આપે છે. ગગનની લઘુતાગ્રંથિ પાછળનાં કાણે સ્પષ્ટ કરવાની નેમ અહીં નાટ્યકારે રાખી છે. એકાંકીમાં લાધવ જાળવવાનું હોવાથી નાટ્યકાર For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy